રમત ગમત મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યુ છે કે, રાજયના યુવાઓ-રમતવીરો ને પ્રોત્સાહિત કરવા રાજય સરકાર દ્વારા પ્રતિવર્ષ ખેલ મહાકૂભનુ આયોજન કરાય છે. ખેલમહાકુંભ ની લોકપ્રિયતાને ધ્યાને લઈને આ વર્ષે યોજાઈ રહેલ ખેલ મહાકુભમા અંદાજે ૫૫ લાખથી વધુ રમતવીરોએ રજીસ્ટ્રેશન કરાવ્યુ છે આ માટેના રજીસ્ટ્રેશન માટે આજથી બે દિવસ માટે ખાસ કિસ્સામાં વિન્ડો ફરીથી ઓપન કરવાનો રાજય સરકારે નિર્ણય કર્યો છે.
રાજય સરકાર દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. ખેલમહાકુંભ ની લોકપ્રિયતાને ધ્યાને લઈ ખેલ મહાકૂભ-2022 માટે રજીસ્ટ્રેશન વિન્ડો આજે સવારે 10AM થી આવતીકાલે 11:59PM સુધી ખાસ કિસ્સામાં ખોલવામાં આવશે. આ બાબતની જાણકારી રમતગમત મંત્રી હર્ષ સંઘવીએ જાહેરાત કરી છે.
તેની સાથે તેમને વધુમાં માંગ આવતા મુખ્યમંત્રીએ યુવાઓના વિશાળ હિતમા આ મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. આ સિવાય રમતવીરો માટે ખુશી અને રાહતના સમાચાર સમગ્ર ગુજરાતમાંથી હજારો વિનંતીઓ અને પ્રતિભાવોને ધ્યાનમાં રાખીને #khelmahakumbh2022 માટે રજીસ્ટ્રેશન વિન્ડો ફરીથી આજે સવારે 10 AM થી આવતીકાલે 11:59 PM સુધી (2 દિવસ માટે) ખાસ કિસ્સામાં ખોલવામાં આવશે તો રસ ધરાવનાર રમતવીરોને ભૂલ્યા વગર આ શ્રેષ્ઠ તકનો ઉપયોગ અચૂકપણે કરવા અપીલ કરવામાં આવી છે.
Photos/ ઓસ્ટ્રેલિયાના ક્રિકેટર ગ્લેન મેક્સવેલે ભારતીય મૂળની યુવતી સાથે કર્યા લગ્ન, જુઓ વાયરલ તસવીરો
આસ્થા/ કાશીના મણિકર્ણિકા ઘાટ પર રમાતી ચિતાની રાખ સાથેની હોળી, જુઓ ફોટા