ઉત્તરપ્રદેશ/ ગોરખપુરમાં “યોગી  કોર્પોરેશન ગ્રુપ ઓફ ઈન્ડિયા ”દ્વારા કરવામાં આવ્યું ફ્રોડ

ઉત્તરપ્રદેશના ગોરખપુરમાં સી. એમ યોગી આદિત્યનાથના નામ પર ઠગાઈ કરવાના આરોપ પર બે ગુનેગારની ધરપકડ કરવામાં આવી

Top Stories India
યોગી 

યુપીના ગોરખપુરમાં પોલીસે બે છેતરપિંડી કરનારાઓની ધરપકડ કરી છે. પકડાયેલા બંને આરોપી નકલી સંસ્થાઓ બનાવીને લોકોને છેતરતા હતા. જેમાં ભાજપની એક મહિલા તેમની જાળમાં ફસાઈ ગઈ.  પકડાયેલા આરોપીનું નામ હર્ષ ચૌહાણ અને કેદારનાથ અગ્રહરિ છે. તપાસમાં જાણવા મળ્યું હતું કે આ બંને નકલી ઓળખ કાર્ડ બનાવીને લોકોને છેતરતા હતા. તેઓએ ‘યોગી કોર્પોરેશન ગ્રુપ ઓફ ઈન્ડિયા’ નામની નકલી સંસ્થા બનાવી હતી.

આ બંને નકલી સંગઠનો બનાવીને ગોરખનાથ મંદિરની નજીક બનીને યુપી સહિત દેશના વિવિધ ભાગોમાં છેતરપિંડી આચરતા હતા. તેઓ પોતાના નામની આગળ યોગી ઉમેરીને લોકોને ગેરમાર્ગે દોરે છે. તેમજ આરોપીએ હાલમાં કાનપુરમાં રહેતી એક મહિલા સાથે ઠગાઇ કરી હતી અને આ મહિલા બીજેપી સાથે સંકળાયેલ છે.

મહિલાને વોટ્સએપમાં એક લિંક મળે છે જેના દ્વારા તે મહિલા “યોગી  કોર્પોરેશન ગ્રુપ ઓફ ઈન્ડિયા” માં જોડાઈ. થોડા દિવસ પછી આરોપી મહિલાનો સંપર્ક કરે છે અને કાનપુર શહેરના ઇનચાર્જ કહીને તેમની પાસેથી આધાર કાર્ડ ,ફોટો અને પૈસાની માંગણી  કરે છે.મહિલા ભરોસો કરી માંગેલી વસ્તુ મોકલી આપે છે.પરંતુ બાદમાં તેણીને ખબર પડી કે તે છેતરપિંડીનો શિકાર બની છે. ક્યારેક સંસ્થાની સદસ્યતા મેળવવાના નામે તો ક્યારેક સત્તાવાર કે કાર્ડ બનાવવાના નામે સોશિયલ મીડિયા દ્વારા લોકોને ગેરમાર્ગે દોરી પૈસા પડાવતો હતો.  હાલમાં પોલીસ આ ઘટના પર તપાસ કરી રહી છે.


whatsapp ad White Font big size 2 4 ગોરખપુરમાં “યોગી  કોર્પોરેશન ગ્રુપ ઓફ ઈન્ડિયા ”દ્વારા કરવામાં આવ્યું ફ્રોડ


આ પણ વાંચો:સાબરમતી જેલમાંથી પકડાયો ગાંજો, પાકા કામના કેદી પાસેથી ઝડપાઈ 25 પડીકી

આ પણ વાંચો:થર્ટી ફર્સ્ટ નજીક આવતા બુટલેગરો બેફામ, 12,52,600ના મુદ્દામાલ સાથે એક ઈસમની ધરપક્ડ

આ પણ વાંચો:કાંકરેજના વરસડા ગામે ભ્રષ્ટાચારની તપાસર અર્થે પહોંચી જિલ્લા વિકાસ અધિકારીની ટીમ!

આ પણ વાંચો:‘પત્નીને માત્ર સપ્તાહના અંતે મળે છે’, નિયમિત શારીરિક સંબંધોના અધિકાર માટે હાઈકોર્ટમાં અપીલ