ભારતની સ્વદેશી કોરોના રસીના પ્રથમ તબક્કાના ક્લિનિકલ ટ્રાયલના પરીણામની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. ભારત બાયોટેક અને ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (આઈસીએમઆર) દ્વારા બનાવવામાં આવેલી આ રસી એન્ટિ બોડીઝ બનાવવા માટે અસરકારક સાબિત થઈ રહી છે.
farmer protest / ખેડૂત આંદોલન : સિંધુ બોર્ડર પર બંદૂક મારી આ સંતે કરી આત્મહત્…
BBV152 ના વૈજ્ઞાનિક નામ સાથે આ રસીને 2 થી 8 ડિગ્રી તાપમાનમાં રાખવી પડે છે. આ જ કારણ છે કે દેશમાં આ રસીની આતુરતાથી રાહ જોવાઇ રહી છે. કારણ કે ફાઈઝર અથવા મોડર્નાની રસી માટે તાપમાન નિયંત્રણની વ્યવસ્થા કરવી એ એક પડકાર છે. ફાઇઝરની રસીને -70 ડિગ્રી પર સંગ્રહિત કરવી પડે છે, જ્યારે મોડર્નાની રસી -30 ડિગ્રી પર સંગ્રહિત થાય છે.
કચ્છ / કોટડા ચકારના ચકોર ખેડૂતો, જામફળની ખેતી કરી વિદેશમાં કરે છે ક…
ભારત બાયોટેકની આ રસીના પ્રથમ તબક્કાનું ક્લિનિકલ ટ્રાયલ સપ્ટેમ્બરમાં જ સમાપ્ત થઈ ગયું હતુ, જેનાં પરિણામો હવે જાહેર કરાયા છે. પીએમ મોદીએ ઈન્ડિયા બાયોટેક રસીની પ્રક્રિયાની જાણકારી પણ લીધી હતી. થોડા દિવસો પહેલા જ વડાપ્રધાને વૈજ્ઞાનિકો અને કંપનીના વરિષ્ઠ અધિકારીઓ પાસેથી કોવૈક્સિન વિશેની માહિતી મેળવી હતી.
Gujarat / પુન:શિખાઉ ડ્રાઈવિંગ લાયસન્સ મેળવવાની પ્રક્રિયા ફેસલેશ કરાઈ…
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…