ગૂગલ પોતાના યુઝર્સની સુરક્ષા માટે આ પગલું ભરવા જઈ રહ્યું છે. કંપનીએ વપરાશકર્તાઓને તેમના સ્માર્ટફોન એન્ડ્રોઇડ 2.3.7 અથવા જુના સંસ્કરણ પર ચાલતા હોય તો સ્માર્ટફોન અપડેટ કરવાનું કહ્યું.
કંપનીએ ગૂગલની ઘણી પ્રોડક્ટ્સ જેમ કે મેપ્સ, જીમેલ અને યુટ્યુબને લઇ યુઝર્સને આંચકો આપ્યો છે. વાસ્તવમાં, ગૂગલે જૂના સ્માર્ટફોનમાંથી આ એપ્સનો સપોર્ટ બંધ કરી દીધો છે. આ પછી, ગૂગલની આ એપ્સ હવે જૂના એન્ડ્રોઇડ વર્ઝન પર ચાલતા સ્માર્ટફોનમાં કામ કરશે નહીં. શું તમારો સ્માર્ટફોન આ યાદીમાં ક્યાંક છે? ચાલો આ યાદી પર એક નજર કરીએ.
આ સ્માર્ટફોન્સમાં આ એપ્સ નહીં ચાલે
ગૂગલના જણાવ્યા અનુસાર, એન્ડ્રોઇડ 2.3.7 અથવા તેનાથી ઓછા વર્ઝન પર કામ કરતા સ્માર્ટફોન યુઝર્સ ગૂગલની ઘણી એપ્સનો ઉપયોગ કરી શકશે નહીં. આ એન્ડ્રોઇડ વર્ઝન ઘણું જૂનું છે અને તે વર્ષ 2010 માં રિલીઝ થયું હતું. કંપનીના જણાવ્યા અનુસાર, 27 સપ્ટેમ્બર, 2021 થી, Gmail, મેપ્સ, YouTube, વિગેરે Android 2.3.7 અથવા તેનાથી ઓછા સંસ્કરણો પર નહીં ચાલે. જો કોઈ તેમને સાઇન-ઇન કરે છે, તો તેમની સામે ERROR લખેલું આવશે.
સલામતી માટે લેવામાં આવેલા પગલાં
ગૂગલ પોતાના યુઝર્સની સુરક્ષા માટે આ પગલું ભરવા જઈ રહ્યું છે. કંપનીએ વપરાશકર્તાઓને કહ્યું કે જો તેમના સ્માર્ટફોન એન્ડ્રોઇડ 2.3.7 અથવા તેનાથી ઓછા સંસ્કરણો પર ચાલે છે, તો આવા વપરાશકર્તાઓએ તેમના સ્માર્ટફોનને એન્ડ્રોઇડ 3.0 અથવા તેનાથી ઉપરનાં વર્ઝનમાં અપડેટ કરવા જોઈએ, જેથી તેઓ સરળતાથી ગૂગલની એપ્સનો ઉપયોગ કરી શકે.
આ રહી યાદી
જીમેલ, ગૂગલ મેપ્સ અને યુટ્યુબ એપ્સ હવે સોની એક્સપિરીયા એડવાન્સ, સોની એક્સપિરીયા ગો, સોની એક્સપિરીયા પી, સોની એક્સપીરીયા એસ, લેનોવો કે 800, વોડાફોન સ્માર્ટ II, સેમસંગ ગેલેક્સી એસ 2 અને એલજી સ્પેક્ટ્રમ સ્માર્ટફોન્સ પર ગૂગલનો સપોર્ટ સમાપ્ત થયા પછી કામ કરશે નહીં. ઉપરાંત, કંપનીએ એલજી પ્રાડા 3.0, એચટીસી વેલોસિટી, એચટીસી ઇવો 4 જી, મોટોરોલા ફાયર અને મોટોરોલા એક્સટી 532 સ્માર્ટફોન માટે સપોર્ટ બંધ કરી દીધો છે.
Technology / વિશ્વનું સૌથી ઝડપી ઇલેક્ટ્રિક કાર ચાર્જર લોન્ચ, ત્રણ મિનિટમાં આપશે 100 કિમીની રેન્જ
Technology / YouTube રસી વિશે ખોટી માહિતી ધરાવતા તમામ વીડિયો કરશે દૂર, ચેનલ પર પણ પ્રતિબંધ મુકવામાં આવશે