women's Day 2022/ મંતવ્ય ન્યૂઝ દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની મહા ઉજવણી, વિવિધ ક્ષેત્રે નામના મેળવનાર મહિલાઓનું કરાયું સન્માન

મહિલા દિવસની ઉજવણીની શોભા વધારવા મુખ્ય અતિથિ સ્થાને વિધાનસભા અધ્યક્ષ ડો. નિમાબેન આચાર્ય ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત અતિથિ સ્થાને રાજ્યમંત્રી મનીષાબેન સુથાર, IPS શ્રી ઉષા રાડા, IPS ડો. લવિના સિન્હા અને SBI બેન્કના DGM પદ્મિની કોટિકલાપૂડી ઉપસ્થિત રહ્યા હતા.

Mantavya Exclusive
a 34 3 મંતવ્ય ન્યૂઝ દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની મહા ઉજવણી, વિવિધ ક્ષેત્રે નામના મેળવનાર મહિલાઓનું કરાયું સન્માન

ઇન્ટરનેશનલ વુમન્સ ડે પૂર્વે ગુજરાતની લોકપ્રિય મંતવ્ય ન્યૂઝ ચેનલ દ્વારા મહિલા દિવસની ખાસ ઉજવણી કરવામાં આવી હતી. જેમાં વિવિધ ક્ષેત્રમાં સિધ્ધી મેળવનાર મહિલાઓનું એવોર્ડ આપીને સન્માન કરવામાં આવ્યું હતું. મહિલા દિવસની ઉજવણીની શોભા વધારવા મુખ્ય અતિથિ સ્થાને વિધાનસભા અધ્યક્ષ ડો. નિમાબેન આચાર્ય ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત અતિથિ સ્થાને રાજ્યમંત્રી મનીષાબેન સુથાર, IPS શ્રી ઉષા રાડા, IPS ડો. લવિના સિન્હા અને SBI બેન્કના DGM પદ્મિની કોટિકલાપૂડી ઉપસ્થિત રહ્યા હતા. ત્યારબાદ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરી હતી. મંતવ્ય ન્યૂઝ આયોજિત વુમન્સ ડેના આ ખાસ વિધાનસભા અધ્યક્ષ નિમાબેન આચાર્યએ મહિલા સશક્તિકરણની વાત કરી હતી. સાથે જ સર્વ મહિલા સમુદાયને સંબોધિત કરતાં જણાવ્યું હતું કે, મહિલાઓએ હવે સશક્તિકરણની સાથે સાથે પોતાના સ્વસ્થ્યને પણ સારું રાખવાની જરૂર છે તે વાત પર ભાર મૂક્યો હતો. આ પ્રસંગે મંતવ્ય ન્યુઝના ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર શ્રી જિગ્નેશભાઈ પટેલ, ફાઉન્ડર અને ડાયરેક્ટર  શ્રી રાકેશભાઈ પટેલ, જાણીતા ગાયનેકોલોજિસ્ટ અને મંતવ્ય ન્યૂઝના મેનેજિંગ ડાયરેક્ટર શ્રી ડો. સુરેશભાઇ પટેલ, ડાયરેક્ટર શ્રી અર્જુનભાઈ પટેલ અને એડિટર ઇન ચીફ શ્રી- લોકેશ કુમાર ઉપસ્થિત રહ્યા હતા.

WhatsApp Image 2022 03 07 at 6.29.37 PM મંતવ્ય ન્યૂઝ દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની મહા ઉજવણી, વિવિધ ક્ષેત્રે નામના મેળવનાર મહિલાઓનું કરાયું સન્માન

શાંતાબેન રૂપસિંગ ભૂરિયા

મહેનત અને પુરૂષાર્થ હોય તો સફળતા પગમાં પડે છે. મુળ દાહોદ જીલ્લાના ગરબાડા તાલુકાના અંતરિયાળ વિસ્તારના વતની શાંતાબેન ભૂરિયાએ આવુ જ કંઇક સાબિત કરી બતાવ્યુ છે.,તેમની મહેનત અને  આગવી સુઝબૂઝથી તેમણે અનેક બહેનોને આત્મનિર્ભર બનાવી છે.,ભૂતરડી ગામમાં દૂધ ઉત્પાદન મંડળ દ્વારા ભેંસ વિતરણ થકી દુધઉત્પાદન ક્ષેત્રમાં બહેનોને પગભર કરી છે., તેની સાથે અંતરિયાળ અને ગ્રામિણ વીસ્તારમાં વૈજ્ઞાનિક ઢબે ખેતી કરવા માટે પણ તેમણે અનેક લોકોને પ્રેરણા આપી છે. એટલું જ નહી તેમના પુરૂષાર્થથી ગરબાડા તાલુંકામાં ૩૦૬થી વધારે સખીમંડળો તેમણે ઉભા કર્યા છે. આ સખીમંડળ સાથે ૩૬૪પ જેટલી બહેનો જોડાયેલી છે. શાંતાબેન દુધમંડળીના ચેરમેન પણ છે.તેમનો સેવાભાવ અને મહેનતને જોતાં ગ્રામજનોએ તેમને સરપંચ તરીકે ચૂંટીને લોકસેવાની તક આપી છે. તેઓ દરેક વિભાગમાં સક્રિય રીતે તેમની કામગીરી બજાવી રહ્યા છે. ૧૯૯૮માં બાલમંદિરમાં એક શિક્ષક તરીકે તેમણે શરૂઆત કરી હતી.જેમાં પાંચ વર્ષથી વધારે સેવાઓ તેમણે આપી છે. છેલ્લા પંદર વર્ષથી તેઓ સદ્દગુરૂ ફાઉન્ડેશન સાથે જોડાયેલા છે.અને સતત આ વિસ્તારમાં મહિલાઓના ગૃપ બનાવી બચત કેવી રીતે કરવી તે દિશામાં સતત પ્રેરણારૂપ બન્યા છે.

