એક 12 વર્ષીય નિર્દોષ માસુમ એક જ ફેફેસાં દ્વારા શ્વાસ લઇ રહી છે અને છેલ્લા 4 વર્ષથી તો ઓક્સીજન સપોર્ટ ઉપર જીવી રહી છે. વધુમાં જન્મથી એક હાથ નથી, કરોડરજ્જુ અને કિડની પણ અવિકસિત છે ! વિધિની વક્રતા ઓછી હોય તેમ આવી પરિસ્થિતિમાં થયો કોરોના, છતાય હાર ના માની અને સતત જિંદગી માટે લડતી રહી, અંતે મળી….
ઇંદોરની 12 વર્ષીય સિમિનું જીવન જ્ન્મથી જ અનેક સંઘર્ષ ભરેલું છે. તેનું જીવન લોકો માટે એક પ્રેરણા સમાન છે. સિમી પાસે માત્ર એક જ ફેફસું છે. વધુમાં જન્મથી તેનો એક હાથ નથી. તે જીવંત રહેવા માટે દરરોજ એક એક શ્વાસ માટે લડી રહી છે. છેલ્લા 4 વર્ષથી તે દરરોજ રાત્રે ઓક્સિજન સપોર્ટ પર જીવી રહી છે. પરંતુ તેની હિંમત સામે, કોરોનાએ પણ હાર માની છે. એક તબક્કે તેનું ઓક્સિજનનું સ્તર 50 સુધી પહોંચ્યું, પરંતુ તેણે હાર માની નહીં.
જીવવા માટે આજીવન ઓક્સિજન લેવો પડશે
સિમી દિલ્હી વર્લ્ડ પબ્લિક સ્કૂલમાં 7માં ધોરણમાં અભ્યાસ કરે છે. તેણે જીવનભર જીવવા માટે ઓક્સિજન લેવો પડશે. સમસ્યાઓ વધતા કેટલીકવાર બાયપેપ પણ લગાવવું પડી શકે છે. સિમિ શહેરની સાંઘી કોલોનીમાં રહેતા ઇલેક્ટ્રિક ઉદ્યોગપતિ અનિલ દત્તની બીજ નંબરની પુત્રી છે. સિમિ 2008માં ગર્ભાશયમાં હતી, જ્યારે હોસ્પિટલમાં સોનોગ્રાફી કરવામાં આવી હતી. ડોક્ટરોએ રિપોર્ટમાં બધું સારું હોવાનું કહ્યું હતું, પરંતુ જ્યારે સિમીનો જન્મ 2009 માં થયો ત્યારે પરિવારમાં નિરાશા ફ્રી વળી હતી. તેનો ડાબો હાથ નહોતો. કરોડરજ્જુ અને કિડની અવિકસિત હતી અને પછી 8 વર્ષ પછી એક ફેફસુ પણ સંપૂર્ણ રીતે સંકોચાઈ ગયું હતું. ફેફસાંના સંકોચવાના કારણે, સિમીનું ઓક્સિજન લેવલ 60 સુધી પહોંચે છે. તેને દરરોજ રાત્રે ઓક્સિજન આપવામાં આવે છે.
મજબુત મનોબળથી હરાવ્યો કોરોનાને
જ્યારે કોરોના ચેપ ફેલાયો, ત્યારે માતાપિતાએ તેની ખૂબ કાળજી લીધી, પરંતુ થોડા સમય પછી સીમીની માતા અંજુને કોરોનાનો ચેપ લાગ્યો. થોડા દિવસો પછી સિમીને પણ ચેપ લાગ્યો. તે એસિમ્પટમેટિક હતી. ત્યારબાદ તેનું ઓક્સિજનનું સ્તર 50 સુધી પહોંચી ગયું હતું. આ દરમિયાન પરિવારજનોએ ડોકટરનો સંપર્ક કર્યો હતો. ઘરે, બાળકીને બાયપેપ અને ઓક્સિજન આપવામાં આવ્યું હતું. તે ઘણા દિવસો સુધી આ સ્થિતિમાં રહી, પરંતુ તેણીએ હાર માની નહીં અને 12 દિવસ પછી કોરોના સાથેના યુદ્ધમાં જીત મેળવી. ત્યારે તેણે ડોક્ટરની સૂચના પ્રમાણે કસરત પણ શરૂ કરી દીધી છે. હવે સ્થિતિ એવી છે કે અમુક સમયે તેને ઓક્સિજન અને બાયપેપની જરૂર પડે છે.