મોરવા હડફના સંતરોડ ગામ તરફથી એક ફોર વ્હીલ ગાડીમાં વિદેશી શરાબનો જથ્થો લઈને ગોધરા તરફ આવી રહયાની ચોક્કસ બાતમીના આધારે ગોધરા એલ.સી.બી. શાખાની ટીમે ગોધરા- દાહોદ હાઇવે ઉપર આવેલા ધોળાકુવા ડી-માર્ટ પાસે નાકાબંધી કરીને બાતમી વાળી ફોર વ્હીલ ગાડીમાંથી વિદેશી શરાબના ₹ ૮.૧૯ લાખના મુદ્દામાલ સાથે એક ઈસમની અટકાયત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
પંચમહાલ જિલ્લાના પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકીએ જિલ્લામાં દારૂની અસામાજીક પ્રવૃતિ નેસ્ત નાબુદ કરવા જરૂરી સુચના અને માર્ગદર્શન આપેલ હતું. તે સુચના અને માર્ગદર્શન મુજબ એલ.સી.બી.પી.આઈ. એન.એલ. દેસાઈ એ એલ.સી.બી.સ્ટાફને પ્રોહીબીશનની હેરાફેરી કરતા ઈસમો ઉપર વોચ રાખી રેઇડ કરવા સુચના આપવામાં આવી હતી.
જે સુચના મુજબ એલ.સી.બી. પી.એસ.આઈ. એસ.આર.શર્મા ને ખાનગી રાહે બાતમી મળી હતી કે એક સીલ્વર કલરની ક્રેટા ગાડી નંબર ડી.એલ.૧૦.સી.ટી.૨૯૨૭માં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ભરી લઈને તેનો ચાલક સંતરોડ તરફથી નીકળી ગોધરા શહેર તરફ આવનાર છે તેવી મળેલી બાતમીના આધારે એલ.સી.બી. સ્ટાફના માણસો સાથે ગોધરા દાહોદ હાઇવે રોડ ધોળા કુવા પાસે ડી માર્ટની સામે નાકાબંધી કરી બાતમી મુજબની કેટા ગાડીને રોકીને તપાસ કરતા અલગ અલગ બ્રાન્ડની બોટલો નંગ- ૧૧૫૬ કિં.રૂ.૩,૧૧,૩૪૦/- તેમજ મોબાઇલ ફોન કિ.રૂ.૫,૦૦૦/- તેમજ રોકડા રૂ.૩૬૫૦/- ક્રેટા ગાડી કિં.રૂ. ૫,૦૦,૦૦૦/- ની મળી કુલ રૂ.૮,૧૯,૬૯૦/-ના મુદ્દામાલ સાથે ઓમ પ્રકાશ ગમેરલાલ ડાંગી (રહે. ઢાવા તા. વલ્લભનગર જિ. ઉદેપુર(રાજસ્થાન)ની ઝડપી પાડીને પ્રોહીબિશન કલમ હેઠળ ગુન્હો દાખલ કરીને કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.
રિર્પોટર-મોહસીન