દેશ-દુનિયામાં ચાલી રહેલી અને સતત ફેલાતી રહેલી આ કોરોનાની બીમારીને કારણે દરેક દેશોએ ચાઈના સામે લાલ આંખ બતાવી છે. અને સાથે સાથે ચાઈના સાથે લાગતી-વળગતી પ્રોડક્ટો અને ઍપ્લિકેશનોને પણ લાલ ઝંડી બતાવી બોયકોટ કરી છે. ત્યારે દરેક દેશોએ હવે સ્વનિર્ભર બનવા માટેના પ્રયાસો શરૂ કરી દીધા છે. એવામાં Googleએ આખરે નવો Pixel 4a સ્માર્ટફોન લૉન્ચ કરી દીધો છે. ગૂગલે ટોટલ ત્રણ સ્માર્ટ ફોન્સના લૉન્ચિંગની જાહેરાત કરી દીધી છે. Pixel 4a ને ઑફિશિયલી લૉન્ચ કરવામાં આવ્યો છે. જ્યારે Pixel 5 અને Pixel 4a 5Gનું ટીઝર લૉન્ચ કરવામાં આવ્યું છે. જોકે હાલમાં માર્કેટમાં ફક્ત Pixel 4a જ મળશે. કંપનીનું કહેવું છે કે ,Pixel 4a 5G, Pixel 5Gને સેપ્ટેમ્બરથી નવેમ્બરની વચ્ચે લોન્ચ કરવામાં આવશે. જોકે ,તેની કિંમતની જાહેરાત થઇ ગઇ છે.
કોરોના વાયરસને કારણે કંપનીએ Google I/O કેન્સલ કરી દીધુ અને તેને કારણે Pixel 4a લૉન્ચિંગ ટળી હતી. હાલમાં આ ફોન ફક્ત અમેરિકામાં જ લોન્ચ કરવામાં આવ્યો છે. અમેરિકામાં Pixel 4aની પ્રી ઓર્ડર બૂકિંગ શરૂ થઇ ગઇ છે. ફોનનું વેંચાણ 20 ઓગસ્ટથી શરૂ થશે.
આ પણ વાંચો- હવેથી માસ્ક ન પહેરનારને રૂ.500નો દંડ, માત્ર 2 રૂ.માં મળશે અમૂલ પાર્લર પરથી માસ્ક
ફોનનાં ભાવની વાત કરીએ તો… Pixel 4aનો ભાવ 349 ડોલર અને Pixel 4a 5gનો ભાવ 499 ડોલર રાખવામાં આવ્યો છે. Pixel 4aમાં 6GB રેમ અને 128GB સ્ટોરેજ વેરિએન્ટમાં લૉન્ચ કરવામાં આવ્યો છે. ઑક્ટોબરમાં ભારતમાં આ ફોનનું વેચાણ થશે. જે ફ્લિપકાર્ટ પર ઉપલબ્ધ હશે. ફોન જેટબ્લેક કલર વેરિએન્ટમાં લોન્ચ કરવામાં આવશે. ફોનમાં રેરમાં ફિંગરપ્રિન્ટ સ્કેનર છે. આ સ્માર્ટફોન એન્ડ્રોઇડ 10થી ચાલે છે, પણ તેમાં ટૂંક સમયમાં Android 11 અપડેટ કરવામાં આવશે.
ફોનનાં સ્પેસિફિકેશનની વાત કરીએ તો તે 5.81 ઇંચ ફૂલ HD ઓલૅડ ડિસ્પ્લે આપવામાં આવી છે. સેલ્ફી માટે પંચહોલ કેમેરા છે. આ સ્માર્ટફોન Qualcomm Sndapdragon 730G પર કામ કરે છે. કંપનીએ ઓન ડિવાસ સિક્યોરિટી માટે Titanium M Security Module.
આ પણ વાંચો- સુસાઈડના 1 અઠવાડિયા પહેલાથી સુશાંત ઈન્ટરનેટ પર સતત સર્ચ કરતો આ 3 ચીજ
આ પણ વાંચો- પેટમાં ગૅસ થવાના આ 5 કારણો છે, આજે જ બદલો આ આદત…
ફોનમાં 12 મેગેપિક્સલનો સિંગલ રેર કેમેરો છે. અને ફ્લેશ LED લાઇટ છે. કેમેરા MDR 10+ ને સપોર્ટ કરે છે કેમેરામાં ઓપ્ટિકલ ઇમેજ, સ્ટેબલાઇઝેશન જેવાં ફિચર્સ પણ છે. સેલ્ફી માટે સ્માર્ટફોનમાં 8 મેગાપિકનો ફ્રન્ટ કેમેરો છે. નાઇટ ફોટોગ્રાફી માટે તેમાં બીજા તમામ પિક્સલ સ્માર્ટફોન્સની જેમ નાઇટ સાઇટ આપવામાં આવી છે. કેમેરામાં ઘણાં ફીચર્સ છે જેને ટોપ શોટ, ફ્યૂઝ્ડ વીડિયો સ્ટેબલાઇઝેશન જેવાં ફિચર્સ છે.
આ સ્માર્ટફોનમાં 128GBની ઇન્ટરનલ સ્ટોરેજ આપવામાં આવ્યો છે. તેમાં માઇક્રો એસડી કાર્ડનો સ્લોટ નથી. કનેક્ટિવિટી માટે આ ફોનમાં USB Type C, NFC, GPS, Bluetooth v5.0 અને 4G LTE સપોર્ટ આપવામાં આવ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.