ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત આજે એક દિવસના જૂનાગઢના પ્રવાસે પહોંચ્યા છે આજે રાજ્યપાલ આચાર્યદેવ દ્વારા કેશોદ એરપોર્ટ ખાતે ઉતરાણ કરી ઉપરકોટ ખાતે રૂપિયા ૪૫ કરોડના ખર્ચે થતા રિસ્ટોરેશન ની કામગીરી અંતર્ગત ઐતિહાસિક વિરાસતો ની મુલાકાત લેવામાં આવી હતી આ તકે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત દ્વારા નવાબી કાળ ના ઉપરકોટ ના રાણકદેવીનો મહેલ, અડી કડી વાવ ઉપરાંત નવઘણ કુવો તથા નવાબી કાળના અનાજના કોઠારો સ્થળોની મુલાકાત લઇ કરવામાં આવતી રિસ્ટોરેશન ની કામગીરી આ અંગે માહિતી મેળવી હતી તેમજ ઉપરકોટ નિહાળી નવાબી કાળની સ્મૃતિ જોઈ તેમજ આગામી વિકાસલક્ષી કાર્યક્રમો અંગે માહિતી મેળવી રાજ્યપાલે ઐતિહાસિક વિરાસત નિહાળી ખુશાલી વ્યક્ત કરી હતી.
આ ઉપરાંત રાજ્યપાલ આચાર્ય દેવવ્રત દ્વારા બિલખા રોડ ખાતે આવેલ જૂનાગઢ જિલ્લા શિક્ષણ તાલીમ ભવન ની મુલાકાત લઇ ત્યાંની પ્રવૃત્તિઓ તેમજ વિવિધ વિભાગોની મુલાકાત લઈ નિરીક્ષણ કર્યું હતું. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત ના એક દિવસીય જૂનાગઢના કાર્યક્રમ અંતર્ગત કૃષિ યુનિવર્સિટી ખાતે સુભાષ પાલેકર કૃષિ આધારિત કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા જ્યાં તેઓનું કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડો ચોવટીયા એ સ્વાગત કર્યું હતું.
ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત ના આજે એક દિવસીય કાર્યક્રમ અંતર્ગત પ્રથમ કાર્યક્રમ એવા રોપવે ના માધ્યમથી ગીરનાર મા અંબાજીના દર્શન કરવા જવાના હતા જે કાર્યક્રમ ગિરનાર પર્વત પર ભારે પવનને લઈને રોપ વે બંધ હોવાને કારણે કાર્યક્રમ મોકૂફ રાખ્યો હતો. ચોમાસાની શરૂઆત થતાં જ ગિરનાર પર્વત પર ભારે પવન ને લઇ રોપવેને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે જે અંતર્ગત આજે રાજ્યપાલ આચાર્ય દેવ વ્રત જૂનાગઢના પ્રવાસ દરમ્યાન રોપવે ના માધ્યમથી ગિરનાર પર્વત પર મા અંબાજીના દર્શન કરવા પહોંચવાના હતાં.