Gandhinagar News/ વીજળીનું બિલ ભરવાના દિવસે ગયા, સોલર પેનલ લગાવો અને કમાણી કરો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના ત્રણ દિવસની મુલાકાતમાં ગાંધીનગરના વાવોલની શાલિન-ટુ સોસાયટીમાં બંગલા પર લગાવાયેલી સોલર પેનલનું અવલોકન કર્યુ હતુ. તેમણે લાભાર્થીઓ સાથે વાતચીત પણ કરી હતી.

Gujarat Gandhinagar Breaking News
Beginners guide to 5 5 વીજળીનું બિલ ભરવાના દિવસે ગયા, સોલર પેનલ લગાવો અને કમાણી કરો

Gandhinagar News: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Modi)  ગુજરાતના ત્રણ દિવસની મુલાકાતમાં ગાંધીનગરના વાવોલની શાલિન-ટુ સોસાયટીમાં બંગલા પર લગાવાયેલી સોલર પેનલ (Solar Panel) નું અવલોકન કર્યુ હતુ. તેમણે લાભાર્થીઓ સાથે વાતચીત પણ કરી હતી. તેની સાથે તેમણે આ મુલાકાતમાં સોલર પેનલ લગાવનારા લાભાર્થીઓને આપવામાં સરકારી લાભ અંગે પૂછપરછ કરી હતી અને તેના કારણે તેમને થયેલા ફાયદા અંગે પણ જાણ્યું હતું.

ગુજરાતની સીઝનમાં જોઈએ તો વર્ષના આઠ મહિના તો 38 ડિગ્રી જેટલું સરેરાશ તાપમાન રહેતું હોય છે. ફક્ત ચોમાસાના બે મહિના અને શિયાળાના બે મહિના તાપમાન નીચે જાય છે. આને ધ્યાનમાં રાખતા ગુજરાત સોલર પેનલ લગાવવા માટે એકદમ યોગ્ય સ્થળ છે.

તેમા પણ સૂર્યઘર યોજના (PM Suryaghar Yojna) થકી તો હવે ગુજરાતીઓની બિલ ભરવાની ઝંઝટ જખતમ થઈ ગઈ છે. બિલ ભરવાનું તો બાજુએ રહ્યુ, સોલર પેનલ લગાડો અને વીજળી વેચી કમાણી કરવાનું શરૂ થયું છે. તેના હેઠળ મકાનો પર સોલર પેનલ લગાવવામાં રુફટોપ સોલર પોલિસી જાહેર કરવામાં આવી છે. તેના માટે પીએમ સૂર્યઘર યોજના હેઠળ સબસિડી પણ મળી રહી છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં લગભગ ત્રણ લાખથી વધુ ઘરો સોલર પેનલ લગાવી ચૂક્યા હોવાનું
મનાય છે.

વડાપ્રધાન પોતે સૂર્ય ઘર યોજનાના લાભાર્થીઓના ઘરે ગયા હતા. ગાંધીનગરના વાવોલની શાલિન-2 સોસાયટીમાં બંગલા પર લગાવેલી સોલાર પેનલનું અવલોકન કર્યું. આ સાથે તેમણે લાભાર્થીઓ સાથે પણ વાતચીત કરી હતી. તેમણે આ મુલાકાત દરમિયાન લાભાર્થીઓને આપવામાં આવતા લાભો વિશે પૂછપરછ કરી હતી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: સૌરાષ્ટ્ર-કચ્છમાં 1 લાખ લોકોનું સોલાર રુફટોપ માટે રજિસ્ટ્રેશન, જૂની સૂર્યઘર-નવી PM સૂર્યઘર યોજનાથી અઢી લાખ ઘરોમાં ફ્રી વીજળી

આ પણ વાંચો: ગુજરાતમાં સોલર-વિન્ડ એનર્જી પ્રોજેક્ટમાં રૂ. 2,500 કરોડનું રોકાણ અટવાયું

આ પણ વાંચો: યુનિફોર્મ સિવિલ કોડનું વચન, શૂન્ય વીજળી બિલની યોજના, સસ્તો રાંધણ ગેસ અને 3 કરોડ નવા મકાનો… ભાજપના ઠરાવ પત્રમાં લાભાર્થીઓ પર ફોકસ