તેલંગાણા હાઇકોર્ટે આત્મહત્યા માટે ઉશ્કેરવાના એક કેસમાં સિમાચિન્હરૂપ ચૂકાદો આપ્યો છે. કોર્ટે એક કેસના ચૂકાદમાં કહ્યું કે કોઇ ને એમ કહેવું ‘જા મરી જા’ એ ઉશ્કેરણીની શ્રેણીમાં આવતું નથી. આ સાથે હાઇકોર્ટે આજીવન કેદની સજા પામેલા વ્યક્તિને નિર્દોષ જાહેર કર્યો છે.
આત્મહત્યા માટે ઉશ્કેરવાના કેસમાં હાઇકોર્ટે એક વ્યક્તિને નિર્દોષ જાહેર કરીને મહત્વની ટિપ્પણી કરી છે. તેલંગાણા હાઈકોર્ટે કહ્યું કે કોઈને “મરી જવા” કહેવું એ આત્મહત્યા માટે ઉશ્કેરવા સમાન નથી. આ સાથે કોર્ટે 2009ના એક કેસમાં દોષિત જાહેર કરેલા એક વ્યક્તિને નિર્દોષ જાહેર કર્યા છે. જસ્ટિસ કે. લક્ષ્મણ અને જસ્ટિસ કે. સુજાનાની ખંડપીઠે કહ્યું કે કોઈને “જા મરી જા” કહેવુ એ ઉશ્કેરણી સમાન નથી, આ કિસ્સામાં આઈપીસીની કલમ 306 હેઠળ કેસ નોંધી શકાય નહીં.
હાઇકોર્ટે આ નિર્ણય સેશન્સ કોર્ટના નિર્ણયની વિરુદ્ધ આપ્યો હતો, જેમાં શખ્સને છેતરપિંડી, આત્મહત્યા માટે ઉશ્કેરવા અને એસસી-એસટી એક્ટ હેઠળ દોષી ઠેરવવામાં આવ્યો હતો. આ કેસમાં સેશન્સ કોર્ટે શખ્સને આજીવન કેદની સજા ફટકારી હતી.
પીડિતા અનુસૂચિત જનજાતિ સમુદાયની હતી. તેથી, SC-ST એક્ટ હેઠળ પણ કેસ નોંધવામાં આવ્યો છે. શખ્સ પર આરોપ છે તેને પીડિતા સાથે લગ્ન કરવાની ના પાડી દીધી હતી. શખ્સે લગ્ન કરવની ના પાડી ત્યારે પીડિતાએ તેને જાનથી મરી જવાની ધમકી ધમકી આપી હતી, ત્યારબાદ શખ્સે પીડિતાને કહ્યું કે જા અને મરી જા.
શખ્સનો આ જવાબ સાંભળી પીડિતાએ જંતુનાશક દવા પીધી લીધી હતી અને તેના કારણે મૃત્યુ નિપજ્યું હતું.
પીડિતા પર આ શખ્સે બળાત્કાર ગુજાર્યો હોવાનો અગાઉ આરોપ પણ લાગ્યો હતો. જોકે, આ મામલો આગળ જતો વધારે તૂલ ન પકડે તે માટે ત્યારે તેને પીડિતાને લગ્ન કરવાની લાલચ આપી હતી. જોકે, પાછળથી શખ્સ ફરી ગયો અને લગ્ન કરવાથી ઇન્કાર કરી દીધો હતો.
હાઇકોર્ટે શક્સની અપીલ પર સુનાવણી કરતી વખતે કહ્યું કે ટ્રાયલ કોર્ટે પુરાવા પર ચર્ચા કર્યા વિના “જા મરી જા” શબ્દના આધાર પર આરોપીને આત્મહત્યા માટે પ્રેરિત કરવા માટે દોષિત ઠેરવ્યો હતો.
કોર્ટે કહ્યું કે અમારો નિર્ણય એ છે કે આ કેસમાં આત્મહત્યા માટે પ્રેરિત કરવા માટે દોષિત ઠેરવવા માટે પૂરતા પુરાવા નથી. તેથી તેને શંકાનો લાભ આપવો જોઈએ. આટલું જ નહીં, કોર્ટે એમ પણ કહ્યું કે કોઈ વયક્તિને લગ્ન કરવાનો ઇનકાર કરવોએ આત્મહત્યા માટે ઉશ્કેરણી નથી.