ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકાના મોટી રાજસ્થળી ગામે આજે ગ્રામ પંચાયત ની ચૂંટણી યોજાઈ હતી, અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે આ ગામમાં પહેલીવાર જ ચૂંટણી યોજાઈ છે જેને લઈને લોકોમાં પણ ઉત્સુકતા જોવા મળી હતી.
પાલીતાણા તાલુકના મોટી રાજસ્થળી કે જ્યાં આઝાદી બાદ પહેલીવાર ચૂંટણી યોજાઈ રહી છે. આજ દિન સુધી અહીંયા સમરસ ગ્રામ પંચાયત બનતી હતી. પરંતુ હવે આ ગામમાં રાજકારણ પ્રવેશતા આ વર્ષે ચૂંટણી યોજાઈ છે, આજે મોટી રાજસ્થળી ગ્રામ પંચાયત ના આંઠ વોર્ડ તેમજ સરપંચ માટે ની ચૂંટણી યોજવામાં આવી જેમાં બીજા નમ્બર નો વોર્ડ બિનહરીફ બનતા સાત વોર્ડ માટે મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.આ ચૂંટણી માટે નોંધાયેલા એક હજાર મતદાતાઓ પોતાના મતાધિકાર નો ઉપયોગ કરી અને ગ્રામ પંચાયત માટે ઉમેદવારની પસંદગી કરશે, જો કે ગામમા ગ્રામ પંચાયત ની પ્રથમવાર ચૂંટણી યોજાઈ રહી લોકોમાં પણ ઉત્સુકતા જોવા મળી હતી,
ચૂંટણી ને લઈને પોલીસ દ્વારા પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો, તેમજ તંત્ર દ્વારા પણ ઇવીએમ મશીનો સહિતનો સ્ટાફ ગઈકાલ થી જ ગોઠવી દેવામાં આવ્યો હતો, ચૂંટણી માટે બપોર સુધીમાં 11 ટકા મતદાન થઈ ગયું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન