સમારોહ/ સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટી ખાતે પદવીદાન સમારોહ યોજાયો,મંત્રી હર્ષ સંઘવનીના હસ્તે ડિગ્રી એનાયત કરાઇ

વડોદરાના ડેસર ખાતે રમત ગમત મંત્રી હર્ષભાઈ સંઘવીના અધ્યક્ષ સ્થાને સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટીના પદવીદાન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું

Top Stories Gujarat India
3 4 સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટી ખાતે પદવીદાન સમારોહ યોજાયો,મંત્રી હર્ષ સંઘવનીના હસ્તે ડિગ્રી એનાયત કરાઇ

વડોદરાના ડેસર ખાતે રમત ગમત મંત્રી હર્ષભાઈ સંઘવીના અધ્યક્ષ સ્થાને સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટીના પદવીદાન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. પદવીદાન સમારોહમાં રમત ગમત મંત્રી હર્ષભાઈ સંઘવીના હસ્તે સફળતાપૂર્વક વિવિધ અભ્યાસક્રમો પૂર્ણ કરનાર ૬૨૯ વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ તેમજ ડિગ્રી, ડિપ્લોમાં પદવી એનાયત કરવામાં આવી હતી. આ પ્રસંગે શૈક્ષણિક તેમજ રમતગમત ક્ષેત્રે રાષ્ટ્રીય કક્ષાએ વિશિષ્ટ સિદ્ધિઓ મેળવનાર વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. પદવી મેળવનાર વિદ્યાર્થીઓને શુભકામના પાઠવતા રમત ગમત મંત્રીશ્રી હર્ષભાઈ સંઘવીએ જણાવ્યું હતું કે, સ્પોર્ટ્સમાં ગુજરાત સતત આગળ વધી રહ્યું છે.

આજે ગુજરાતમાં સ્પોર્ટ્સ ટુર્નામેન્ટનું આયોજન થઈ રહ્યું છે. એક સમયે ગુજરાતનું રમત- ગમત ક્ષેત્રનું બજેટ રૂ. ૨ કરોડનું હતું, આજે રૂ. ૩૫૦ કરોડથી વધારે છે. ખેલ મહાકુંભ ૨.૦ માં ૬૬ લાખથી વધારે રમતવીરોએ ભાગ લીધો, જે રમત-ગમત ક્ષેત્ર ગુજરાતની પ્રતિબદ્ધતા દર્શાવે છે. જ્યારે ભારત ઓલિમ્પિકની યજમાની કરી રહ્યું હશે, ત્યારે ગુજરાત અને સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટીની ભૂમિકા ખૂબ મહત્વની હશે તેવો આશાવાદ વ્યક્ત કરીને  સંઘવીએ કહ્યું કે, હવે ગુજરાતમાં નેશનલ ગેમ્સનું આયોજન થાય છે. એક સમયે રાષ્ટ્રીય કક્ષાની સ્પોર્ટ્સ ટુર્નામેન્ટમાં ગુજરાતના ખેલાડીઓને ફાફડા-જલેબી, ખમણ-ઢોકળા એવું કહેવામાં આવતું હતું. આજે ગુજરાતના ખેલાડીઓ દેશ અને દુનિયામાં ડંકો વગાડી રહ્યા છે. આગામી સમયમાં સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટીમાં વધુ સુવિધા ઊભી કરાશે તેમ જણાવી સંઘવીએ સરકાર રમતવીરો સાથે હોવાનું મક્કમતાથી કહ્યું હતું. તેમણે વિદ્યાર્થીઓને યુનિ. માં વૃક્ષારોપણ કરવા અને સ્વચ્છતા અભિયાન ચલાવવા આહ્વાન કર્યું હતું.

hhiયુનિવર્સિટીના કુલપતિ પ્રો. ડો. અર્જુનસિંહ રાણાએ સ્વાગત પ્રવચન કરી યુનિ. ના વિકાસની ઝલક આપી હતી. યુનિ. રજીસ્ટ્રારે આભારવિધિ કરી હતી. દીક્ષાંત સમારોહમાં સાંસદ શ્રીમતી રંજનબેન ભટ્ટ, જિ. પં.ના પ્રમુખ શ્રીમતી ગાયત્રીબેન મહિડા, ધારાસભ્યશ્રી કેતનભાઈ ઈનામદાર, અગ્રણી શ્રી સતીષભાઈ પટેલ, યુનિ. ના સત્તાધીશો, સમગ્ર સ્ટાફ, વિદ્યાર્થીઓ તેમજ તેમના પરિજનો ઉપસ્થિત રહ્યા હતા. સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટી, ડેસર ખાતે ગુજરાત તેમજ દેશના વિવિધ રાજ્યોના વિદ્યાર્થીઓને શારીરિક શિક્ષણ અને રમત ગમત વિજ્ઞાન ક્ષેત્રે ઉચ્ચ શિક્ષણ માટે વિવિધ વિદ્યાશાખાઓ જેવી કે ફિઝિકલ એજ્યુકેશન, સ્પોર્ટ્સ સાયન્સ, એડવાન્સ ટ્રેનિંગ એન્ડ કોચિંગ, સ્પોર્ટ્સ મેનેજમેન્ટ, સ્પોર્ટ્સ ટુરીઝમ અને ફિટનેસ એન્ડ વેલનેસ અંતર્ગત વિવિધ અભ્યાસક્રમો ચલાવવામાં આવે છે.