Not Set/ ગોંડલ નાગરિક સહકારી બેંકમાં ડિરેક્ટરો બિનહરીફ ચૂંટાયા : ચેરમેન જયંતિભાઇ ઢોલ એક્ઝિટ

છેલ્લા ઘણા સમયથી બિમાર રહેતા ચેરમેન જયંતિભાઇ ઢોલ અને તેના પત્નીએ 15 દિવસ પહેલા રાજીનામું આપ્યું હતું

Gujarat Others Trending
tukait 9 ગોંડલ નાગરિક સહકારી બેંકમાં ડિરેક્ટરો બિનહરીફ ચૂંટાયા : ચેરમેન જયંતિભાઇ ઢોલ એક્ઝિટ

છેલ્લા ઘણા સમયથી બિમાર રહેતા ચેરમેન જયંતિભાઇ ઢોલ અને તેના પત્નીએ 15 દિવસ પહેલા રાજીનામું આપ્યું હતું

ગોંડલના રાજકારણમા એપી સેન્ટર ગણાતા ગોંડલ નાગરિક સહકારી બેંકમાં બે ડીરેકટરોની ચૂંટણીઓ યોજવા પામી હતી. જેમાં પાલિકાના પૂર્વ પ્રમુખ અશોકભાઇ પીપળીયા તેમજ ભાવનાબેન નરોડાની બિન હરીફ ડિરેક્ટર તરીકે ચૂંટાવા પામ્યા છે.

tukait 10 ગોંડલ નાગરિક સહકારી બેંકમાં ડિરેક્ટરો બિનહરીફ ચૂંટાયા : ચેરમેન જયંતિભાઇ ઢોલ એક્ઝિટ

પ્રાપ્ત વિગતો મુજબ છેલ્લા ઘણા વર્ષોથી સ્વર્ગસ્થ ગોવિંદભાઈ દેસાઈ અને તેના પુત્ર યતિષભાઇ દેસાઇ દ્વારા એક ચક્રી શાસન રૂપ ગોંડલ નાગરિક સહકારી બેંક નું શાસન ચલાવવામાં આવી રહ્યું હતું.  આશરે દોઢ-બે વર્ષ પહેલા સ્થાનિક ભાજપ આગેવાનો દ્વારા એડી ચોટીનું જોર લગાવી દેસાઈના ગઢને ધ્વસ્ત કરી ભાજપે શાસનની કમાન સંભાળી જયંતિભાઈ ઢોલ ને ચેરમેન પદે બિરાજમાન કર્યા હતા. બાદમાં છેલ્લા છ આઠ માસથી જેન્તીભાઈ હૃદયરોગના હુમલા સહિતની બીમારીથી પીડાઇ રહ્યા હોય 15 દિવસ પહેલા જયંતિભાઈ ઢોલ અને તેમના પત્ની શારદાબેન ઢોલે દ્વારા રાજીનામું ધરી આપવામાં આવ્યું હતું. આજરોજ ચૂંટણી યોજાતાં પાલિકાના પૂર્વ પ્રમુખ અશોકભાઇ પીપળીયા અને ભાવનાબેન નરોડીયા બિન હરીફ ડિરેક્ટર તરીકે ચૂંટાવા પામ્યા હતા.

tukait 11 ગોંડલ નાગરિક સહકારી બેંકમાં ડિરેક્ટરો બિનહરીફ ચૂંટાયા : ચેરમેન જયંતિભાઇ ઢોલ એક્ઝિટ

અત્રે એ ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલાં ગોંડલ નગરપાલિકાની ચૂંટણી યોજાઈ હતી. ત્યારે પૂર્વ પ્રમુખ અશોકભાઇ પીપળીયા એ નગરપાલિકાની ચૂંટણી ન લડવા નું જણાવી સમર્થકોને વિચારતા કરી મુક્યા હતા. પરંતુ ત્યારે જ લોકોમાં ધારણા બંધાઈ રહી હતી. કે આગામી દિવસોમાં અશોકભાઈ પીપળીયા નાગરિક બેંકમાં પ્રવેશ કરશે અને આજે એ ધારણા સાચી પાડવા પામી છે.