Not Set/ ગોંડલ સૈનિક સોસાયટીના બે દિવસથી ગુમ યુવાનની લાશ મળી,  તીક્ષ્ણ હથિયારોના ઘા મારી રહેંસી નાખેલી હાલતમાં મળતા પોલીસે તપાસ શરૂ

ગોંડલની સૈનિક સોસાયટી માં બે દિવસથી ગુમ યુવાનની લાશ મળી આવી હતી. આ યુવાનની લાશ શરીરમાં તિક્ષ્ણ હથિયારોના 30થી વધારે હા મારી રહેશે નાખી અને પથ્થર સાથે બાંધી કૂવામાં નાખી દેવામાં આવી હતી. આ સ્થિતિમાં મળી આવતા

Gujarat
yuvan lash gondal ગોંડલ સૈનિક સોસાયટીના બે દિવસથી ગુમ યુવાનની લાશ મળી,  તીક્ષ્ણ હથિયારોના ઘા મારી રહેંસી નાખેલી હાલતમાં મળતા પોલીસે તપાસ શરૂ

વિશ્વાસ ભોજાણી, ગોંડલ- મંતવ્ય ન્યૂઝ

ગળાથી લઈ આખા શરીરે 30 થી વધુ છરીના ઘા મારી હત્યા નિપજાવી લાશ સાથે પથ્થર બાંધી કૂવામાં નાખી દેવાઈ હતી.

ગોંડલની સૈનિક સોસાયટી માં બે દિવસથી ગુમ યુવાનની લાશ મળી આવી હતી. આ યુવાનની લાશ શરીરમાં તિક્ષ્ણ હથિયારોના 30થી વધારે હા મારી રહેશે નાખી અને પથ્થર સાથે બાંધી કૂવામાં નાખી દેવામાં આવી હતી. આ સ્થિતિમાં મળી આવતા સમગ્ર ગોંડલ પંથકમાં ચકચાર મચી જવા પામી છે.આ ઘટનાની જાણ પોલીસને કર્યા બાદ પોલીસ દોડી આવી હતી તેમજ પોલીસે તપાસ આદરી હતી.આ અંગે સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી પ્રમાણેગોંડલના સૈનિક સોસાયટીમાં રહેતા અને 10 મિનિટ માં આવું છું તેવું કહી ઘરેથી નીકળેલા ક્ષત્રિય યુવાનની છરીના ઘા મારી કૂવામાં નાખી દીધેલી હાલતમાં લાશ મળી આવતા સીટી પોલીસે દોડી જઇ તપાસના ચક્રોગતિમાન કર્યા હતા.

gondal yuvan 3 ગોંડલ સૈનિક સોસાયટીના બે દિવસથી ગુમ યુવાનની લાશ મળી,  તીક્ષ્ણ હથિયારોના ઘા મારી રહેંસી નાખેલી હાલતમાં મળતા પોલીસે તપાસ શરૂ

પ્રાપ્ત વિગતો મુજબ કશીવિશ્વનાથ રોડ, રામજી મંદિર પાછળ આવેલ સૈનિક સોસાયટીમાં રહેતા અને કોલેજના અભ્યાસ સાથે ખેતીવાડી સાંભળતા અજયસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા ઉ.વ. 21 ની ખોડિયાર એગ્રો પાછળ રૂપારેલના માર્ગ ઉપર આવેલ મૂળ રિબડા ના હાલ રાજકોટ રહેતા દીપકભાઈ બચુભાઈ ખૂંટ ની વાડીના કુવામાંથી તીક્ષ્ણ હથિયાના ઘા મારી પથ્થર સાથે બાંધેલી હાલતમાં લાશ મળી આવતા સીટી પીઆઇ એસએમ જાડેજા સહિતનાઓએ દોડી જઇ લાશનો કબ્જો લઈ પીએમ માટે હોસ્પિટલે ખસેડી તપાસના ચક્રોગતિમાન કર્યા હતા.

gondal yuvan 2 ગોંડલ સૈનિક સોસાયટીના બે દિવસથી ગુમ યુવાનની લાશ મળી,  તીક્ષ્ણ હથિયારોના ઘા મારી રહેંસી નાખેલી હાલતમાં મળતા પોલીસે તપાસ શરૂ

અજયસિંહ ભાઈ-બહેનના પરિવારમાં માતા સાથે રહેતા હતા અને પિતાનું વર્ષો પહેલા અવસાન થયું હોય ઘરના આધાર સ્તંભ સમાન હતા, રવિવારના સાંજે સાત વાગ્યે 10 મિનિટમાં આવું છું તેવું કહી ઘરેથી નીકળ્યા હતા બાદમાં મોડે સુધી ઘરે ન આવતા પરિવારજનોએ શોધખોળ શરૂ કરી હતી બાદમાં પોલીસમાં ગુમસુધા ફરિયાદ પણ નોંધવામાં આવી હતી.

gondal yuvan 4 ગોંડલ સૈનિક સોસાયટીના બે દિવસથી ગુમ યુવાનની લાશ મળી,  તીક્ષ્ણ હથિયારોના ઘા મારી રહેંસી નાખેલી હાલતમાં મળતા પોલીસે તપાસ શરૂ

s 5 0 00 00 00 2 ગોંડલ સૈનિક સોસાયટીના બે દિવસથી ગુમ યુવાનની લાશ મળી,  તીક્ષ્ણ હથિયારોના ઘા મારી રહેંસી નાખેલી હાલતમાં મળતા પોલીસે તપાસ શરૂ