પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મૂખર્જીએ દિલ્હીનાં એક કાર્યક્રમમાં એક મહત્વ પૂર્ણ વાતને સમર્થન આપ્યું છે. પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મૂખર્જીએ વિકાસ, ઉત્તપાદન અને આવક-જાવકની સાથે સાથે દેશનાં લોકો કેટલા ખુુશ છે તે પણ મહત્વ પૂર્ણ હોવાની વાત કહી છે. મૂખર્જી આ મામલે દુનિયાનાંં બીજા દેશોમાં ગ્રોસ હેપ્પીનેસ રેશીઓને પણ ધ્યાનમાં લેવામાં આવતા હોવાની વાત કરી આવા દેશોની સરાહના કરી હતી.
પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મૂખર્જીએ કહ્યું હતું કે, ભૂતાનની જેમ દેશમાં “ગ્રોસ હેપ્પીનેસ” પર ભાર આપવો જોઇએ. તેમણે કહ્યું કે ગ્રોસ હેપ્પીનેસ પણ ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ(GDP)થી ઓછું મહત્વ પૂર્ણ નથી. તેનો આધાર શિક્ષણ છે. તેઓ શિક્ષક દિવસના પ્રસંગે ગુરૂવારે દિલ્હીની નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાના પુસ્તક “શિક્ષા”નાં વિમોચન કાર્યક્રમમાં હાજર રહ્યાં હતા.
મુખર્જીએ કહ્યું આજે વિશ્વ માત્ર ઘરેલુ ઉત્પાદ(જીડીપી) વિશે વાત કરી રહ્યું છે એવું નથી, તે આનાથી પણ વિશેષ કઈક ઈચ્છે છે. કોઈ પણ દેશ માટે તેની જીડીપી તો મહત્વની છે જે પરંતુ તેની સાથે-સાથે ગ્રોસ હેપ્પીનેસને પણ મહત્વ અપાઈ રહ્યું છે. પૂર્વ રાષ્ટ્રપતિએ કાર્યક્રમમાં દિલ્હીના શિક્ષકોની પ્રશંસા કરી અને સિસોદિયાને બુક લખવા માટે ધન્યવાદ આપ્યા. તેમણે કહ્યું કે વિદ્યાર્થીઓને સવાલો પૂછવા માટે પ્રોત્સાહિત કરવા જોઈએ.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન