- વડોદરા:પાદરા એમ્સ ઓક્સીજન પ્લાન્ટમાં બ્લાસ્ટનો મામલો
- બ્લાસ્ટની ઘટના બાદ જીપીસીબી આવી હરકતમાં
- GPCB એ કંપનીને ફટકારી ક્લોઝર નોટિસ
- ગેરકાયદેસર હાઈડ્રોજન ફિંલિગ કરાતું હોવાનો ઘટસ્ફોટ
- ગેરકાયદે હાઈડ્રોજન રિફિલિંગ કરતા થયો બ્લાસ્ટ
- 6 માસથી પ્લાન્ટ બંધ હતો રિફિલિંગ વેળાએ ઘટના બની
- કંપની માલિક પિતા અને પુત્ર સામે લૂકઆઉટ નોટિસ જાહેર
વડોદરાના પાદરા નજીક ગવાસદ ગામ પાસે એમ્સ ઓક્સિજન કંપનીમાં બ્લાસ્ટની ઘટના બની હતી. અને અનેક કામદારોના ઓટ નીપજ્ય હતા. તો અનેક ઘાયલ પણ થયા હતા. આ દુર્ઘટના બાદ ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (GPCB) હરકતમાં આવ્યું છે. GPCBએ એમ્સ ઓક્સીજન પ્લાન્ટને ક્લોઝર નોટીસ ફટકારી છે.
વડોદરા/ પાદરામાં આવેલી ઓક્સીજન કંપનીમાં બ્લાસ્ટ, 5 કામદારના મોત
GPCBના સુત્રોના જણાવ્યા અનુસાર આ કંપનીમાં ગેરકાયદેસર હાઈડ્રોજન ફિંલિગ કરાતું હોવાનો ઘટસ્ફોટ કરવામાં અવ્યો છે. ગેરકાયદે હાઈડ્રોજન રિફિલિંગ કરતા આ બ્લાસ્ટ હતો. વધુમાં છેલ્લા 6 માસથી પ્લાન્ટ બંધ હતો. અને રિફિલિંગ વેળાએ ઘટના બની હતી. કંપની માલિક એવા પિતા અને પુત્ર સામે લૂકઆઉટ નોટિસ જાહેર કરવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.