Not Set/ ગોધરા રાયસીંગ સીમમાં યુવતીની હત્યનો ભેદ ઉકેલાયો

ભેદ ઉકેલાયો ગોધારા રાયસીંગમાં

Gujarat
godhara ગોધરા રાયસીંગ સીમમાં યુવતીની હત્યનો ભેદ ઉકેલાયો

ગોધરા રાયસીંગ ખેતરની સીમમાં યુવતીનું ગળુ કાપીને હત્યા કરેલી લાશ મળી આવી હતી.પોલીસ ઘટના સ્થળે પહોચીને તપાસ હાથ ધરી હતી આ મર્ડરમાં સામેલ આરોપી તેના મંગેતરને એલ.સી.બી.પોલીસે પકડી પાડ્યો હતો ગોધરા ના રાયસીંગપુરા ગામે ખેતરમાાંથી એક યુવતીનુ ગળુ કાપી ક્રુર હત્યા કરવામાં આવી હતી આ ઘટના 6 મે ના રોજ બની હતી.

યભૂમિકાની હત્યા થઇ હતી આ મર્ડર મામલે પોલીસે સઘન તપાસ વેગવતી બનાવી હતી અને આ યુવતી ભુમીકાના કુટુંબીજનોની ઘનિષ્ઠ પુછપરછ કરતા આ છોકરી ભુમીકાનું સગપણ પંદરેક દિવસ પહેલા ઘોઘંબા તાલુકાનાં મહાદેવીયા ગામે રહેતા જનક ઉર્ફે જગો ઇશ્વરસિંહ સોલંકી સાથે કરેલ હોવાનુ જાણવા મળ્યું હતું.તેના મંગેતર જનકને કડકાઇથી પુછપરછ કરતાં તે ભાંગી ગયો હતો અને ગુનો કબુલી લીધો હતો. ભૂમિકા તેના મંગેતર પાસે સોના ચાાંદીના દાગીના તથા મોબાઇલ ફોનની અવાર નવાર માાંગણી કરતી હોય તેમજ તેની સાથે શારીરીક સંબધ બાાંધવા તૈયાર ન હોય મંગેતર કંટાળી ગયો હતો.અને તેણે નક્કી કરી લીધુ હતું કે તેનો કારસો કાઢી નાંખીશ.ત્યારબાદ તે મોટર સાયકલ લઇ તેના ઘરે જઇ તા.૬/૦૫/૨૦૨૧ ના રોજ રાતના સમયે ભુમીકાને તેના ઘરની પાછળ આવેલ ખેતરમાં બોલાવી તેને બાથમાં લેવાનો પ્રયત્ન કરેલ તો ભૂમિકાએ ઝાટકો મારી દુર જતી રહેલ અને કહેવા લાગેલ કે મે જે સોના ચાાંદીના દાગીનાની માાંગણી કરેલ છે તે આપવાના છે કે કેમ તમારાથી આટલા દાગીનાનું સેટીંગ થતુ નથી અવું કહીને મંગેતરને ઉશેકરીયો હતો અ્ને નંપુસક કહેતા મામલો વધુ પેચીદો બન્યો હતો.ત્યારબાદ તેની સાથે શારિરીક સંબધ બાધવા માટે જબરજસ્તી કરી હતી ભૂમિકા તેને ધક્કો મારીને નાસી હતી,ગુસ્સામાં આવી જતા જનકે તેના ખિસ્સામાંથી ચાકુ કાઢી ગળાના ભાગ પર ઉપરાછાપરી ત્રણ ઘા કર્યા હતા અને તેની હત્યા કરી નાંખી હતી.આ અંગે વેજલપુર પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.