નવી દિલ્હી: સોનાનાં ભાવમાં આ સપ્તાહમાં સતત તેજીજોવા મળી રહી છે. શરાફ (સોની) બજારમાં છેલ્લા ચાર દિવસમાં Gold (સોના)ની પ્રાઈઝમાં ૬૬૦ રૂપિયાનો વધારો થઈ ગયો છે. દિલ્હીની શરાફ બજારમાં ગુરુવારે સોના (Gold)ના ભાવ ૧૭૦ રૂપિયાના વધારા સાથે 32,120 રૂપિયા પ્રતિ દસ ગ્રામનો થઈ ગયો છે. સોમવારે સોનાનાં ભાવમાં ૩૯૦ રૂપિયાનો વધારો થયો હતો. જયારે મંગળવારે સોનાનાં ભાવ સ્થિર રહ્યા હતા. તો બુધવારે સોનાનાં ભાવમાં ૧૦૦ રૂપિયાનો વધારો થયો હતો.
બીજી તરફ ગુરુવારે ચાંદીનો ભાવ 25 રૂપિયા વધીને37,625/રૂપિયા પ્રતિ કિલો થઈ ગયો છે. સોનાનાં ભાવમાં જવેલર્સની લેવાલીના કારણે તેજી જોવા મળી રહી છે. ટ્રેડર્સના જણાવ્યા મુજબ વર્તમાન લગ્ન સિઝનના કારણે લોકલ જવેલર્સ દ્વારા ખરીદી કરવામાં આવી છે.
દિલ્હીના શરાફ બજારમાં 99.9 ટકા અને 99.5 ટકા શુદ્ધતાવાળું સોનું ૧૭૦-૧૭૦ રૂપિયાના વધારા સાથે 32,120 રૂપિયા અને 31,970 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ગયું છે. વૈશ્વિક સ્તર પર ન્યૂયોર્કમાં 1238.4 ડોલર પ્રતિ ઔંસ અને ચાંદીનો ભાવ 14.39 ડોલર પ્રતિ ઔંસ થઈ ગયું છે. જયારે આઠ ગ્રામ વાળી સોનાની ગિનીમાં ૧૦૦ રૂપિયાનો વધારો થયો છે. તેના ભાવ 24,900 રૂપિયા થઈ ગયા છે.
સાપ્તાહિક ડિલીવરી વાળી ચાંદીનો ભાવ 856 રૂપિયા વધીને 35,749 રૂપિયા પ્રતિ કિલો થઈ ગયો છે. ચાંદીના સિક્કા ખરીદી 72 હજાર રૂપિયા અને સિક્કાનું વેચાણ 73 હજાર રૂપિયા પ્રતિ સૈકડા પર અટકી ગયો છે.