ચોરી/ મોરબીમાં તસ્કરોને ઘી કેળા , કુરિયરના ગોડાઉનમાંથી 4 લાખથી વધુની ચોરી

મોરબીના પંચાસર રોડ પર કુરિયર માટે ગોડાઉન ભાડે રાખેલ હોય જે ગોડાઉનનું શટર અજાણ્યા ઇસમેં ચાવી વડે ખોલીને ટેબલના ખાનામાંથી કુરિયર પાર્સલ, ઓફીસ ખર્ચ અને કલેક્શનના રોકડ મળીને ૪.૩૭ લાખનો મુદામાલ ચોરી કરી ગયા હોય જે બનાવ મામલે એ ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.   મૂળ કચ્છના પરજાવ ગામના રહેવાસી અને […]

Gujarat
ચોરી મોરબીમાં તસ્કરોને ઘી કેળા , કુરિયરના ગોડાઉનમાંથી 4 લાખથી વધુની ચોરી

મોરબીના પંચાસર રોડ પર કુરિયર માટે ગોડાઉન ભાડે રાખેલ હોય જે ગોડાઉનનું શટર અજાણ્યા ઇસમેં ચાવી વડે ખોલીને ટેબલના ખાનામાંથી કુરિયર પાર્સલ, ઓફીસ ખર્ચ અને કલેક્શનના રોકડ મળીને ૪.૩૭ લાખનો મુદામાલ ચોરી કરી ગયા હોય જે બનાવ મામલે એ ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 

મૂળ કચ્છના પરજાવ ગામના રહેવાસી અને હાલ કાલીકા પ્લોટ પાસે આવેલ શિવ સોસાયટી નર્મદા હોલ સામે રહેતા દિગ્વીજયસિંહ જીવણસિંહ રાઠોડ (ઉવ.૩૧) પોલીસ ફરિયાદ નોંધાવી છે કે તે કુરીયરના વ્યવસાય સાથે જોડાયેલ હોય તેનું ફીગેટ લોજીસ્ટીક પ્રા.લી કંપની વડોદરા વાળાનું ઓનલાઇન કુરીયર માટે પંચાસર રોડ અવધ ડેરી વાળી શેરી આશાપુરા કોપ્લેકસમાં આવેલ નવઘણભાઇ ડાભીનું ગોડાઉન ભાડે રાખેલ છે તે ગોડાઉનના શટરનુ કોઇ અજાણ્યા ઇસમે ચાવી વડે તાળું ખોલી અંદર પ્રવેશ કરી ગોડાઉનની અંદર રાખેલ ટેબલના ખાનાનો લોક તોડી ખાનામાં રાખેલ રોકડા રૂપીયા ૪,૩૭,૦૦૦ ચોરી કરી ગયેલ છે મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ચોરીની ફરિયાદ નોંધી વધુ તપાસ એ ડીવીઝન પી આઈ ચલાવી રહ્યા છે.