Mumbai News : પાલઘર યાર્ડ ખાતે પોઈન્ટ નંબર 117/118 પર માલગાડીના વેગન પાટા પરથી ઉતરી ગયા હતાં. લગભગ 5થી વધુ વેગન પલટી મારી જતા મુંબઈ-સુરત-અમદાવાદ સેક્શનની લાઈનને અસર થઈ છે. જેથી ચાર જેટલી ટ્રેન રદ્દ કરી દેવામાં આવી છે. મંગળવારે સાંજે 17.08 કલાકે પાલઘર યાર્ડ ખાતે પોઈન્ટ નંબર 117/118 પર માલગાડીના વેગન પાટા પરથી ઉતરી ગયા હતાં. લગભગ 5 થી વધુ વેગન પલટી મારી જતા મુંબઈ – સુરત સેક્શનની લાઇનને અસર થઈ છે.
આ ઘટના પગલે મુંબઈ-સુરત-અમદાવાદ વચ્ચે 4 ટ્રેનને રદ કરી દેવામાં આવી છે. વિરાર દહાણુ, દહાણુ રોડ બોરીવલી, બોરીવલી વલસાડ અને સંજાણ વિરાર ટ્રેન રદ કરી દેવાઈ છે. જ્યારે 7 ટ્રેનને ટુંકાવી દેવાઈ હતી અને 3 ટ્રેનને સુરત-ઉધના-જલગાંવ-કલ્યાણના રૂટથી આગળ વધારાઈ હતી.
આ પણ વાંચો: ઈરાન પરમાણુ બોમ્બ બનાવવાની અણીએ, ઈબ્રાહીમ રાયસીની નીતિને આગળ ધપાવશે
આ પણ વાંચો: બાબા વાંગાની ભવિષ્યવાણીઓ સાચી પડી તો વિશ્વમાં મચી જશે હાહાકાર
આ પણ વાંચો: પૃથ્વી અને શુક્રની વચ્ચે પણ રહેવા જેવી જગ્યા છે! NASAએ કરી શોધ