Gujarat News/ GSDMA, INCOIS, કચ્છ વહીવટીતંત્ર તથા રિલાયન્સ ફાઉન્ડેશને રાપર ગઢ ગામે મેગા મોક એક્સરસાઈઝ હાથ ધરી

યુનેસ્કો સુનામી-રેડી માન્યતા પ્રોગ્રામ અનુસાર આ ગામને સુનામી-રેડી બનાવવાનો આ એક પ્રયાસ હતો

Top Stories Gujarat
Beginners guide to 2024 11 07T163139.055 GSDMA, INCOIS, કચ્છ વહીવટીતંત્ર તથા રિલાયન્સ ફાઉન્ડેશને રાપર ગઢ ગામે મેગા મોક એક્સરસાઈઝ હાથ ધરી

Gujarat News : અબડાસા, ગુજરાત, નવેમ્બર 6, 2024: મંગળવારે સવારે 9.40 વાગ્યે અચાનક જ એલાર્મ સાઈરન વાગી એટલે રાપર ગઢ ગામમાં પૂર્વાયોજિત શાંતિ ફેલાઈ ગઈ હતી. પિંગળેશ્વર કાંઠાળ વિસ્તારમાં આવેલા આ ગામના રહીશોએ હારમાળામાં મોક-ઈવેક્યુએશન કર્યું હતું, જેથી તેઓ ‘સુનામી-રેડી’નું પ્રમાણપત્ર મેળવવાની દિશામાં એક કદમ આગળ વધી શકે.વર્લ્ડ સુનામી જાગૃતિ દિવસને મનાવવાની સાથે 2004ની ઘાતક હિંદ મહાસાગરની સુનામીને યાદ કરતા, ગુજરાત રાજ્ય ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (જીએસડીએમએ), કચ્છ જિલ્લા વહીવટીતંત્ર, ઈન્કોઈસ, રિલાયન્સ ફાઉન્ડેશન તથા અન્ય એજન્સીઓએ કચ્છના રાપર ગઢ ગામે મેગા મોક સુનામી એક્સરસાઈઝ હાથ ધરી હતી. યુનેસ્કો સુનામી-રેડી માન્યતા પ્રોગ્રામ અનુસાર આ ગામને સુનામી-રેડી બનાવવાનો આ એક પ્રયાસ હતો.

Beginners guide to 2024 11 07T162540.011 GSDMA, INCOIS, કચ્છ વહીવટીતંત્ર તથા રિલાયન્સ ફાઉન્ડેશને રાપર ગઢ ગામે મેગા મોક એક્સરસાઈઝ હાથ ધરી

રાપર ગઢ ગામે વારંવાર વાવાઝોડાં, ભૂકંપ અને સુનામી ત્રાટકે છે અને તાજેતરના ગાળામાં અહીં વરસાદની પેટર્નમાં પણ ધરમૂળથી પરિવર્તન આવ્યું છે. ભારતભરમાં પોતાના ડિઝાસ્ટર રિસ્ક ઘટાડવાના પ્રયાસોના ભાગરૂપે, રિલાયન્સ ફાઉન્ડેશને ગામ, બ્લોક તથા જિલ્લા-સ્તરે છેવાડાના હિતધારકો સાથે કામ કર્યું છે, જેમાં જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી તેમજ સમુદાયનો સમાવેશ થાય છે જેથી હોનારતોના જોખમોને ઘટાડવાની સાથે જલવાયુ-પ્રતિરોધકતા પણ વિસ્તારી શકાય. આ મુજબ, રિલાયન્સ ફાઉન્ડેશને ભોગ બનવાની શક્યતાનું મૂલ્યાંકન કરતા, પોતાના ગ્રામ ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાનને (વીડીએમપી) મજબૂત બનાવવા ગામોને મદદ કરી છે તેમજ જાગૃતિ કાર્યક્રમો તેમજ પૂર્વતૈયારીઓની પ્રવૃત્તિઓ હાથ ધરી છે.

Beginners guide to 2024 11 07T162645.999 GSDMA, INCOIS, કચ્છ વહીવટીતંત્ર તથા રિલાયન્સ ફાઉન્ડેશને રાપર ગઢ ગામે મેગા મોક એક્સરસાઈઝ હાથ ધરી

મંગળવારે સુનામી તૈયારીની એક્સરસાઈઝના ભાગરૂપે, ગામલોકો કે જેઓ પિંગળેશ્વર કાંઠાળ વિસ્તારની નજીક હતા, તેમને ગામ ખાલી કરાવીને નિર્ધારિત સુરક્ષિત આશ્રયસ્થાનોમાં ખસેડાયા હતા. સવારમાં જ જીએસડીએમએ દ્વારા ઈન્ડિયન નેશનલ સેન્ટર ફોર ઓશન ઈન્ફોર્મેશન સર્વિસીઝ (ઈન્કોઈસ) તરફથી મોક એલર્ટ અપાયું હતું. સમગ્ર ગ્રામ સમુદાયને ઈન્ડોનેશિયાના સુમાત્રા નજીક 9.03ની તીવ્રતાના ભૂકંપની ચેતવણી અપાઈ હતી, જેના પગલે ભારતના પશ્ચિમ કાંઠે આગામી 3 કલાકમાં સુનામી આવવાની ભીતિ દર્શાવાઈ હતી. મહત્ત્વના સ્થળોએ સરળતાથી જોઈ શકાય તે રીતે ગામ ખાલી કરીને જવાના રૂટના નકશા ગોઠવાયા હતા અને તેનાથી ગામવાસીઓને સમયસર અને આયોજિત રીતે આશ્રયસ્થાનો સુધી પહોંચવામાં મદદ મળી હતી. ઈન્સિડન્ટ કમાન્ડ સેન્ટરની ગ્રામ પંચાયત કચેરી નજીક સંકલન હબ તરીકે સ્થાપના કરાઈ હતી.

પોલીસ તથા આરોગ્ય જેવા આવશ્યક સેવા વિભાગીય કર્મચારીઓને સાબદાં રખાયા હતા જેથી આપાતકાલીન સ્થિતિને પહોંચી વળાય જ્યારે મરીન પોલીસ તેમજ મત્સ્યોદ્યોગ વિભાગ દ્વારા માછીમારોને દરિયામાં જતા રોકવામાં આવ્યા હતા. જિલ્લા શિક્ષણ કર્મચારીઓ તથા એએનએમ દ્વારા સુનિશ્ચિત કરાયું હતું કે બાળકોને સુરક્ષિત રીતે ગામમાંથી ખસેડવામાં આવે. બધું મળીને 65 બાળકો તેમજ 25 વૃદ્ધો સહિત, 290 લોકોને આ ગામમાંથી સલામત સ્થળે ખસેડાયા હતા.

Beginners guide to 2024 11 07T162752.054 GSDMA, INCOIS, કચ્છ વહીવટીતંત્ર તથા રિલાયન્સ ફાઉન્ડેશને રાપર ગઢ ગામે મેગા મોક એક્સરસાઈઝ હાથ ધરી

આ મોક એક્સરસાઈઝનો ઉદ્દેશ સરકારી વિભાગો, સામુદાયિક અગ્રણીઓ, અને નિવાસીઓ વચ્ચે સંકલન સુદૃઢ બનાવીને સામુદાયિક પ્રતિરોધકતાનું સ્તર ઊંચુ લાવવાનો તેમજ ગ્રામ ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાનમાં સુધારણા કરવાનો હતો. વ્યવહારુ અમલીકરણ તેમજ સમયાંતરે ડ્રીલ્સ યોજીને, આ સમુદાયને વાસ્તવિક આપાતકાલીન સ્થિતિઓને કુશળતાપૂર્વક પહોંચી વળવા વધુ સારી રીતે તૈયાર કરી શકાશે.

રિલાયન્સ ફાઉન્ડેશન વિષમ પરિસ્થિતિઓ માટે તૈયારીને સુદૃઢ બનાવવા, પ્રત્યુત્તર ક્ષમતાને મજબૂત બનાવવા, જીવન-બચાવનારી માહિતી છેવાડાની વ્યક્તિ સુધી પહોંચે તે સુનિશ્ચિત કરવા તેમજ આજીવિકાને જલવાયુ-પ્રતિરોધક બનાવવા કચ્છના સંખ્યાબંધ ગામોમાં વિવિધ સમુદાયો ઉપરાંત સરકારી વિભાગો તેમજ નોડલ એજન્સીઓ સાથે મળીને નિકટતાથી સંકલન સાધી રહ્યું છે. રિલાયન્સ ફાઉન્ડેશને છેલ્લા કેટલાંક વર્ષોમાં વિવિધ ડિઝાસ્ટર્સની સ્થિતિમાં 21 મિલિયનથી વધુ લોકોને સહાયતા પૂરી પાડી છે, અને નબળા તેમજ ભોગ બનનારા સમુદાયોને સશક્ત બનાવવાની પોતાની વચનબદ્ધતાથી પ્રેરાઈને ભારતના આઠ રાજ્યોમાં પોતાની ડિઝાસ્ટર પ્રતિરોધક કામગીરીને સુદૃઢ બનાવી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: રાજયમાં ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં ઇવીએમ નહિ વપરાય, બેલેટ પેપરથી થશે મતદાન

આ પણ વાંચો: નામ તો છે, “સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી” અને સ્થાનિક મુદ્દાની જ અવગણના કે શું ?

આ પણ વાંચો: પાટણ/ ત્રણ સંતાન ધરાવતા પાલિકાના આ સભ્યની થઈ ધરપકડ,ચૂંટણીમાં ખોટી આપી હતી માહિતી