એશ્વર્યા રાય બચ્ચન અને અભિષેકની બચ્ચનની દીકરી આરાધ્યાનો આજે જન્મદિવસ છે. દાદા અમિતાભ બચ્ચને પોતાની લાડકી પૌત્રીને જન્મદિવસની શુભેચ્છા આપી છે.
શહેનશાહ બચ્ચને પોતાનાં ડેઇલી બ્લોગ પર લખ્યું હતું આરાધ્યાનાં બર્થડે વિશે. સીનીયર બચ્ચને લખ્યું હતું કે, ‘ નાની બાળકીની હાજરીની સાંજે એની બધી ઈચ્છાઓ પૂરી થાય એમાં આશીર્વાદ, પ્રેમ અને શુભેચ્છા… આરાધ્યા બચ્ચન .. દીકરીનાં આશીર્વાદ ઘરમાં..’ આ ઉપરાંત બચ્ચને આરાધ્યાનાં બે સુંદર ફોટો પણ મુક્યા છે પોતાનાં બ્લોગ પર.
આરાધ્યા 7 વર્ષની થઇ છે અને દાદા અમિતાભે એને બર્થડે વિશ કરતાં અંતે લખ્યું હતું કે, ‘લાંબુ જીવો.. ખુશીથી જીવો…ગર્વ સાથે જીવો.’
અભિષેક બચ્ચને દીકરીનો ફોટો મુકીને લખ્યું છે કે, ‘હેપ્પી બર્થડે લીટલ પ્રિન્સેસ. હું પ્રાર્થના કરું છું કે ટુ જેવી હસતી, ભોળી છે એવી જ રહે.’