પ્રજાપિતા બ્રહ્માકુમારી ઇશ્વરીય યુનિવર્સિટીના વડા રાજ્યયોગિની દાદિ હૃદયમોહિની ગુરુવારે નશ્વર દેહને છોડીને સ્વર્ગવાસ પામ્યા છે. 93 વર્ષની ઉંમરે તેમણે મુંબઇની સૈફી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતાં. એર એમ્બ્યુલન્સ તેના મૃતદેહને બ્રહ્માકુમારીના આબુ રોડ સ્થિત આંતરરાષ્ટ્રીય મુખ્યાલય શાંતીવાન લાવશે.
Corona effect / મહારાષ્ટ્રના નાગપુરમાં 15થી 21 માર્ચ સુધી સંપૂર્ણ લોકડાઉન
12 માર્ચે તેમના પાર્થિવ દેહને અંતિમ દર્શન માટે શાંતિવન ખાતે રાખવામાં આવશે. અંતિમ સંસ્કાર 13 માર્ચના રોજ સવારે માઉન્ટ આબુના જ્ઞાન સરોવર એકેડમી ખાતે કરવામાં આવશે. છત્તીસગઢના રાજ્યપાલ અનુસુઇયા ઉઇકે અને મુખ્ય પ્રધાન ભુપેશ બધેલ એ દાદીમાના અવસાનને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ પાઠવી છે.
પ્રિન્સને આમંત્રણ / PM મોદી અને સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સની થઇ ફોન પર વાત
બ્રહ્મા કુમારિસના ડિરેક્ટર ઇન્ફર્મેશન બી.કે. કરુણાએ જણાવ્યું હતું કે રાજ્યયોગિની દાદી હૃદય મોહિની જીની તબિયત થોડા સમયથી બરાબર નહોતી. તેમની મુંબઈની સૈફી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. તેમનાનિધનની સૂચના પ્રાપ્ત થયા બાદ, ભારત સહિત વિશ્વના 140 દેશોમાં સ્થિત સંસ્થાના સેવા કેન્દ્રો પર શોકનું મોજુ ફરી વળ્યું હતું. તેમજ બ્રહ્માકુમારીના આગામી કાર્યક્રમો મુલતવી રાખવામાં આવ્યા છે. એક વર્ષ પહેલા, તેઓ દાદી જાનકીના દેવલોક ગમન પર મુખ્ય વહીવટદાર તરીકે નિમણૂક પામ્યા હતા.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…