a 34 4 મંતવ્ય ન્યૂઝ દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની મહા ઉજવણી, વિવિધ ક્ષેત્રે નામના મેળવનાર મહિલાઓનું કરાયું સન્માન

મુક્તાબેન ડગલી, પદ્મશ્રી

દેખતી આંખે તો સૌ કોઇ સેવા કરે છે. પણ આંખો વિના સેવાના સપનાં પુરા કરવા કોઇ નાનીસુની વાત નથી.અડગ આત્મવિશ્વાસ અને દ્રઢ સંકલ્પના આધારે મુક્તાબેને આ સેવાના સપનાને સફળતામાં ફેરવી દીધું છે. મુળ અમરેલી જીલ્લાના નાના આકડીયામાં જન્મેલા મુક્તાબેન ડગલીની નાની ઉંમરે જ આંખોની રોશની ચાલી ગઇ હતી. તેમના લગ્ન પ્રજ્ઞાચક્ષુ શિક્ષક સાથે થયા હતા.બંનેએ સાથે મળીને પ્રજ્ઞાચક્ષુ દિકરીઓના જીવનમાં રોશની ફેલાવવાનું શરૂ કર્યું.આજે તેમની સંસ્થા મારફતે અનેક પ્રજ્ઞાચક્ષું દિકરીઓને તાલીક આપવાથી લઇને દિકરીઓના લગ્ન અને કરિયાવર સુધીની જવાદારીઓ નિભવવામાં આવે છે.તેમના ઉત્કૃષ્ઠ અને નિસ્વાર્થ કાર્યબદલ મુક્તાબેન ડગલીને પદ્મશ્રીથી પણ નવાજવામાં આવ્યા છે. સુરેન્દ્રનગર જીલ્લામાં તેમની કાર્યરત સંસ્થા મારફતે તેમનો આ સેવારથ સતત એક નવા મુકામ પર પહોચી રહ્યો છે.તેની સાથે તેઓ મહિલાઓને દરેક કામમાં અગ્રેસર રાખવા અને પગભર રાખવાની કામગીરીમાં અગ્રેસર રહ્યા છે.

a 34 5 મંતવ્ય ન્યૂઝ દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની મહા ઉજવણી, વિવિધ ક્ષેત્રે નામના મેળવનાર મહિલાઓનું કરાયું સન્માન

ડો. દર્શનાબેન ચંદુભાઇ દેશમુખ

નર્મદા ખુબ પછાત જીલ્લો છે. એમ.ડી. ગાયનેકની પદવી પછી મોટા શહેરોની શાન બનવાને બદલે દેશમુખ પરિવારની આ દિકરીએ ગરીબ આદિવાસી વિસ્તારની મહિલાઓ માટે સેવારથ શરૂ કરવાનો સંકલ્પ કર્યો હતો. જેને તેમણે આજે સાર્થક કરી બતાવ્યો છે. ખાસ કરીને નર્મદા જીલ્લાના અંતરિયાળ ગામડાઓમાંથી આવતી મહિલાઓને મહિનામાં એક વાર સિકલસેલના રોગની તેઓ વિનામુલ્યે સારવાર આપે છે. એટલું જ નહી ગ્રામ્ગ વિસ્તારની ગરીબ મહિલાઓની સારવાર માટે ડો. દર્શના દેશમુખ મહિનામાં એક વાર ગામડાઓમાં જઇને સગર્ભા મહિલાઓની દરકાર કરે છે. તેમને પ્રસુતિ અંગેની સચોટ સમજણ આપે છે. એટલું જ નહી તેમની ખાનગી હોસ્પિટલમાં નિઃસહાય અને આર્થિક રીતે ગરીબ મહિલાઓની વિનામુલ્યે પ્રસૂતિ પણ કરાવી આપે છે.ગ્રામિણ અને ગરીબ મહિલાઓ માટે તેમની સલાહ વરદાન જેવી હોય છે જેની સાથે તેમને ઉંડી લાગણી છે.મહિલા દિનની ઉજવણી તો વર્ષમાં એક વાર આવે છે પણ ડો. દર્શનાબેન મહિલાઓની મદદ કરીને રોજ મહિલાદિન ઉજવે છે.

a 34 6 મંતવ્ય ન્યૂઝ દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની મહા ઉજવણી, વિવિધ ક્ષેત્રે નામના મેળવનાર મહિલાઓનું કરાયું સન્માન

જીનલ મનજીભાઇ ખેતાની

ખુબ નાની ઉંમર પણ સફળતાની ખુબ મોટી છલાંગ.એટલે ભૂજના જીનલ ખેતાની.જેમણે ૨૦૦પથી ભૂજની માતૃછાયા કન્યા વિધાલયમાંથી હેન્ડબોલ રમવાની શરૂઆત કરી. તમની ધગશ, સખત મહેનત, અને આકાશ જેવા ઉંચા સપનાઓથી ખુબ ટુંકા સમયમાં માત્ર દેશમાં જ નહી પણ વિદેશમાં પણ તેમણે તેમની રમતનો ડંકો વગાડી દીધો.માત્ર ભૂજ જ નહી પણ ગુજરાતનું ગૌરવ કહી શકાય તેવા જીનલ ખેતાની ત્રણ ઇન્ટરનેશનલ ગેમ્સમાં ભાગ લઇ ચૂક્યા છે.,એટલું જ નહી તેમાંથી બે બ્રોન્જ અને એક ગોલ્ડ મેડલ તેમણે મેળવ્યો છે.જ્યારે છેલ્લા સાત વર્ષથી તેઓ ગુજરાત ખેલમહાકુંભમાં ગોલ્ડ મેડલ મેળવી રહ્યા છે.અત્યાર સુધીમાં તેમણે ૩૦ જેટલી નેશનલ ગેમ્સ રમીને બે બ્રોન્ઝ,એક ગોલ્ડ અને એક સિલ્વર મેડલ મેળવીને ગુજરાતનું નામ દેશભરમાં ગુંજતું કર્યું છે.

