ઇઝરાઇલી ડિફેન્સ ફોર્સ (IDF) એ શનિવારે સાંજે હવાઇ હુમલો કરીને 12 માળના ગાઝા ટાવરનો નાશ કર્યો હતો, જેમાં અમેરિકન મીડિયા એસોસિએટ પ્રેસ (AP અને કતારના મીડિયા હાઉસ અલ જઝિરા સહિતના અનેક ન્યૂઝ ગ્રુપના કાર્યાલય આવેલા હતા. હુમલા પહેલા IDFએ જાહેરાત કરી હતી અને ટાવરમાં રહેલા લોકોને બહાર નીકળવા જણાવ્યું હતું. અને તેના બરાબર એક કલાક પછી, ઇઝરાઇલના લડાકુ વિમાનો એ બોમ્બમારો શરૂ કર્યો હતો. અને થોડીક જ સેકંડમાં 12 માળની ઇમારત ધરાશાયી થઈ ગઈ.
ઇઝરાઇલી સૈન્યના આ તાજેતરના પગલાને ઉગ્રવાદી સંગઠન હમાસ સાથે તેની ચાલી રહેલી લડતના સંબંધમાં ગાઝાની ભૂમિ-સ્તરની માહિતીને ખુલ્લા પાડતા અટકાવવાના પ્રયાસ તરીકે જોવામાં આવે છે.
આ હુમલો સૈન્યએ મકાન ખાલી કરાવવાનો આદેશ કર્યાના એક કલાક પછી થયો હતો. આ બિલ્ડિંગમાં રહેણાંક એપાર્ટમેન્ટ્સ ઉપરાંત, એપી, અલ-જઝિરા જેવા મીડિયા અને અન્ય સંસ્થાઓની કચેરીઓ હતી. આ હુમલાને કારણે, 12 માળની ઇમારત સેકન્ડોમાં જમીન દોસ્ત થઈગઈ હતી. અને ચારેબાજુ ધૂળથી ઢંકાઈ ગયું હતું.
ગઝ ટાવરમાં મીડિયા સંસ્થાઓની કચેરીઓ હતી ત્યાં બપોરે હુમલા પહેલા ઇઝરાઇલી સેનાએ બિલ્ડિંગના મલિકને ફોન કરી બોલાવ્યો હતો. અને તેને નિશાન બનાવવાની ચેતવણી આપી હતી. આ પછી, એપી અને અન્ય લોકોના કર્મચારીઓએ તાત્કાલિક મકાન ખાલી કરવા જણાવ્યું હતું. કતાર સરકાર દ્વારા નાણાં પૂરા પાડવામાં આવતા અલ-જઝિરા ન્યુઝ નેટવર્ક દ્વારા ઇમારત પર થયેલા હુમલા અને જમીન દોસ્ત થયેલી ઘટનાનું જીવંત પ્રસારણ કરવામાં આવ્યું હતું.
આ હુમલા પૂર્વે, શનિવારે વહેલી સવારે ગાઝા સિટીમાં ઇઝરાઇલી હવાઈ હુમલામાં ઓછામાં ઓછા 10 પેલેસ્ટાનીઓના મોત થયા હતા. જેમાંના મોટાભાગના બાળકો હતા, ગાઝાના આતંકવાદી હમાસ શાસકો સાથે લડવાનું શરૂ કર્યું ત્યારથી ઇઝરાયલી હુમલામાં મરેલા લોકોની આ સંખ્યા સૌથી વધુ છે.
જેરુસલેમમાં ગયા મહિને શરૂ થયેલો આ સંઘર્ષ મોટા પાયે ફેલાયો છે. અરબ અને યહૂદીઓની મિશ્ર વસ્તીવાળા ઇઝરાયલી શહેરોમાં દૈનિક હિંસા જોવા મળી રહી છે. ઇઝરાઇલ અને હમાસ વચ્ચે ચાલી રહેલી લડાઇ દરમિયાન પેલેસ્ટાઇનોએ પણ પશ્ચિમ કાંઠે બહોળા પ્રમાણમાં પ્રદર્શન કર્યું હતું અને સેંકડો વિરોધીઓ ઇઝરાઇલ સેના સાથે કેટલાંક શહેરોમાં જૂથ અથડામણ કરી હતી. આ સમય દરમિયાન, ઇઝરાઇલ સેનાની કાર્યવાહીમાં ઓછામાં ઓછા 11 લોકો માર્યા ગયા હતા.
નકબા ડે
આ હિંસા એવા સમયે થઈ રહી છે કે જ્યારે પેલેસ્ટાઇનિય લોકો શનિવારે ‘નકબા ડે’ ઉજવી રહ્યા છે, આ દિવસે તેઓ 1948 ના યુદ્ધમાં ઇઝરાઇલ દ્વારા માર્યા ગયેલા હજારો પેલેસ્ટાનીઓને યાદ કરે છે. આનાથી સંઘર્ષ વધુ તીવ્ર થવાની સંભાવના વધી ગઈ છે. ઇઝરાઇલ-પેલેસ્ટાઇન બાબતોના યુ.એસ. નાયબ સહાયક સચિવ, હાદી અમ્ર, સંઘર્ષને સરળ બનાવવાના પ્રયત્નોના ભાગરૂપે શુક્રવારે ઇઝરાઇલ પહોંચ્યા.
જો કે, ઇજિપ્તની ગુપ્તચર અધિકારીએ જણાવ્યું હતું કે ઇઝરાયેલે એક વર્ષના યુદ્ધવિરામ માટેના તેના પ્રસ્તાવને ઠુકરાવી દીધો છે, જેને હમાસે સ્વીકારી લીધો. સોમવારની રાતથી હમાસે ઇઝરાઇલ પર સેંકડો રોકેટ ચલાવ્યાં છે. ગાઝામાં ઓછામાં ઓછા 139 લોકોનાં મોત નીપજ્યાં છે, જેમાં 39 બાળકો અને 22 મહિલાઓનો સમાવેશ થાય છે. ઇઝરાઇલમાં શનિવારે તેલ અવીવના પરા એવા રમાત એન્થેમમાં રોકેટના હુમલામાં જીવ ગુમાવનાર વ્યક્તિ સહિત ઇઝરાઇલમાં આઠ લોકોનાં મોત નીપજ્યાં છે.