‘ખેડૂત-ખેતી બચાવો’ : કોંગ્રેસ પક્ષ દ્વારા જનસંપર્ક અભિયાનના ભાગરૂપે ભાજપ સરકારની નિષ્ફળતાને ઉજાગર કરવા ‘ખેડૂત-ખેતી બચાવો’ અભિયાનમાં જુનાગઢ ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, ખેડૂત આર્થિક રીતે પાયમાલ થયા છે. આત્મહત્યા કરવા માટે મજબુર બન્યા છે. જ્યારે જ્યારે ચૂંટણીઓ આવે ત્યારે ખેડૂતો માટે મોટા વાયદાઓ – વચનો આપવાવાળી આ ભાજપ સરકાર અને એના શાસકો આજે જ્યારે ખેડૂત દેવાદાર બન્યો છે ત્યારે એને મદદ કરવાને બદલે એના માનિતા ઉદ્યોગપતિઓ પાછળ સરકાર તિજોરીઓ લુટાવી રહ્યાં છે. માનિતા ઉદ્યોગપતિઓ માટે ૩૦ લાખ કરોડ રૂપિયાના દેવા અને એના કરની રાહતમાં માફી આપવામાં આવે અને ખેડૂતોનુ દેવુ માફ કરવાની વાત આવે તો સરકાર કહે છે અમારી પાસે પૈસા નથી. ૨૦૨૨માં ખેડૂતોની આવક બમણી થશે. એવા સ્વપ્ન બતાવવાવાળી સરકાર આજે ખેડૂતોને પાક વિમો, સસ્તુ ખાતર અને બિયારણ, સિંચાઈની વ્યવસ્થા નથી આપતા.
ખેડૂતોના હક્કના પૈસા છે જેવા કે સાઈક્લોન કે અન્ય કુદરતી આફતોમાં નુકસાની થઈ છે તેનુ વળતર સમયસર નથી આપવામાં આવતુ. હંમેશા એને સ્વપ્ન બતાવી, વાયદા કરી ભ્રમિત કરીને ચૂંટણીઓમાં લાભ લે છે. આજે ખેડૂતો જાગ્યા છે. સરકાર ખેડૂતોને મદદ કરવાને બદલે, એના દેવા માફ કરવાને બદલે, એની સમૃધ્ધિ માટે કોઈ યોજનાઓ લાવવાને બદલે આજે ઉત્સવો – તાયફાઓ પાછળ પ્રજાના ટેક્ષના પરસેવાના પૈસાનો બગાડ કરી રહી છે.
‘ખેડૂત-ખેતી બચાવો’ : આજે ખેડૂત બચાવો – ખેતી બચાવો ના નારા સાથે ત્રણ કાળા કાયદાઓનો વિરોધ કરીએ છીએ. ખેડૂતોના દેવા માફ થાય, પાક વિમા અને કુદરતી આફતોમાં થયેલા નુકસાનની તાત્કાલીક ચુકવણી થાય તેની માંગ કરીએ છીએ અને તમામ રીતે નિષ્ફળ ગયેલી આ સરકારને વખોડી કાઢીએ છીએ એના જ ભાગ સ્વરૂપે આપ સૌએ જોયુ કે ખેડૂતો દ્વારા જે ભાજપના વચનોરૂપી જે ગુબ્બારાઓ હતા એને આજે પ્રજા સમક્ષ રજુ કરીને ગુબ્બારાઓ ફુટી ગયા છે. ખેડૂતો હવે સાચી હકિકતો જાણી ગયા છે. એ વાતનો ઉજાગર કર્યો છે ડીઝલ મોંઘુ થવાને કારણે ખેડૂતો આજે ટ્રેક્ટર ચલાવી નથી શકતા ત્યારે કિસાન સન્માન દિવસની ઉજવણી કરી સરકાર લાજવાને બદલે ગાજી રહી છે. શરમ કરો સરકાર ભાજપના રાજમાં ખેડુતોને દરેક પાકનાં મોંઘવારી મૂજબ ભાવ ન મળતાં ખેડુતો પાયમાલ અને દેવાદાર બન્યા છે. ખેતી ખોટ નો ધંધો બની છે ખેતી કરવા કોઈ રાજી નથી તેવી હાલત પેદા કરી છે. ખેડુતોની દશા અને દિશા ખરાબ થઈ છે.
ખુબ લાંબા સમયથી જે ગુબ્બારાઓ બતાવેલા છે, આ ગુબ્બારાઓ આપણે ઘણા વર્ષોથી જોઈએ છીએ અને એમના ભાષણો પણ ઘણા સમયથી સાંભળીએ છીએ. પહેલા શરૂ શરૂમાં ભાષણો સાંભળી અને લોકો ખુશ પણ થઈ જતા હતા, લાગણીમાં આવીને લોકોએ કમળનું બટન પણ દબાવતા હતા, અને હવે તેમના ભાષણો સાંભળી સાંભળી લોકોને અને ખાસ કરીને ખેડૂતો રાહ જુવે છે કે પાછા ક્યારે આવે પાછો વારો ક્યારે આવે બટન દબાવવાનો તો આ ગુબ્બારાને ખરા અર્થમાં ફોડવા છે. અત્યારનો સમય ખુબ જટીલ અને નિર્ણાયક સમય છે. છેલ્લા દોઢ વર્ષથી કોરોનાની મહામારી સામે સંઘર્ષ કરીએ છીએ. એકબાજુ મંદિનો માહોલ છે, એક બાજુ મોંઘવારીથી ઘર ચલાવવુ મુશ્કેલ છે, એકબાજુ દિકરા – દીકરીને ભણાવ્યા – શિક્ષણ મોંઘુ લીધા પછી બેરોજગારી છે, એકબાજુ સરકારની તમામ કચેરીઓમાં ભ્રષ્ટાચાર સિવાય કામ થતા નથી, ખેડૂત હોય – વેપારી હોય કે સમાજના કોઈપણ વર્ગના લોકો હોય તમામ રીતે હેરાન પરેશાન છે. એવો આ કપરો સમય છે અને નિર્ણાયક સમય એટલા માટે છે કે, આવનારા વર્ષમાં ગુજરાતની ગાદી ઉપર આવનારા પાંચ વર્ષ માટે કોનુ શાસન આવે – કોના માટે કામ કરવાવાળી સરકાર આવે – કોઈ એમાં શાસન કરવામાં ભાગીદાર બને એ નક્કી કરવાનો સમય આવવાનો છે.
ખેડૂત બચાવો ખેતી બચાવો અભિયાન ના સંકલ્પ સાથે ભાજપ સરકારના ઠાલાવચનો રૂપી ગુબ્બરાઓ ને ફોડી તેમજ ઐતિહાસિક સ્તરે પોહચેલા ડીઝલના ભાવ વધારાના વિરોધમાં ટ્રેક્ટરને ખેચી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું
ખુલાસો / ચંદ્ર પર દિવસ દરમિયાન રહે છે પાણી, NASA એ આપી જાણકારી
Politics / નવું ભારત ‘પરિવાર દ્વારા નહીં’ પરંતુ સખત મહેનતથી નક્કી થાય છે: PM મોદી
જમ્મુ-કાશ્મીર / કલમ 370 હટાવ્યાની બીજી વર્ષગાંઠ પર બારામુલ્લામાં આતંકીઓએ કર્યો પોલીસ પર હુમલો
ભાગીદારી / રિલાયન્સ બીપી મોબિલિટીની સ્વિગી સાથે ભાગીદારી, હવે ફૂડ ડિલિવરી ઇલેક્ટ્રિક વાહનો દ્વારા કરવામાં આવશે