a 34 7 મંતવ્ય ન્યૂઝ દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની મહા ઉજવણી, વિવિધ ક્ષેત્રે નામના મેળવનાર મહિલાઓનું કરાયું સન્માન

 ડો. ફાલ્ગુની શશાંક

ડો. ફાલ્ગુની શશાંક અમદાવાદના મણીનગર વિસ્તારમાં છેલ્લા ૩પ વર્ષથી ગાયનેકોલોજીસ્ટ તરીકે પ્રેક્ટિસ કરી રહ્યા છે. અને તેઓ નિ:શુલ્ક પ્રસુતિની સેવા કરે છે., તેમણે આશા પ્રોજેક્ટ અંતર્ગત અમદાવાદમાં બહેરામપુરા, દાણીલીમડા ને મણીનગર જેવા વિસ્તારની જરૂરીયાતમંદ મહિલાઓ માટે પોતાની હોસ્પિટલમાં બે બેડ અલાયદા રાખ્યા છે. છેલ્લા ચાર વર્ષમાં તેમણે ૪૦૦થી વધુ મહિલાઓની પ્રસુતિ અને કન્સલ્ટન્ટસી નિઃશુલ્ક કરી છે. ડોક્ટર ફાલ્ગુનિ શશાંક વ્યવસાયે ગાયકોનોલોજીસ્ટની સાથે ગાયિકા પણ છે.કોરોનાકાળ દરમિયાન તેમણે લોકોમાં પોઝિટિવિટી લાવવા ગુજરાતી સુગમ સંગીતના ગીતો કંપોઝ કરીને સોશ્યલ મિડીયા પર મુક્યા હતા. કોરોનાકાળ દરમિયાન પણ તેમણે પચાસ મહિલાઓની નિઃશુલ્ક પ્રસુતિ કરાવી હતી.જે ખુબ જ સરાહનિય છે.

a 34 8 મંતવ્ય ન્યૂઝ દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની મહા ઉજવણી, વિવિધ ક્ષેત્રે નામના મેળવનાર મહિલાઓનું કરાયું સન્માન

વંદનાબેન આઇ ભટ્ટ

વંદનાબેન ભટ્ટ નર્મદા જીલ્લામાં એક સમાજસેવિકા તરીકે મોટું નામ ધરાવે છે. છેલ્લા ૨પ વર્ષથી તેઓ રાજપીપળા કોર્ટમાં વકીલાત કરી મહિલાઓના સંરક્ષણનું કામ કરે છે. મહિલાઓ અને બાળકોની મદદ કરવામાં તેમનું મહત્વનું યોગદાન છે. તેની સાથે છેલ્લા અનેક વર્ષોથી જરૂરીયાતમંદોને તેઓ નિઃશુલ્ક મદદ અને કાનુની સલાહ પણ આપી રહ્યા છે. છેલ્લા સાત વર્ષથી તેઓ સતત નર્મદા બાર એસોસિએશનના પ્રમુખ પદે પસંદ થઇને એક સશક્ત અને સફળ મહિલા તરીકે ઉભરી આવ્યા છે. ખાસ કરીને આદિવાસી બાહુબલ્ય ધરાવતા નર્મદા જીલ્લામાં મહીલાઓને રોજગારી કેવી રીતે મળી રહે તે દિશામાં પણ તેઓ અગ્રેસર રહ્યા છે. ગ્રામિણ વિસ્તારમાંથી રોજગારી માટે શહેર તરફ પ્રયાણ કરતી અનેક મહિલાઓને તેમણે રોજગારી અપાવવામાં મદદ કરી છે.એટલું જ નહી.આદિવાસી મહિલાઓને ન્યાય અપાવવા માટે વંદન ભટ્ટ વર્ષોથી તેમનો કેસ નિઃશુલ્ક રીતે લડી તેમની મદદ કરે છે.

a 34 9 મંતવ્ય ન્યૂઝ દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની મહા ઉજવણી, વિવિધ ક્ષેત્રે નામના મેળવનાર મહિલાઓનું કરાયું સન્માન

ભારતીબેન મનુભાઇ જોષી

કોઇ નિઃસહાય, લાચાર અને ગરીબની જઠરાગ્નિને ઠારવી તે આ સમાજની સૌથી મોટી સેવા છે.ભૂખ્યાને ભોજન આપવાનો આ સેવારથ છેલ્લા આઠ વર્ષથી ભારતીબેન ચલાવી રહ્યા છે.,જયમાનવ સેવા પરિવાર ટ્રસ્ટ નડિયાદની શરૂઆત સાથે તેમણે ટિફિન સેવા શરૂ કરી.જોતજોતામાં આ સેવા એક વિશાળ દરિયા જેવી બની ગઇ.,ભારતીબેન જાતે રસોઇ બનાવીને જરૂરીયાતમંદોને પહોચાડવાનું કામ કર્યું છે.માત્ર નડીયાદમાં જ નહી તેની આસપાસના ગામડાઓમાં થઇને દરરોજ એક હજાર જેટલા ટિફિનની સેવા તેઓ નિયમિત કરી રહ્યા છે.એટલું જ નહી.નડિયાદમાં તેઓ ‘દિકરાનું ઘર’ નામથી વૃદ્ધાશ્રમ પણ ચલાવી રહ્યા છે.જ્યાં એક પણ પૈસાની આશા વિના વૃદ્ધોને નિઃશુલ્ક રહેવાની ખાવાની સેવા પુરી પાડવામાં આવે છે., જે રીતે એક દિકરી પોતના માબાપની સેવા કરે તેવી જ રીતે આ વૃદ્ધો માટેનું ભોજન પણ ભારતીબેન જાતે જ બનાવીને જમાડે છે.જે વૃદ્ધો પથારીવશ છે તેમની સેવાચાકરી પણ તેઓ જાતે જ કરીરહ્યા છે.એક ભાડાના મકાનમાં રહીને માત્ર ૩૮ વર્ષ જેવી નાની ઉંમરમાં તેમના આ ભગીરથ કાર્યને સો સો વંદન છે.

