Sabarkantha News/ સાબરકાંઠામાં સરકારી સાયકલો ખાય છે ધૂળ, વિદ્યાર્થીનીઓ વંચિત

સરકાર દ્વારા તાત્કાલીક ધોરણે સાયકલોનું વિતરણ કરવું જોઈએ

Top Stories Gujarat Others Breaking News
Purple white business profile presentation 2024 11 09T154629.607 સાબરકાંઠામાં સરકારી સાયકલો ખાય છે ધૂળ, વિદ્યાર્થીનીઓ વંચિત

Sabarkantha News: ગુજરાત રાજ્ય સરકાર દ્વારા બે કરોડથી વધારેલી સાયકલો દોઢ વર્ષથી સાબરકાંઠાના વિજયનગર ઇડર પ્રાંતિજ સહિતના વિસ્તારોમાં ધૂળ ખાઈ રહી છે જોકે વિતરણના અભાવે એક તરફ વિદ્યાર્થીઓ પારાવાર મુશ્કેલી ભોગવી રહ્યા છે તો બીજી તરફ બે કરોડથી વધારેની રકમથી ખરીદાયેલી સાઇકલો આજે પણ દીનપ્રતિદિન ભંગાર બની રહી છે ત્યારે ડિજિટલ ભારત થકી છેવાડાના વ્યક્તિને સુવિધા આપવાના નામે સામાન્ય વિતરણ વ્યવસ્થા ન કરી શકનારા તંત્ર સામે સવાલો ઊભા થયા છે ડિજિટલ ગુજરાતનું એવું દ્રશ્ય કે જે જોઈને કોઈપણ ગુજરાતીને વહીવટી તંત્ર પ્રત્યે સુગ ચડે તો નવાઈ નહી.

WhatsApp Image 2024 11 09 at 15.52.11 2 સાબરકાંઠામાં સરકારી સાયકલો ખાય છે ધૂળ, વિદ્યાર્થીનીઓ વંચિત

બેટી બચાવો બેટી વધાવો તેમજ દીકરીઓના અભ્યાસ માટે ગુજરાત સરકાર દ્વારા ધોરણ આઠ પાસ કરતા ની સાથે જ ગરીબ કલ્યાણ મેળા તેમજ પ્રવેશોત્સવ નિમિત્તે સાયકલ આપવામાં આવતી હોય છે સાયકલ આપવાના પગલે ખાસ કરીને વિદ્યાર્થીઓ નો ડ્રોપ આઉટ રેસીયો ઘટે તેમ જ માધ્યમિક શિક્ષણ સંપૂર્ણપણે લઈ શકે તે માટે ગુજરાત સરકાર દ્વારા આ વ્યવસ્થા કરાઈ છે સાથોસાથ ઘરથી નજીકની સ્કૂલમાં જવા માટે સરળતા પડે તે માટે સાયકલ અપાતી હોય છે જોકે 2023 24 માટે સાબરકાંઠા જિલ્લામાં અંદાજિત 5,000 થી વધારે સાયકલો આજે પણ ખુલ્લામાં ધોળ ખાઈ રહી છે એક તરફ 50 ઇંચ થી વધારે વરસાદ ખુલ્લામાં રહેલી સાયકલો ઉપર ખાબકતા તમામ સાયકલો ભંગાર બની ચૂકી છે.

WhatsApp Image 2024 11 09 at 15.52.11 1 સાબરકાંઠામાં સરકારી સાયકલો ખાય છે ધૂળ, વિદ્યાર્થીનીઓ વંચિત

ગુજરાત સરકાર દ્વારા ગુજરાતના 30થી વધારે જિલ્લાઓમાં કરોડો રૂપિયાની સાયકલો દૂર ખાઈ રહી છે જેમાં સાબરકાંઠા જિલ્લાની વાત કરાય તો જિલ્લામાં 5300 જેટલી સાયકલો આજે પણ કોઈપણ પ્રકારની સુરક્ષા વિના ખુલ્લામાં પડી રહેલી છે આદિજાતિ કલ્યાણ વિભાગની શાળાના મેદાનમાં તમામ સાયકલો છેલ્લા કેટલાય સમયથી મૂકી રાખવામાં આવી છે જોકે એક તરફ સાબરકાંઠા જિલ્લામાં સતત વરસાદના પગલે મોટાભાગના વિસ્તારોમાં સાયકલોથી પણ ઘાસ વધી ચૂક્યું છે તેમજ સતત વરસાદના પગલે તમામ સાયકલો ભંગાર બની રહી છે ત્યારે દીકરીઓના અભ્યાસમાં સરળતા માટે આપવામાં આવતી સાયકલો યથાવત સ્વરૂપે પડી રહેતા હવે સ્થાનિક અરજદારો માં પણ ભારે રોષ આપ્યો છે આ અંગે કેટલીય રજૂઆતો કરાઈ હોવા છતાં સામાન્ય વિતરણ વ્યવસ્થા ન કરાઈ શકવાના પગલી કરોડો રૂપિયા પાણીમાં જઈ રહ્યા છે.

WhatsApp Image 2024 11 09 at 15.52.11 સાબરકાંઠામાં સરકારી સાયકલો ખાય છે ધૂળ, વિદ્યાર્થીનીઓ વંચિત

બીજી તરફ હજારો વિદ્યાર્થીઓ આજે પણ રજરપાટ કરવા મજબૂર બન્યા છે છતાં કોઈપણ પ્રકારની કાર્યવાહી વિના માત્ર કાગળ ઉપર સબ સલામત હેના નારા લાગી રહ્યા છે જે કેટલાક સાચા છે એ તો દ્રશ્યમાં દેખાતા હજારો સાઇકલોના ઢગલા થી જ ખબર પડે છે છતાં જોકે સાબરકાંઠા જિલ્લામાં બે કરોડથી વધારે ની સાયકલ દિન પ્રતિદિન ભંગાર બની રહી હોવા છતાં સરકારી અમલદારો સહિત કોઈ પણ વ્યક્તિના પેટનું પાણી હાલતું નથી ત્યારે વિકસિત ગુજરાત મામલે છેવાડાના વ્યક્તિનો કેટલો વિકાસ થઈ રહ્યો છે એ તો સમય જ બતાવશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:મહેસાણામાં નવી નક્કોર સરકારી સાયકલો ભંગારમાં વેચાઇ

આ પણ વાંચો:લાંભામાં પાંચ હજાર સરકારી સાયકલ ભંગારને આરે, વિદ્યાર્થીઓને સાયકલ ન મળી

આ પણ વાંચો:વિદ્યાર્થીનીઓને આપવામાં આવનારી સાઇકલો ધૂળ ખાઈ રહી છે