Not Set/ લીલો દુકાળ : ખેતરોમાં પાણી ભરાઈ રહેતા પાક નષ્ટ

બનાસકાંઠા જિલ્લામાં સતત દોઢ માસથી વરસાદ વરસી રહેતાં થરાદ, વાવ, સુઇગામ, ભાભર જેવા વિસ્તારમાં ખેડૂતોએ ખેતરોમાં ચોમાસુ વાવણી કરેલા પાકમાં પાણી ભરાઈ જતાં પાક નષ્ટ થઈ જવા પામ્યો છે, તેમજ અન્ય પાકોમાં વરસાદના લીધે ઉત્પાદન નિષ્ફળ નીવડ્યું છે આ વર્ષે સમગ્ર રાજ્યમાં વરસાદે તબાહી મચાવી દીધી છે. ત્યારે રાજ્યના કેટલાક જિલ્લાઓમાં પૂરગ્રસ્ત અને અતિવૃષ્ટિ સ્થિતિ […]

Top Stories Gujarat Others Videos
crops લીલો દુકાળ : ખેતરોમાં પાણી ભરાઈ રહેતા પાક નષ્ટ

બનાસકાંઠા જિલ્લામાં સતત દોઢ માસથી વરસાદ વરસી રહેતાં થરાદ, વાવ, સુઇગામ, ભાભર જેવા વિસ્તારમાં ખેડૂતોએ ખેતરોમાં ચોમાસુ વાવણી કરેલા પાકમાં પાણી ભરાઈ જતાં પાક નષ્ટ થઈ જવા પામ્યો છે, તેમજ અન્ય પાકોમાં વરસાદના લીધે ઉત્પાદન નિષ્ફળ નીવડ્યું છે

આ વર્ષે સમગ્ર રાજ્યમાં વરસાદે તબાહી મચાવી દીધી છે. ત્યારે રાજ્યના કેટલાક જિલ્લાઓમાં પૂરગ્રસ્ત અને અતિવૃષ્ટિ સ્થિતિ સર્જાઈ હતી,  ત્યારે બનાસકાંઠા જિલ્લામાં ચોમાસાની શરુઆત ને લઈને આજ દિન સુધી 672.79 એમએમ વરસાદ નોધાયો છે. જ્યારે થરાદ પંથકમાં 626 એમએમ, વાવ-437 એમએમ,  સુઇગામ-583  એમએમ અને ભાભરમાં 703 એમએમ વરસાદ ખાબક્યો છે. વરસાદની શરૂઆતમાં  ધરતીપુત્રો ખુશ થયા હતા અને પોતાના ખેતરોમાં વાવણી કરી હતી અને જરૂરિયાત પ્રમાણે વરસાદ આવતાં આ વર્ષે સારો પાક ઉત્પાદન મેળવવવાની ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી હતી પરંતુ છેલ્લા એક અઠવાડિયાથી પડેલા વરસાદે ધરતીપુત્રોની આશાને નિરાશા તબદીલ કરી નાખી છે.

જો આમ વાત કરવામાં આવે તો વર્ષ 2015/17 માં પડેલા અતિભારે વરસાદ થી અતિવૃષ્ટિ સર્જાઈ હતી અને ખેડૂતોના પાક નષ્ટ તેમજ જમીન ધોવાણ થવા પામી હતી.  આથી ગુજરાત સરકાર દ્વારા સહાય આપવામાં આવી હતી અને ખેડૂતોએ પોતાની ખેતીની જમીનમાં સુધારણા કરી હતી અને વરસાદની રાહ જોઈ રહ્યા હતા. ત્યારે 2018 માં વરસાદ ન થતા દુષ્કાળના ડેકલા વાગ્યા હતા જેથી કાંકરેજ, ભાભર અને થરાદ પંથકમાંથી પસાર થતી મુખ્ય નર્મદા નહેરના બંને કાંઠે આવેલા ગામોના ખેડૂતોએ નર્મદાના પાણીના સિંચાઇ માટે મળતું હોવાથી દુષ્કાળની અસર ઓછી જોવા મળી હતી.

ત્યારે વર્ષ 2019નાં ચોમાસાની શરૂઆતમાં અષાઢ માસ બાદ એટલે કે ચોમાસાનાં એક માસ બાદ વરસાદની શરૂઆત થઈ હતી અને ખેડૂતોએ વાવણી કરી હતી. વાવણી કરેલા પાકને જરૂરિયાત મુજબ વરસાદ પણ વરસી રહ્યો હતો. આથી ખેડૂતો આ વર્ષે હરખનાં હેતમાં ઉત્સાહ સાથે વાતો કરી રહ્યા હતા કે આ વર્ષે ભગવાને સારો વરસાદ આપતાં ઉત્પાદન સારું મેળવીશું, પણ બન્યું એવું કે છેલ્લા એક અઠવાડિયામાં વરસી રહેલા વરસાદે ખેડૂતોના પાક ઉપર પાણી ફેરવી નાખ્યું નીચાણવાળા ખેતરોમાં એક થી દોઢ ફૂટ જેટલું પાણી ભરાઈ જવાથી ઉગેલો પાક નષ્ટ થઈ જવા પામ્યો છે, જ્યારે સતત વરસાદ વરસતાં બાજરી જુવાર મગ તલ અને મગફળી જેવા પાકોને વ્યાપક નુકશાન જોવા મળી રહ્યું છે આથી ખેડૂતોની આશાઓ નિરાશા થઈ જવા પામી છે અને લીલો દુષ્કાળની સ્થિતિ સર્જાઈ છે.

સતત વરસાદના કારણે બનાસકાંઠામાં કપાસ, મગફળી અને અડદ જેવા પાકોમાં ભારે નુકસાન થયું છે. સતત વરસાદ, વાદળછાયું વાતાવરણ અને સૂર્યપ્રકાશ નહીં મળવાથી છોડ મુરઝાઈ રહ્યા છે. કપાસના છોડ તો કાળા પડી ગયા છે. જ્યારે મગફળીમાં પણ આવી જ હાલત છે. બનાસકાંઠામાં 1 લાખ 20 હજાર હેક્ટર જમીનમાં મગફળી, 43 હજાર જમીનમાં કપાસનું વાવેતર થયું છે.એક હેક્ટર જમીન માટે ખેડૂત 10થી 12 હજારનો ખર્ચ અને ત્રણ મહિનાની મહેનત કરે છે. હવે જરા વિચારો કે બનાસકાંઠામાં ખેડૂતોને થયેલા નુકસાનનો આંકડો ક્યાં સુધી પહોંચશે.

 

આ પણ વાંચો :ભગવાનની દયાથી વરસાદ સારો થયો છે, હાલ ગુજરાતમાં લીલો દુકાળ નથી : વિજય રૂપાણી

રમો મંતવ્ય નવરાત્રી ક્વિઝ 2019. આપો સરળ સવાલોના જવાબ,લકી વિજેતાઓને મળશે બમ્પર ઇનામો. પ્રતિયોગિતામાં ભાગ લેવા માટે ડાઉનલોડ કરો

“Mantavya News” એપ્લિકેશન. Click    https://play.google.com/store/apps/details?id=amigoinn.example.mantavya&hl=en_IN

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.