a 34 10 મંતવ્ય ન્યૂઝ દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની મહા ઉજવણી, વિવિધ ક્ષેત્રે નામના મેળવનાર મહિલાઓનું કરાયું સન્માન

મિનાક્ષીબેન ભટ્ટ

નાનપણથી જ માતાપિતાના શિક્ષણ સાથે તેમનામાં સેવાના ગુણોનું સિંચન થયું છે.છેલ્લા અનેક વર્ષોમાં તેમણે સેંકડો જરૂરીયાતમંદ મહિલાઓને મદદ પહોચાડી છે.,પછી તે સરકારી સહાયની વાત હોય કે કોઇ મહિલાને આત્મનિર્ભર થવું હોય મિનાક્ષીબેન ભટ્ટ સતત તેમના પ્રોત્સાહન માટે સાથે ઉભા રહ્યા છે. અત્યાર સુધીમાં તેમણે અનેક મહિલાઓને પગભર થવામાં ખુબ મદદ કરી છે. વિધવાઓને સહાયની વાત હોય કે બાળકોના અભ્યાસની વાત હોય કે પછી ખેતિની વાત હોય મિનાક્ષીબેન હંમેશા તેમની સાથે રહ્યા છે.તેમની સેવાકીય કામગીરી માટે અનેક વાર સરકાર દ્વારા નવાજવામાં આવ્યા છે.

a 34 11 મંતવ્ય ન્યૂઝ દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની મહા ઉજવણી, વિવિધ ક્ષેત્રે નામના મેળવનાર મહિલાઓનું કરાયું સન્માન

કૈરવી બુચ

કૈરવી બુચ ગુજરાતના પ્રખ્યાત સિંગર છે., જેમણે દેશ વિદેશમાં ગુજરાતી સિંગિંગને પહોચાડ્યુ છે.,માત્ર ગુજરાતમાં જ નહી તેમણે પંદર જેટલા દેશોમાં ગુજરાતી ગરબા પર પર્ફોમન્સ આપ્યું છે.ગુજરાતના કોયલ તરીકે જાણીતા કૈરવી બૂચે સંગીત ક્ષેત્રમાં મોટી હરણફાળ ભરીને એક નવી ઉંચાઇ પ્રાપ્ત કરી છે. તેમની આગવી ગાયક શૈલીમાં લાખો પ્રશંસકોને મંત્રમુગ્ધ બનાવ્યા છે., કાના મને દ્રારકા બતાવ નામનો તેમનો આલબમ ગુજરાતીઓમાં ખુબ લોકપ્રિય બન્યો છે.

a 34 12 મંતવ્ય ન્યૂઝ દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની મહા ઉજવણી, વિવિધ ક્ષેત્રે નામના મેળવનાર મહિલાઓનું કરાયું સન્માન

ત્વીસા જયેશ ચૌધરી

આકરી મહેનત અને મજબૂત ઇરાદા હોય તો સફળતા પગમાં પડે છે. જેને સાબિત કરી બતાવ્યું છે અરવલ્લી જીલ્લાના મેઘરજ તાલુંકામાં આવેલા નાનકડા ગામ ગોઢાની ત્વીસાએ.,જેમણે ખુબ નાની ઉંમરમાં વિજ્ઞાનક્ષેત્રે ખુબ ગણી ઉંચી છલાંગ મારી છે.ખુબ જ અંતરિયાળ વિસ્તારમાં રહીને તેમણે ઇન્ડિયન સ્પેસ ઓલમ્પિયાડ-૨ની પરિક્ષામાં ભારતભરમાં પહેલો નંબર પ્રાપ્ત કર્યો છે.ત્યારબાદ તેમણે ઇન્ડિયન સ્પેસ ઓલમ્પિયાડ  પ્રિલિમ્સની પરીક્ષા આપી જેમાં માર્કિંગના આધારે 2020 પછી યોજવામાં આવેલા પ્રોજેક્ટની વહેંચણીમાં ત્વિષાના ભાગે ચંદ્રયાન-ટુ નો લોન્ચિંગ ડિપાર્ટમેન્ટ આવ્યો છે.ઇસરો દ્વારા યોજવામાં આવતી ટેડ એક્સ ઇવેન્ટમાં જુનિયર સાયન્ટિસ તરકે ઇન્ટરનેશનલ લેવલે ચર્ચા વિચારણાઓ કરવા તેમની પસંદગી કરાઇ છે.આ ઉપરાંત ત્વીસાએ ગુજરાતી સાહિત્યમાં પણ પોતાની કલાને સાબિત કરી બતાવી છે.,તેમણે પોતાની ભાષામાં કવિતાઓ પણ લખી છે અને કલા ઉત્સવમાં પણ રાજ્યભરમાં નામના મેળવી છે., માત્ર ૧૭ વર્ષની ઉંમરમાં તેમની આ સિદ્ધઓ ખુબ જ પ્રસંશનિય છે.

