USA News/ ગૂગલને અમેરિકાની કેલિફોર્નિયા કોર્ટ દ્વારા ₹2689 કરોડનો દંડ, પરવાનગી વગર એન્ડ્રોઇડ યુઝર્સના ડેટા કલેક્ટ કરતી હતી કંપની

કેલિફોર્નિયાના કાયદા અનુસાર યુઝરના સેલ્યુલર ડેટા પર તેનો હક હોય છે

Top Stories World
Beginners guide to 2025 07 06T182933.891 ગૂગલને અમેરિકાની કેલિફોર્નિયા કોર્ટ દ્વારા ₹2689 કરોડનો દંડ, પરવાનગી વગર એન્ડ્રોઇડ યુઝર્સના ડેટા કલેક્ટ કરતી હતી કંપની

Usa News : ગૂગલને અમેરિકાની કેલિફોર્નિયા કોર્ટ દ્વારા ખૂબ જ મોટો દંડ ફટકારવામાં આવ્યો છે. ગૂગલ દ્વારા એન્ડ્રોઇડ યુઝર્સના ડેટા કલેક્ટ કરવામાં આવી રહ્યા હોવાથી તેમના પર કેસ કરવામાં આવ્યો હતો. ઘણી ટેક કંપનીઓ પર ડેટા કલેક્ટ કરવાનો આરોપ મૂકવામાં આવે છે. તેમને ઘણીવાર દંડ પણ ફટકારવામાં આવે છે. આ કંપનીઓમાં ગૂગલ, ઍપલ અને મેટાનો મુખ્ય રૂપે સમાવેશ થાય છે.

ગૂગલ પર 2019માં ક્લાસ-ઍક્શન કેસ ફાઈલ કરવામાં આવ્યો હતો. યુઝર્સ મોબાઇલનો ઉપયોગ ન કરી રહ્યા હોય તો પણ ગૂગલ દ્વારા તેમના ડેટા કલેક્ટ કરવામાં આવતા હોવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. યુઝરના ડેટાને કલેક્ટ કરી તેમને ઍડ્સ મોકલવામાં આવે છે. આ કેસમાં એ પણ કહેવામાં આવ્યું હતું કે ગૂગલ દ્વારા યુઝરના સેલ્યુલર ડેટાનો પણ ઉપયોગ કરવામાં આવતો હતો. આ માટે યુઝર પાસેથી કોઈ પરવાનગી પણ લેવામાં નહોતી આવી.

કેલિફોર્નિયાના કાયદા અનુસાર યુઝરના સેલ્યુલર ડેટા પર તેનો હક હોય છે. ગૂગલ યુઝરની પરવાનગી વગર ડેટા કલેક્ટ કરે છે અને સેલ્યુલર ડેટાનો ઉપયોગ કરે છે. આ તેઓ 2016થી કરતા આવ્યા છે. આથી પ્રાઇવસીનો ભંગ કરવામાં આવ્યો હોવાથી દંડ કરવામાં આવ્યો છે. કોર્ટ દ્વારા ગૂગલની આ પ્રેક્ટિસને ગેરકાયદેસર ગણવામાં આવી છે.

ગૂગલે આ વિશે કહ્યું કે તેઓ આ નિર્ણય સામે ફરી અપીલ કરશે. ગૂગલના પ્રવક્તા હો

ઝે કેસ્ટાનેડાએ કહ્યું કે ‘એન્ડ્રોઇડની જે સૌથી મહત્વની સર્વિસ છે જે સિક્યોરિટી અને પર્ફોર્મન્સને ધ્યાનમાં રાખે છે એને સમજવામાં નથી આવી. ગૂગલે કોર્ટમાં કહ્યું હતું કે આ ડેટા ટ્રાન્સફરથી યુઝર્સને કોઈ નુકસાન નથી થઈ રહ્યું. તેમ જ કંપનીની ટર્મ્સ ઓફ સર્વિસ અને પ્રાઇવસી પોલિસીનો સ્વીકાર કરતાં યુઝરે કંપનીને એ સત્તા આપી છે.’

ગૂગલ સામે બે કેસ કરવામાં આવ્યા હતા. આ પહેલો કેસ છે. બીજો કેસ સેન હોઝેની ફેડરલ કોર્ટમાં કરવામાં આવ્યો છે. તેમાં 49 સ્ટેટ્સના એન્ડ્રોઇડ યુઝર્સનો સમાવેશ થાય છે. આ કેસની હિયરીંગ એપ્રિલ 2026માં શરૂ કરવામાં આવશે. બીજી તરફ, ગૂગલ આ મહિનામાં તેના કેટલાક કર્મચારીઓને છૂટા કરવાનું પ્લાનિંગ કરી રહ્યું હોય તેવી ચર્ચા છે. ગૂગલે આ વર્ષની શરૂઆતમાં પણ કેટલાક કર્મચારીઓને છૂટા કર્યા હતા.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:એલોન મસ્કે નવા રાજકીય પક્ષની રચનાની જાહેરાત કરી, હવે તેઓ અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પને સીધી સ્પર્ધા આપશે

આ પણ વાંચો:‘તમારી દુકાન બંધ કરો અને દક્ષિણ આફ્રિકા પાછા જાઓ’, ટ્રમ્પે એલોન મસ્કને ધમકી આપી

આ પણ વાંચો:એલોન મસ્ક યુએસએના રાષ્ટ્રપતિ નથી બની શકતા, જાણો કેમ?