ખાવાની વાત થાય અને આપણા ભારતીય યાદ ન આવે તેવુ બની શકે ખરુ. જી હા, આપણા દેશનાં લોકોને ખાવાનો એટલો શોખીન હોય છે કે સ્વાદિષ્ટ ભોજનની શોધમાં ઘણીવાર તેઓ દૂર-દૂરનો સફર પણ કરી જાય છે. જો કે હા ખાવાની પણ એક સીમા હોય છે, પેટ તડાતૂડ થાય ત્યા સુધી ખાઓ ત્યારે તે ઘણીવાર જોવા જેવુ થઇ જાય છે. પરંતુ આજે અમે તમને જણાવવા જઇ રહ્યા છીએ એક શખ્સ વિશે કે જેણે એટલુ ખાધુ કે તેને ઈનામ સ્વરૂપે રોયલ એનફિલ્ડ બાઈક મળી ગયુ.
જાણીને નવાઇ લાગશે પરંતુ આ કોઇ મઝાક નથી. કોરોનાકાળમાં જ્યાં લોકોએ બહાર જમવાનું ઓછું કરી દીધું છે. રેસ્ટોરન્ટ સહિતનાં હોસ્પિટાલિટી બિઝનેસને વ્યાપક ફટકો લાગ્યો છે ત્યારે પુણેની શિવરાજ હોટલ એક સ્વાદિષ્ટ અને રોયલ ઓફર લઈને આવી છે. આ હોટલે એક નવી ડીશ ઓફર કરી છે. આ ડીશની કિંમત ચૂકવીને તમે સ્પર્ધામાં ભાગ લઈ શકો છો. કરવાનું છે એટલું જ કે જાયન્ટ સાઈઝની ડીશ તમારે 1 કલાકનાં સમયગાળામાં પૂરેપૂરી સફાચટ કરી જવાની છે. જો એમ થયું તો તમને અપાશે રોકડા 1.65 લાખની રોયલ એનફિલ્ડ બાઈક. આ જાયન્ટ સાઈઝની ડીશને અત્યાર સુધીમાં એક જ શખ્સ ખતમ કરી શક્યો છે, સોલાપુર મહારાષ્ટ્રનાં સોમનાથ પવારે આ કોન્ટેસ્ટમાં ભાગ લીધો હતો અને તેમણે એક રૉયલ એનફિલ્ડ પણ જીતી છે. પવારે બુલેટ ડીશને એક કલાકથી પણ ઓછા સમયમાં ખતમ કરી હતી. આ પહેલા પણ આ હોટલ એક આવી જ કોન્ટેસ્ટ લઈને આવી હતી. જેમાં 4 લોકોએ 8 કિલોની રાવણ ડીશને 60 મિનિટમાં ખતમ કરવાની હતી. જીતનારાઓને 5 હજાર રૂપિયાનું ઇનામ આપવામાં આવતુ હતુ અને તેમણે ડીશની કિંમત પણ નહોતી આપવી પડતી.
આપને જણાવી દઇએ કે, આ ડીશ પૂરી રીતે નોનવેજથી ભરેલી છે. જેની કિંમત 2500 રૂપિયા છે. આ જાયન્ટ સાઈઝની ડીશમાં મટન, માછલીનાં 12 પ્રકારનાં વ્યંજન પીરસવામાં આવે છે. જેમાં તંદૂરી ચિકન, ડ્રાય મટન, ગ્રીન મટન, ચિકન મસાલા અને ફાઇડ ફીશ વગેરે સામેલ છે. ડીશનું વજન લગભગ 4 કિલો હોય છે અને 55 લોકો મળીને આ ડીશને તૈયાર કરે છે. આ ઉપરાંત આ રેસ્ટોરેન્ટમાં રાવણ ડીશ, માલવાની ફિશ ડીશ, પહેલવાન મટન ડીશ, બકાસુર ચિકન ડીશ અને સરકાર મટન ડીશ પણ પીરસવામાં આવે છે.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…