a 34 13 મંતવ્ય ન્યૂઝ દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની મહા ઉજવણી, વિવિધ ક્ષેત્રે નામના મેળવનાર મહિલાઓનું કરાયું સન્માન

ગિરિમા હાર્દિક ઘારેખાન

સાહિત્ય પ્રેમી ગિરિમા ઘારેખાન લેખન અને સાહિત્યક્ષેત્રે ઘણી નામના મેળવી છે. તેમની અનેક વાર્તાઓ અને લઘુકથાઓનો હિન્દી અને મરાઠીમાં અનુવાદ થયો છે.તો તેમની અનેક જુદી જુદી વાર્તાઓ અને લેખ ઘણા સંપાદનોમાં સ્થાન પામ્યા છે.કોલેજકાળમાં જ તેમની વાર્તાઓ પ્રકાશિત થવા લાગી હતી.તે પછી મસ્કતમાં તેમણે નાટકો, ગરબા સહિત સાહિત્યની અનેક પ્રવૃતિઓમાં ઉંડો રસ દાખવ્યો.હવે ૩૦ વર્ષ પછી ભારત પરત આવીને ફરી તેમણે તેમનો સાહિત્યપ્રેમ જાગૃત કર્યો અને વાર્તાઓ લખવાની શરૂઆત કરી. જે નિયમિત રીતે પરબ, અખડં આનંદ, નવનીત સમર્પણ, ચિત્રલેખા, જેવા સામયિકોમાં નિયમિત રીતે પ્રકાશિત થાય છે. તેમને ૨૦૧૮માં નવલિકા સંગ્રહ ટુકડો માટે ગુજરાત સાહિત્ય અકાદમી પ્રથમ પુરસ્કારથી સન્માનિત કરાયા છે.તે સહિત તેઓને અનેક સાહિત્યના સર્જન માટે ઘણા પુરસ્કારોથી નવાજવામાં આવ્યા છે.

a 34 14 મંતવ્ય ન્યૂઝ દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની મહા ઉજવણી, વિવિધ ક્ષેત્રે નામના મેળવનાર મહિલાઓનું કરાયું સન્માન

દિવ્યા રવિયા જાડેજા

નિડર, બહાદુર અને ઇમાનદારીનું બીજુ નામ છે દિવ્યા રવિયા જાડેજા., જેઓ હાલ એન્ટિ કરપ્શન બ્યુરોમાં આસિસ્ટન્ટ કમિશ્નર ઓફ પોલીસ તરીકે સેવા બજાવી રહ્યા છે. દિવ્યા રવિયા જાડેજા ૨૦૦૧માં પોલીસ સબ ઇન્સ્પેક્ટર તરીકે ગુજરાત પોલીસ સેવામાં જોડાયા હતા.તેમની પ્રારંભિક ટ્રેનિંગ દરમિયાન જ તેમણે અતી સંવેદનશીલ એવા ગોધરા હુલ્લડ પછીનો બંદોબસ્ત સંભાળ્યો હતો.તેમની ફરજ દરમિયાન તેઓએ ખુબ જ સેવાકીય કાર્યો સાથે મહત્વના કેસોમાં એક નિર્ણાયક ભૂમિકા ભજવી છે. તેમને સોપાયેલી ફરજોને સફળતાપુર્વક સંભાળી છે.અમદાવાદ શહેરના મહિલા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ તરીકે પણ તેમણે મહિલાઓને લગતા ઘણા કેસોની મહિલાઓને મદદરૂપ કાર્યવાહી કરી છે.તેની સાથે ખુબ જ પડકારજનક ભ્રષ્ટાચાર વીરોધી બ્યુરોમાં નિમણૂક કરાયેલા તેઓ પ્રથમ મહિલા અધિકારી હતા. તમેની સેવા દરમિયાન ઉતકૃષ્ઠ કાર્યો અને શ્રેષ્ઠ પ્રદર્શન અને પ્રસંશનીય કામગીરી માટે અનેકવાર પુરસ્કારોથી નવાજમાં આવ્યા છે.

a 34 15 મંતવ્ય ન્યૂઝ દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની મહા ઉજવણી, વિવિધ ક્ષેત્રે નામના મેળવનાર મહિલાઓનું કરાયું સન્માન

પ્રેમિલાબેન અરજણભાઇ ભુડિયા

૧૯૭૧ના ભારત પાકીસ્તાન યુદ્ધમાં ભૂજ એરપોર્ટનો રનવે રાતોરાત બનાવનારી માધાપુરની જાંબાઝ મહિલાઓ વિશેનો ઇતિહાસ તો તમે જાણતા જ હશો.કચ્છનું માધાપર.આજથી નહી વર્ષોથી મહિલાઓની ખુમારી અને હિમતનું સ્થાન રહ્યુ છે.આ કામગીરીના સાક્ષી એવા માધાપર નવાવાસ ગ્રામ પંચાયતના સરપંચ પ્રેમિલાબેન અરજણભાઇ ભુડિયાએ કોરોનાકાળમાં લોકસેવાનું ઉતકૃષ્ઠ ઉદાહરણ સામે મુક્યું છે. આ મહિલા સરપંચે આ કપરાકાળમાં લોકસેવા સાથે મહિલાઓ માટે પ્રેરણાદાયી ઇતિહાસને ફરી દોહરાવ્યો છે.તેમના સમગ્ર પરિવાર સાથે તેમણે દિવસ રાત જોયા વિના આરોગ્ય ક્ષેત્રે, તેમજ જ્યાં જરૂર પડે ત્યાં સતત જીવના જોખમે લોકોની નિઃસ્વાર્થે મદદ કરી છે. એક મહિલા સરપંચ તરીકે તેમણે ગામના ખેડૂત પરિવાર હોય કે વેપારી, કોઇને પણ કોઇ તકલીફ ન પડે તેની દરકાર કરી છે. જરૂરીયાતમંદોને અનાજ પહોચાડ્યુ છે તો ભૂખ્યાઓને ફૂડ પેકેટ પહોચાડીને જઠરાગ્નિ ઠારી છે. ઘર પરિવાર સાથે પ્રેમીલાબેને એ જ જુસ્સા સાથે લોકસેવાનો ધર્મ બજાવ્યો છે.જેઓ વર્ષો પહેલા માધાપુરની મહિલાઓએ નિભાવીને ઇતિહાસ રચ્યો હતો.

