Surat News/ સુરતમાં કરોડોનું સોનું ઝડ્પાયું, 2 આરોપીની ધરપકડ

Surat News : સુરતના સારોલી વિસ્તારના સીમાડા ચેક પોસ્ટ પાસે વાહન ચેકીંગ દરમ્યાન પોલીસ દ્વારા રૂ. 9 કરોડથી વધુનું 15 કિલો જેટલું સોનું કબજે કરાયું.

Gujarat Top Stories Surat
Copy of Copy of Copy of Copy of Cricket Tutorials YouTube Thumbnail સુરતમાં કરોડોનું સોનું ઝડ્પાયું, 2 આરોપીની ધરપકડ

Surat News : સુરતના સારોલી વિસ્તારમાં પોલીસે એક મોટી કાર્યવાહી કરી છે. સારોલી પોલીસે સીમાડા ચેકપોસ્ટ પાસે વાહન ચેકિંગ દરમિયાન એક કારમાંથી રૂ. 9 કરોડથી વધુની કિંમતનું 15 કિલો સોનું જપ્ત કર્યું છે. આ ઘટનાએ સમગ્ર શહેરમાં ચકચાર મચાવી દીધી છે.

પોલીસે આ મામલે 2 આરોપીઓ હિરેન ભટ્ટી અને મનજી ધામેલીયાની ધરપકડ કરી છે. આરોપીઓ કારમાં કાપડની અંદર સોનું છુપાવીને મહિધરપુરાથી ઉભેળ ફેક્ટરીમાં લઈ જતા હોવાનું જણાવ્યું હતું. જોકે, આરોપીઓ પાસે સોનાના જરૂરી દસ્તાવેજો ન હોવાથી પોલીસે સોનું કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસ હાલ આ મામલે વધુ તપાસ કરી રહી છે. પોલીસ એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે આ સોનું ક્યાંથી આવ્યું અને ક્યાં લઈ જવાનું હતું. આ સોનું કોનું છે અને આરોપીઓ આ કામ કોની સૂચના પર કરી રહ્યા હતા તે અંગે પણ તપાસ ચાલી રહી છે.

સુરત પોલીસના એક અધિકારીએ જણાવ્યું હતું કે, “આ એક મોટો જપ્તીનો બનાવ છે. આરોપીઓ પાસેથી સોનાના કોઈ દસ્તાવેજો મળ્યા નથી. અમે આ મામલે વધુ તપાસ કરી રહ્યા છીએ અને આરોપીઓને કડક પૂછપરછ કરી રહ્યા છીએ.” પોલીસ આ મામલે વધુ તપાસ કરશે અને આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: સુરતમાં શિક્ષકની ધરપકડ : “ગુડ ટચ-બેડ ટચ” જ્ઞાન બન્યું સુરક્ષા કવચ

આ પણ વાંચો: સુરતમાં ચાઈનીઝ દોરી ભરેલા આઈસર કન્ટેનર સાથે 21.52 લાખનો મુદ્દામાલ કબજે

આ પણ વાંચો: સુરતઃ ઘરકંકાસમાં પતિએ પત્નીની હત્યા કરીને આપઘાત કર્યો