આયુષી યાજ્ઞિક, મંતવ્ય ન્યુઝ-અમદાવાદ
આગામી લગ્નસરાની મોસમ પર પણ કોરોનાનો સેકેન્ડ વેવ અપશુકનિયાળ બનીને ત્રાટકી રહ્યો છે. લગ્ન પ્રસંગો સાથે સંકળાયેલા લોકોના વેપાર-ધંધાને મોટો ફટકો પડ્યો છે. કહી શકાય કે ઇવેન્ટ ઇન્ડસ્ટ્રી સંપૂર્ણ રીતે પડી ભાંગી છે.
• હોળાષ્ટક બાદના લગ્નો પાછા ઠેલાયા
• ક્યાંક ગરબા મોકૂફસ,તો ક્યાંક રિસેપ્શન
• વેક્સિન તેજ, તો સંક્રમણ પણ પકડી ગતિ
• કોરોનાથી ઇવેન્ટ ઇન્ડસ્ટ્રીને કરોડોનું નુકસાન
કોરોના કાળમાં અનેક લોકોના ધંધા-રોજગારને મોટી અસર પડી છે. કેટલાંકના ધંધા પડી ભાંગ્યા છે તો , કેટલાંક પોતાના વેપારનાં અસ્તિત્વને ટકાવી રાખવા માટે જજુમી રહ્યાં છે. તહેવારો અને શુભ પ્રસંગો સાથે જોડાયેલાં વ્યવસાયીઓને તો રિતસર મોટો ફટકો પડ્યો છે. જેમાંથી ઈવેન્ટ ઈન્ડસ્ટ્રી પણ બાકાત રહી નથી. અમદાવાદ શહેરના ડેકોરેટર્સ અને ઇવેન્ટ ઓર્ગેનાઇઝરોનું માનીયે તો લોકડાઉન અને અનલોક બાદ મંડપ વ્યાવસાયકારોની આર્થિક હાલત કફોડી બની છે.
• સેકેંડ વેવે ફરી અટકાવ્યા અનેક પ્રસંગો
• રાત્રી કર્ફયૂથી અટક્યા રીસેપ્શનો
• મંડપ ડેકોરેટર્સ, મેકઅપ આર્ટિસ્ટના ઓર્ડરો થયાં કેન્સલ
• ઇવેન્ટ ઓર્ગેનાઈઝરોની ઇવેન્ટ થઇ કેન્સલ
• બેન્ડબાજા આર્ટિસ્ટની છીનવાઈ રોજગારી
• લગ્ન પ્રસંગો સાથે સંકળાયેલા લોકો થયાં બેરોજગાર
સમગ્ર રાજયમાં લગ્નપ્રસંગના વ્યવસાય સાથે સંકળાયેલા લગભગ 6 હજાર લોકોની રોજગારી સામે હવે સવાલ ઉભા થયા છે. આ સંજોગામાં લોકો શુભ પ્રસંગો પાછા ઠેલી રહ્યા છે. તો જે લોકો આ સમયમાં પ્રસંગો યોજી રહ્યાં છે તે પણ કેટલીક મર્યાદા જાળવી રહ્યાં છે.