a 34 16 મંતવ્ય ન્યૂઝ દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની મહા ઉજવણી, વિવિધ ક્ષેત્રે નામના મેળવનાર મહિલાઓનું કરાયું સન્માન

વસંતી અખાણી

દુનિયા ઝુકતી હૈ ઝુકાને વાલા ચાહીએ.જીવનની દરેક મુશ્કેલીમાંથી હસતા મોંઢે રસ્તો કાઢે તેનું નામ વસંતી બેન અખાણી.જેઓ સોશ્યલ મિડીયાના સ્ટાર છે.,મુળ રાધનપુરના વસંતીબેને વર્ષો પહેલાં દૈનિક ત્રણ રૂપિયાની કમાણી સાથે દિલ્હીને કર્મભૂમિ બનાવી.તે પછી જીવન ચલાવવા તેમણે નમકીનની લારી ચલાવી.સખત પરિશ્રમ અને ઇમાનદારીથી તેમણે એ બધું જ પ્રાપ્ત કર્યું.જેની જીવનમાં જરૂરીયાત હોય છે.ખુબ જ મુશ્કેલીમાં જીવન ચલાવી તેમણે પોતાના દિકરાને એડવોકેટ બનાવ્યા જેઓ સુપ્રીમકોર્ટમાં હાલમાં પ્રેકટિસ કરે છે. આજે ૬પ વર્ષની ઉંમરે પણ તેઓ જીવન સાથે લડી લેવા તૈયાર છે.,રોજ સવાર પડે ત્યારે તેમના સોશ્યલ મિડીયાના ચાહકો તેમના ફની વિડીયોની રાહ જૂએ છે.તમને જણાવી દઇએ કે વસંતીબેન સોશ્યલ મિડિયા પ્લેટફોર્મ પર બે લાખ ૪૪ હજાર ફોલોઅર્સ ધરાવે છે.ક્યારેક ત્રણ રૂપિયા દૈનિક મજૂરી કરીને જીવન ચલાવતા વસંતીબેન પોપ્યુલર ક્રિએટર્સ બન્યા છે.,જેમને સોશ્યલ મિડીયા પ્લેટફોર્મ વિડીયો બનાવવા માટે રૂપિયા ચૂકવે છે.તેમણે જીવનની દરેક સમસ્યાને હસતા મોઢે સ્વિકારી છે.વૃદ્ધ અવસ્થાના પડાવ પર હોવા છતાં આજે પણ તેમની હિંમત મહિલાઓને પ્રેરણા આપે છે.

a 34 17 મંતવ્ય ન્યૂઝ દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની મહા ઉજવણી, વિવિધ ક્ષેત્રે નામના મેળવનાર મહિલાઓનું કરાયું સન્માન

નેહા અમીન

પત્રકારત્વની દુનિયામાં આજે મહિલાઓનો ડંકો વાગે છે., અને તેમાં ૧૯૯૦થી સહભાગી છે નેહા અમીન.ને નિષ્પક્ષતા અને નિડરતા સાથે પત્રકારત્વની દુનિયામાં મોટી ઉંચાઇએ પહોચ્યા છે., તેમણે ૧૯૯૦માં ઇન્ડિયન એક્સપ્રેસથી ટ્રેની જર્નાલીસ્ટ તરીકે કારકીર્દીની શરૂઆત કરી હતી.પાંચ વર્ષ સુધી આ સેવા આપ્યા બાદ તેમણે પોતાનું હિન્દી સાપ્તાહિક અખબાર શરૂ કરીને આત્મનિર્ભરતાના પહેલાં પગથિયા પર મંડાણ કર્યા.અથાગ મહેનત અને પુરૂષાર્થની સાથે સમય જતાં આ સપ્તાહિક અખબારને તેમણે દૈનિક અખબાર બનાવ્યું.તેની સાથે જ તેમણે ૨૦૦૭માં જમાના સાથે તાલ મિલાવવા ડિજીટલ ક્ષેત્ર તરફ પ્રયાણ કર્યું.અને ગુજરાત ગ્લોબલ નામથી વેબસાઇટ શરૂ  કરી.તેમણે વેબ કન્ટેન્ટ કંપની વિકસિત કરી જે ત્રણ ભાષાઓમાં વેબસાહિત્ય પિરસી રહી છે. હાલમાં તેઓ અમદાવાદ મિરર ન્યુઝ પેપરમાં સિનિયર ન્યુઝ કોર્ડિનેટર તરીકે જવાબદારી નિભવી રહ્યા છે.

a 34 18 મંતવ્ય ન્યૂઝ દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની મહા ઉજવણી, વિવિધ ક્ષેત્રે નામના મેળવનાર મહિલાઓનું કરાયું સન્માન

