ગીર સોમનાથ,
પ્રાથમિક શાળાના શિક્ષકો ચાલુ વર્ગખંડમાં મોબાઇલનો વપરાશ કરે છે. જેને લઇને જિલ્લા શિક્ષણ અધિકારીઓએ મહત્વનો નિર્ણય લીધો છે. તેઓએ શાળાના શિક્ષકોને ચાલુ વર્ગખંડમાં મોબાઇલનો વપરાશ ન કરવા આદેશ આપવામાં આવ્યા છે અને જણાવવામાં આવ્યુ છે કે શિક્ષકોએ મોબાઇલને વર્ગખંડમાં જતા પહેલા આચાર્ય પાસે જમાં કરાવવાનો રહેશે. ઉલ્લેખનીય છે કે, શિક્ષકોના મોબાઇલ વપરાશથી વિદ્યાર્થીને ખલેલ પહોંચે છે અને તે એકચિતે અભ્યાસમાં ધ્યાન આપી શકતા નથી.