ગીર ગઢડા,
ગરીબોની કસ્તુરીએ ખેડૂતોને રાતાં પાણીએ રોવડાવી રહી છે, એક તરફ સરકાર ખેડૂતોની આવક બમણી કરવા ના દાવા કરી રહી છે તો બીજી તરફ ખેડૂતો ઉભા પાક ઘેટાં બકરાને ચરાવી નાખે છે. ત્યારે ગીરગઢડામાં ખેડૂતોએ ડુંગળીના પાકને ઘેટાં બકરાને ચરાવી રહ્યા છે.
ખેડૂતોને ડુંગળીના 1 મણ પાકનુ 50 થી 60 રૂપિયે વેચાણ થઇ રહ્યુ છે. જ્યારે તેનો પડતર ખર્ચ 200 રૂપિયા આસપાસ થાય છે. આથી ખેડૂતો વેચાણને બદલે પ્રાણીને ચરાવી દે છે અથવા તો ખેતરમાં રોટવેટર ફેરવી નાખે છે.
ઉલ્લેખનીય છે કે ખેડૂત ધીરુભાઈએ જણાવ્યુ કે ખેડૂતોનો જીવનનિર્વાહ ખેતીની આવક પર જ હોય છે. પાકની કિંમત નથી મળતી આથી ખેડૂતો આત્મહત્યા કરી રહ્યા છે.
ખેડૂતોનું કહેવુ છે કે, 20 કિલો ડુંગળી 50 થી 60 રૂપિયે વહેંચાઈ રહી છે, એટલે કે કિલો ના 3 રૂપિયા, ખેડૂતોને ડુંગળીના પાકને અત્યારે લણવા જે ખર્ચ લાગે તે પણ માથે પડે તેમ છે, એક વિઘા ખેતરમાં વાવેલ ડુંગળીનો પડતર ખર્ચ 200 રૂપિયા આસપાસ થાય છે.
હાલ વેચાણ ભાવ 50 રૂપિયા જેટલો છે, ભાવ નીચા હોવાના કારણે ખેડૂતોને 20 કિલો ડુંગળી એ 150 રૂપિયા આસપાસ નુકશાની થઈ રહી છે. એના કારણે ખેડૂતો રોટવેટર ફેરવી નાખે છે અથવા પશુ ઓને ચરવા આપી દે છે. બીજી તરફ ખેડૂતો ડુંગળી માં ટેકાનો ભાવ સરકાર આપે એવી માંગ કરી રહ્યા છે.