ફાલ્ગુની પ્રશાંત ખાલપાડા

ફાલ્ગુની પ્રશાંત ખાલપાડા એક સફળ બિઝનેસ વુમન તરીકેની ખ્યાતિ મેળવી છે..ખુબ ટુંકા સમયમાં ચિલ્ડ્રન ગારમેન્ટ બિઝનેસમાં ખુબ મોટી મહારાત હાંસલ કરી છે.તેમણે મિષ્ટિ ક્રિએશનના કો ફાઉન્ડર તરીકે બિઝનેસની શરૂઆત કરી અને ખુબ ટુંકા સમયમાં તેમની ચિલ્ડ્રન વેરની બ્રાન્ડને રાષ્ટ્રીય સ્તર સુધી પહોચાડીને નામના મેળવી છે.,એક ગૃહિણી તરીકે, એક માતા તરીકે અને એક પત્ની તરીકે તેમણે ખુબજ નિપણૂતા સાથે પોતાની ફરજો નિભવતા તેઓ મલ્ટિટેલેન્ટેડ વ્યક્તિત્વ ધરાવે છે.તેમની આ સફળતા પાછળ તેઓ તેમના પતિ પ્રશાંત ખાલપાડાને શ્રેય આપે છે.જેમના સપોર્ટથી તેઓ એક બિઝનેસ વુમન તરીકે ઉભરી આવ્યા.

a 34 19 મંતવ્ય ન્યૂઝ દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની મહા ઉજવણી, વિવિધ ક્ષેત્રે નામના મેળવનાર મહિલાઓનું કરાયું સન્માન

ડો. ડેબોલિના દાસ ગુપ્તા

ડો. ડેબોલિના દાસ ગુપ્તા અમદાવાદની ચીમનભાઇ પટેલ ઇન્સ્ટીટ્યુટમાં જર્નાલીઝમ એન્ડ કોમ્યુનિકેશન વિભાગમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે કાર્યરત છે..તેમણે મહારાજા સયાજીરાવ ગાયકવાડ યુનિવર્સીટીમાં કોમ્યુનિકેશન ક્ષેત્રે પી.એચ.ડીની પદવી પ્રાપ્ત કરી છે.તેમણે મુંબઇડ વડોદરા, સુરત અને અમદાવાદમાં નામાંકિત ઇન્સ્ટીટ્યુટમાં સેવાઓ આપી છે.તેમણે મિડિયા, ફિલ્મ, જર્નાલીઝમ, રીસર્ચ અને માસ કોમ્યુનિકેશન ક્ષેત્રે અનેક વિધાર્થીઓને માહિતગાર કર્યા છે.

a 34 20 મંતવ્ય ન્યૂઝ દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની મહા ઉજવણી, વિવિધ ક્ષેત્રે નામના મેળવનાર મહિલાઓનું કરાયું સન્માન

તનવીબેન પટેલ

ખેતી અનાદીકાળથી માનવજાતનો મુખ્ય વ્યવસાય રહ્યો છે. પણ સમયાંતરે તેમાં આધુનિકતા અને નવી ટેકનીકથી આ વ્યવસાયમાં અનેક પરિવર્તનો થયા છે. ખેડુતો પરંપરાગત ખેતિની સાથે વધુ ઉત્પાદન, સારૂ આર્થિક વળતર અને પ્રકૃતિનું પણ જતન થાય તેવી પ્રાકૃતિક ખેતિની નવી પદ્ધતિઓ તરફ વળી રહ્યા છે. આ દિશામાં પાટણના મહિલા તનવીબેન પટેલ મધમાખીના ઉછેર સાથે મહિલાઓ માટે પગભર થવાની દિશામાં એક નવા દ્વારા ખોલ્યા છે. મધમાખી પાલનની શરૂઆત સાથે તેઓ સ્વિટક્રાંતિમાં સહભાગી બન્યા છે. મધમાખીના ૧૦૦ બોક્સ સાથે થયેલી તેમની આ શરૂઆત હવે આગળ પહોચી છે. તનવીબેન માર્કેટને આજે અલગ અલગ ફ્લેવર્સના મધ પુરા પાડે છે. તેમના દ્વારા ઉત્પાદિત થતું શુદ્ધ ઓર્ગેનિક મધનું બજારમાં વેચાણ કરીને વળતર મેળવી રહ્યા છે. આત્મનિર્ભર ભારતની સંકલ્પનાને ચરિતાર્થ કરતાં મહિલા ખેડૂત તનવીબેન પોતાની સાથે આ વ્યવસ્યાય મારફતે બીજા લોકોને પણ રોજગારી પુરી પાડી રહ્યા છે., એક મહિલા ખેડૂત તરીકે તનવીબેન પટેલ મધમાખી પાલન કરીને સ્ત્રી સશક્તિકરણનું ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડે છે.સાથે પરંપરાગત ખેતી સાથે નવી પદ્ધતિથી ખેતિ કરવા માંગતા ખેડૂતોને નવી રાહ ચીંધે છે.

a 34 21 મંતવ્ય ન્યૂઝ દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની મહા ઉજવણી, વિવિધ ક્ષેત્રે નામના મેળવનાર મહિલાઓનું કરાયું સન્માન

દિપલ નાણાવટી

પડકારોના પહાડને તોડીને જેમણે સફળતાનો રસ્તો બનાવ્યો છે તેવા દિપલ નાણાવટી વ્યવસાયે પ્રખ્યાત સિંગર છે.,છેલ્લા ૨૦ વર્ષમાં નવરાત્રી, લગ્નગીત, સુગમ-સંગીત અને બોલીવુડ સોન્ગના એક હજારથી વધુ કાર્યક્રમો લીડ સિંગર તરીકે કર્યા છે.તેઓ સ્પંદન નામે તેમનું મ્યુઝીકલ ગ્રુપ પણ સફળતાથી ચલાવી રહ્યા છે. અમદાવાદ, ગાંધીનગર સહિત ગુજરાતના મોટાભાગના ખુબજ નામાંકિત ગરબા અને બીજા કાર્યક્રમોમાં તેમણે પોતાના ગ્રુપ સાથે પર્ફોમન્સ આપીને સરાહના મેળવી છે., ગુવરાત સરકાર દ્વારા આયોજીત ગુજરાતની સૌથી મોટી વાયંબ્રંટ નવરાત્રીમાં પણ તેમના ગીતના તાલે હજારો ખૈલૈયાઓને થિરકાવી ચૂકયા છે. તાજેતરમાં ટેલીકાસ્ટ થનારા સિંગિંગ રિયાલીટી શો ‘ગાયક ગુજરાતનો’ માં પૂર્ણ તેઓ નિર્ણાયક તરીકે સેવા આપી રહ્યા છે.

