New Delhi: મે મહિનામાં સતત બીજા મહિને ભારતના મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં વૃદ્ધિ દર ધીમો રહ્યો હતો. પરંતુ 13 વર્ષમાં વૈશ્વિક વેચાણ એટલે કે નિકાસમાં સૌથી વધુ વૃદ્ધિ સાથે આ ક્ષેત્ર વિસ્તરણની સ્થિતિમાં રહ્યું. સોમવારે જારી કરાયેલા માસિક સર્વેમાં આ વાત સામે આવી છે. સીઝનલી એડજસ્ટેડ ‘HSBC ઇન્ડિયા મેન્યુફેક્ચરિંગ પરચેઝિંગ મેનેજર્સ ઇન્ડેક્સ’ (PMI) એપ્રિલમાં 58.8 થી ઘટીને 57.5 થઈ ગયો છે. માર્ચમાં ઇન્ડેક્સ 59.1ની 16 વર્ષની ઊંચી સપાટીએ પહોંચ્યો હતો.
PMI હેઠળ 50 થી ઉપરનો ઇન્ડેક્સ એટલે ઉત્પાદન પ્રવૃત્તિઓમાં વિસ્તરણ થયું ગણાય. જ્યારે 50થી નીચેનો આંકડો ઘટાડો સૂચવે છે. HSBCના વૈશ્વિક અર્થશાસ્ત્રી મૈત્રેયી દાસે જણાવ્યું હતું કે, નવા કોન્ટ્રાક્ટ અને આઉટપુટમાં મંદીને કારણે મે મહિનામાં ઉત્પાદન ક્ષેત્રનું વિસ્તરણ ધીમી ગતિએ થયું હતું.
આ કારણે વૃદ્ધિ ધીમી છે
દાસે જણાવ્યું હતું કે મંદીનું કારણ આકરી ગરમી વચ્ચે કામના કલાકોમાં ઘટાડા અને ઉત્પાદન ખર્ચમાં થયેલા વધારાને આભારી છે. સર્વે અનુસાર, સ્પર્ધા અને ચૂંટણી સંબંધિત વિક્ષેપોને કારણે વૃદ્ધિ અટકી ગઈ છે. કુલ વેચાણના વલણથી વિપરીત મે મહિનામાં નવા નિકાસ કરારોમાં ઝડપી વૃદ્ધિ જોવા મળી છે. આફ્રિકા, એશિયા, અમેરિકા, યુરોપ અને મધ્ય પૂર્વના ઘણા દેશોમાં ઉત્પાદકોએ ગ્રાહકો પાસેથી મેળવ્યા હોવાથી આંતરરાષ્ટ્રીય વેચાણમાં 13 વર્ષમાં સૌથી વધુ ઉછાળો હતો. ઉપરાંત, માર્ચ 2005માં ડેટા કલેક્શન શરૂ થયા બાદ ઉત્પાદન ક્ષેત્રે રોજગારમાં સૌથી વધુ વધારો જોવા મળ્યો હતો.
આ પણ વાંચો:સરકારી બેંકો થઈ માલામાલ, રોકાણકારોને બખ્ખાં
આ પણ વાંચો: રૂપિયા 78,213 કરોડનો કોઈ વારસદાર નથી! પૈસાનો ઢગ થઈ રહ્યો છે…
આ પણ વાંચો:એક વ્યક્તિએ SBI બ્રાન્ચમાં ફોટો લીધા પછી કરી ફરિયાદ, જવાબમાં SBIએ કહી આ વાત