દેશના ટોચના ઉદ્યોગપતિઓ હોય કે દેશના ટોચના રાજકારણીઓ આજે એશિયા અને ભારતમાં ગુજરાતીઓનો ડંકો વાગી રહ્યો છે.ત્યારે બે ગુજરાતી કુબેરપતિઓ મુકેશ અંબાણી અને ગૈતમ અંદાણી એશિયામાં ટોચના સ્થાને છે.
ગુજરાતીઓ માટે એક ખાસ કહેવત છે કે જ્યા જ્યા વસે ગુજરાતી ત્યા સદા કાળ ગુજરાત. બસ આવી જ ગુજરાતીઓ કર્યું છે. એશિયા અને ભારતમાં ગુજરાતીઓએ ડંકો વગાડી દીધો છે. તે પછી ઉદ્યોગપતિ હોય તે રાજકારણ. ભારતના રાજકારણમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહપ્રધાન અમિત શાહની બોલબાલા છે તો એશિયામાં ટોચના બે ઉદ્યોગપતિ તરીકે અંબાણી જૂથના મુકેશ અંબાણી અને અદાણી જૂથના ગૌતમ અદાણીનો ડંકો વાગી રહ્યો છે.
આ પણ વાંચો :ચક્રવાત ‘યાસ’નો વધ્યો ખતરો, ઓડિશાના ઘણા જિલ્લાઓમાં હાઈએલર્ટ કરાયું જાહેર
અંદાણી ગુ્રપના સ્થાપક અને પ્રમોટર અબજોપતિ ગૌતમ અદાણીએ બ્લુમબર્ગ બિલિયોનેર ઇન્ડેક્સમાં બીજા સ્થાને રહેલાં ચીની અબજોપતિ ઝોંગ શાનશાનને હટાવી બીજે સ્થાને પહોંચી ગયા છે. તેઓ વિશ્વના 14ક્રમના સૌથી ધનિક્ વ્યક્તિ બની ગયા છે. જ્યારે તેરમાં સ્થાને ભારતના મુકેશ અંબાણી છે.એશિયાના શ્રીમંતોની યાદીમાં છેલ્લા બેવર્ષથી મુકેશ અંબાણીએ પ્રથમ સ્થાન જાળવી રાખ્યું છે.
ચાલુ વર્ષની વાત કરીએ તો અંબાણીની સંપત્તિમાં 17.5 અબજ ડોલરનો ઘટાડો થયો છે, જ્યારે અદાણીની સંપત્તિમાં 32.7 અબજ ડોલરનો વધારો થયો છે. શેરબજાર વધે કે ઘટે, અદાણીની કંપનીઓના શેર હંમેશાં ઉપર રહ્યા છે. તેણે દર સપ્તાહે એક નવા ભાવનો રેકોર્ડ બનાવ્યો છે.
આ પણ વાંચો : બ્લેક ફંગસ બાદ હવે વ્હાઇટ ફંગસનો ખતરો, અમદાવાદની આ હોસ્પિટલમાં નોંધાયા 3 કેસ
સામાન્ય જનતા સાથે જોડાયેલી કંપનીઓની વાત કરીએ તો એ મુખ્ય રીતે અદાણી ગેસ અને અદાણી પાવર છે. આ ગેસ સપ્લાઇથી લઈને વીજળી ડિસ્ટ્રિબ્યુશનનું કામ કરે છે અને જે સામાન્ય લોકો સાથે સીધી જોડાયેલી છે. અદાણી ગ્રુપ રિયલ્ટીમાં જોઈન્ટ વેન્ચર સાથે કામ કરે છે અને આ લક્ઝુરિયસ રેસિડેન્શિયલમાં કામ કરે છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની વાત કરીએ તો એ પણ સામાન્ય લોકો સાથે જોડાયેલી કંપની છે. પેટ્રોલ-ડીઝલથી લઈને મોબાઈલ ફોન, ટેલિકોમ અને રિટેલમાં પણ એ સામેલ છે. ખાસ કરીને તેમની જિયો બ્રાન્ડ ઓનલાઈન ડિલિવરી એટલે કે ઈ-કોમર્સ અને ટેલિકોમમાં એક મોટી બ્રાન્ડ માનવામાં આવે છે.
ભારતીય ઉપખંડમાં અત્યારે ચારેકોર ગુજરાતીઓનો ડંકો વાગે છે. ઉદ્યોગ ક્ષેત્રે અંબાણી અને અદાણીના નામ મોખરે છે તો રાજકીય ક્ષેત્રે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહ પ્રધાન અમિત શાહનો ડંકો વાગે છે.
આ પણ વાંચો :અમદાવાદમાં કોરોનાના કેસોમાં થયો મોટો ઘટાડો, 43 દિવસ બાદ નોંધાયા 1 હજારથી ઓછા કેસ