a 34 22 મંતવ્ય ન્યૂઝ દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની મહા ઉજવણી, વિવિધ ક્ષેત્રે નામના મેળવનાર મહિલાઓનું કરાયું સન્માન

ધારિની ઇન્દ્રસિંહ ગુર્જર

મજબૂત મનોબળ અને મજબૂત ઇરાદા સફળતાના તમામ રસ્તા ખોલી દે છે. ધારિનિ ગુર્ઝરે આવાજ મનોબળથી દુનિયામાં ડંકો વગાડ્યો છે..,પાવરલિફ્ટિંગમાં તેમણે ન માત્ર દેશમાં વિદેશમાં પણ નારી શક્તિનો પરિચય આપ્યો છે., તેમણે દેશ વિદેશની અનેક સ્પર્ધાઓમાં ગોલ્ડ મેડલ, સિલ્વર મેડલ અને બ્રોન્જ મેડલ મેળવ્યા છે.,તો આંતરાષ્ટ્રીય પાવરલિફ્ટિંગ ચેમ્પિયનશીપ દિલ્હીમાં ૨૦૧૬માં સ્ક્વોટસ, બેન્ચ, ડેડલિફ્ટ હોલ્ડરમાં ગોલ્ડ મેડલ મેળવીને વર્લડ રેકોર્ડ બનાવ્યો છે..તેની સાથે યુએસએના ફ્લોરિડા ખાતે ૨૦૧૮માં યોજાયેલી વર્લડ પાવરલિફ્ટિંગ ચેમ્પિયનશીપમાં ગોલ્ડ અને સિલ્વર મેડલ મેળવી સ્ક્વોટ ઇવેન્ટમાં વર્લડ રેકોર્ડ બનાવ્યો છે.

a 34 23 મંતવ્ય ન્યૂઝ દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની મહા ઉજવણી, વિવિધ ક્ષેત્રે નામના મેળવનાર મહિલાઓનું કરાયું સન્માન

જ્યોતિકાબેન સથવારા

દરેક ક્ષેત્રમાં મહિલાઓ આત્મનિર્ભર બની છે.,પોતાની ધગશ અને મહેનતથી આગળ પણ વધી રહી છે.અમદાવાદના વેજલપુરમાં રહેતા જ્યોતિકાબેન સથવારાએ પણ તેવી જ રીતે આત્મનિર્ભરતાની કહાની લખી છે.,પરિવારનું ગુજરાત ચલાવવા અને બાળકોને સારૂ શિક્ષણ અપાવવાના આશય સાથે તેઓ છેલ્લા અઢી વર્ષથી તેઓ ઓટો રિક્ષા ચલાવી રહ્યા છે.,ઓટોરિક્ષા ચલાવીને તેઓ દૈનિક પાંચસોથી છસો રૂપિયા કમાઇ લે છે., લોન લઇને તેમણે રિક્ષા ખરીદી હતી અને આત્મનિર્ભરતાની દિશામાં મંડાણ કર્યું હતું., હાલ તેઓ મીટરથી અને ઉબરમાં પણ તેમની ઓટોરિક્ષાની સેવા આપે છે.,તેમની આ કામગીરી બદલ એકતા રિક્ષા ચાલક યુનિયન દ્વારા તેમને સન્માનિત કરાયા છે.

a 34 24 મંતવ્ય ન્યૂઝ દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની મહા ઉજવણી, વિવિધ ક્ષેત્રે નામના મેળવનાર મહિલાઓનું કરાયું સન્માન

ભાનુમતિબેન કાનજીભાઇ પટેલ

ભાનમતિ બેન પટેલ જુનાગઢ જીલલાનું ગૌરવ છે., અને દેશભરની મહિલાઓ માટે પ્રેરણા માટે એક ઝરણું છે. જે સતત ૮૩ વર્ષે પણ એટલા જ મજૂબત મનોબળ સાથે વહી રહ્યુ છે., જૂનાગઢના ૮૩ વર્ષના ભાનુમતિબેન કાનજીભાઇ પટેલ ઝડપી ચાલ, અને દોડમાં અત્યાર સુધીમાં પચાસ કરતાં વધારે ગોલ્ડ મેડલ મેળવી ચૂક્યા છે., દેશના અનેક ખુણાઓમાં યોજાયેલી સ્પર્ધાઓ અને ચીન તેમજ મલેશિયા જેવા સ્થળો પર યોજાયેલી આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં પણ તેમણે વિજયી બની ગુજરાતની મહેકને પ્રસરાવી છે., શરૂઆતમાં તેમણે રાજ્ય સ્તર પર અને પછી દેશના અનેક સ્થળો પર યોજાયેલી સ્પર્ધામાં ભાગ લીધો છે., આટલી ઉંમરે પણ તેઓ યુવતીઓ અને મહિલાઓને તેમના આ સાહસ મારફતે આગળ વધવાની પ્રેરણા આપી રહ્યા છે.

a 34 25 મંતવ્ય ન્યૂઝ દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની મહા ઉજવણી, વિવિધ ક્ષેત્રે નામના મેળવનાર મહિલાઓનું કરાયું સન્માન