Gandhinagar News/ ગ્લોબલ વોર્મિંગના લીધે ગુજરાતમાં વરસાદની પેટર્ન બદલાઈ

રાજ્યમાં આ વર્ષે વરસાદની વિશિષ્ટ આવનજાવન નોંધાઈ છે. એકબાજુએ અડધા ગુજરાતમાં સતત વરસાદ છે, તો અડધુ ગુજરાત સાવ કોરુંધાકોર છે. દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા સતત ધબધબાટી બોલાવી રહ્યાં છે.

Gujarat Gandhinagar Breaking News
Beginners guide to 11 4 ગ્લોબલ વોર્મિંગના લીધે ગુજરાતમાં વરસાદની પેટર્ન બદલાઈ

Gandhinagar News: રાજ્યમાં આ વર્ષે વરસાદની વિશિષ્ટ આવનજાવન નોંધાઈ છે. એકબાજુએ અડધા ગુજરાતમાં સતત વરસાદ છે, તો અડધુ ગુજરાત સાવ કોરુંધાકોર છે. દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા સતત ધબધબાટી બોલાવી રહ્યાં છે. પરંતું મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં વરસાદની ખેંચ વર્તાઈ રહી છે. જો આવુ જ રહ્યું તો ગુજરાતમાં મોટુ સંકટ આવશે. ક્લાઈમેટ ચેન્જની ગુજરાતની વરસાદી પેટર્ન પર મોટી અસર થઈ છે.

ગુજરાતની જે વરસાદી પેટર્ન બદલાઈ છે, તે ખેડૂતો માટે વધુ ચિંતાજનક છે. આપણા દેશમાં ચોમાસા સમયે ખરીફ પાકની વાવણી થતી હોય છે. ત્યારે નિષ્ણાતોનું કહેવું છે કે, આવુ જ રહેશેતો ગુજરાતમાં પૂરની સ્થિતિમાં પણ વધારો થશે અને સાથે જ ખેડૂતોને પણ મોટું નુકસાન જશે. ખેડૂતો માટે માપસરનો વરસાદ ફાયદાકારક છે, પરંતુ અતિભારે વરસાદ નુકસાની વેરી શકે છે. વરસાદને કારણે ખેતીના પાક પર પણ અસર થાય છે.

ક્લાયમેટ ચેન્જના કારણે ગુજરાતમાં હવામાનની પેટર્ન બદલાઈ ગઈ છે. હવે ગુજરાતમાં અતિથી અતિ ભારે વરસાદ એટલે કે સતત 8 ઈંચથી વધુ વરસાદ પડવાની ઘટનાઓમાં ઘટાડો થયો છે. ગ્લોબલ વોર્મિંગના કારણે વરસાદ પડવાની પેટર્ન બદલાઈ છે. જ્યાં પડે ત્યાં ખૂબ જ વરસાદ પડે છે અને જ્યાં નથી પડતો ત્યાં જરાય નથી પડતો.

તાપમાન અને પવનની પેટર્નમાં થયેલા ફેરફારની અસર પડી છે. વરસાદની નબળી પેટર્ન માટે આ તમામ પરિબળો જવાબદાર છે. ક્લાઈમેટ ચેન્જના કારણે સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદનું પ્રમાણ વધ્યું છે. જો આવી સ્થિતિ રહી તો આ વિસ્તારોમાં આગામી સમયમાં પૂર આવવાની શક્યતા વધી જશે. એકસાથે પડતો ભારે વરસાદ ખેતી પાકને નુકસાન પહોંચાડી રહ્યો છે.

આવું કેમ થયું તેનું મોટું કારણ ગ્લોબલ વોર્મિંગ છે. ગ્લોબલ વોર્મિંગને કારણે ગુજરાતમાં વરસાદનું આખું ચિત્ર બદલાઈ ગયું છે. જ્યાં વરસાદ આવે છે, ત્યાં સતત અને એકધારો વરસાદ છે. પરંતું જ્યાં નથી ત્યાં માંડ છાંટા પડીને બંધ થઈ જાય છે. આ માટે રાજ્યસભામાં કેન્દ્ર સરકારે એવા તારણો રજૂ કર્યાં કે, છેલ્લાં કેટલાક સમયથી ભારતના વિવિધ ભાગોમાં તાપમાનમાં ફેરફારો જોવા મળી રહ્યાં છો. પવનની પેટર્નમાં પણ બદલાવ થયો છે. આ ઉપરાંત જશસપાટી ચિંતાજનક રીતે વધી રહી છે. આ બધા પરિબળો વરસાદની બદલાયેલી પેટર્ન માટે જવાબદાર છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ગુજરાતમાં વરસાદને લઈ હવામાન વિભાગે શું કહ્યું….

આ પણ વાંચો: સાળંગપુર કષ્ઠભંજન દેવનો જુઓ દિવ્ય શણગાર, જોઈને અભિભુત થઈ જશો!

આ પણ વાંચો: પાટણમાં શ્રાવણીયો જુગાર રમતા 27 ઝડપાયાં

આ પણ વાંચો: બનાસકાંઠાની વિદેશ ગયેલી શિક્ષિકાનો આચાર્ય પર લાંચ માંગ્યાનો આરોપ