Maharashtra News/ મુંબઈવાસીઓ માટે ગૂડ ન્યૂઝ; આજથી અંડરગ્રાઉન્ડ મેટ્રો સેવા શરૂ, કેટલા વાગે ઉપડશે ટ્રેન

શરૂઆતમાં મુસાફરોને QR કોડ સાથે પેપર ટિકિટ આપવામાં આવશે, જ્યારે NCMC કાર્ડ્સ ધીમે ધીમે સક્રિય કરવામાં આવશે.

Top Stories India Breaking News
Image 2024 10 07T080424.171 મુંબઈવાસીઓ માટે ગૂડ ન્યૂઝ; આજથી અંડરગ્રાઉન્ડ મેટ્રો સેવા શરૂ, કેટલા વાગે ઉપડશે ટ્રેન

Maharashtra News: મેટ્રો-3નો પ્રથમ તબક્કો (First phase of Metro-3) સામાન્ય મુસાફરો માટે સોમવાર એટલે કે આજથી શરૂ થશે. મુંબઈમાં (Mumbai) પ્રથમ વખત અંડરગ્રાઉન્ડ મેટ્રો (Underground Metro) સેવા ઉપલબ્ધ થશે. તે સામાન્ય મુસાફરો માટે સવારે 11 વાગ્યાથી કાર્યરત થશે. ભૂગર્ભની છેલ્લી મેટ્રો સેવા માત્ર સોમવાર માટે બપોરે 22.30 વાગ્યા સુધી રહેશે, જ્યારે મંગળવારથી તે સંપૂર્ણપણે નિયમિત સેવામાં સામેલ થઈ જશે. મેટ્રોની નિયમિત સેવા સોમવારથી શુક્રવાર સુધી સવારે 6.30 થી 22.30 સુધી ચાલશે. જ્યારે દર રવિવારે આ સેવા સવારે 8.30 થી 22.30 સુધી કાર્યરત રહેશે.

Aqua Line starts today: Details on Mumbai's 1st underground metro here |  India News - Business Standard

જાણો ભાડું અને સમયપત્રક

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે આરે અને BKC વચ્ચે મેટ્રોના પ્રથમ તબક્કાનું ઉદ્ઘાટન કર્યું હતું. 12.5 કિમીના રૂટ પર મેટ્રો સેવા શરૂ થવાથી આરેથી બીકેસી સુધીની મુસાફરી માત્ર 22.30 મિનિટમાં પૂર્ણ કરવી શક્ય બનશે. હાલમાં આ યાત્રા પૂર્ણ કરવામાં એક કલાક જેટલો સમય લાગે છે. મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખીને 12.5 કિલોમીટરના રૂટ પર 10 સ્ટેશન તૈયાર કરવામાં આવ્યા છે. સવારે 6.30 થી 10.30 વાગ્યા સુધી મુસાફરો માટે મેટ્રો સેવા ઉપલબ્ધ રહેશે. તે દરરોજ 96 ટ્રિપ્સનું સંચાલન કરશે. આરે અને BKC વચ્ચે મુસાફરોએ 10 થી 50 રૂપિયા ખર્ચવા પડશે.

NDTV Takes Metro Ride: First Look Of Mumbai's First Underground Metro

મેટ્રો આ રૂટ પર દરરોજ 96 ટ્રીપ કરશે

MMRCL અધિકારીઓ અપેક્ષા રાખે છે કે આઠ કોચવાળી દરેક ટ્રેન 2,500 મુસાફરોને લઈ જશે, જ્યારે બે મેટ્રો ટ્રેન વચ્ચે મુસાફરીનો સમય 6.40 મિનિટનો રહેશે. મેટ્રો અધિકારીઓના જણાવ્યા અનુસાર, શરૂઆતમાં મુસાફરોને QR કોડ સાથે પેપર ટિકિટ આપવામાં આવશે, જ્યારે NCMC કાર્ડ્સ ધીમે ધીમે સક્રિય કરવામાં આવશે.

Mumbai Metro-3 To Run From Tomorrow Check Fares, Timings, Stations Of  City's 1st Underground Metro | Times Now


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃપીએમ મોદીએ અમદાવાદ-ગાંધીનગર મેટ્રોનું કર્યું લોકાર્પણ

આ પણ વાંચોઃનમો સ્ટેડિયમથી ગિફ્ટ સિટી જવા માટે મેટ્રોનું ટાઈમટેબલ જાહેર

આ પણ વાંચોઃવંદે ભારત મેટ્રો હવેથી નમો રેપિડ રેલવે નામે ઓળખાશે