SGST raid/ રાજ્યમાં જીએસટી વિભાગના મોટાપાયે દરોડા, 200 કરોડની કરચોરી પકડાઈ

રાજ્યમાં સ્ટેટ જીએસટી (GSt) કમિશને એકસાથે નવ શહેરોમાં પાડેલા દરોડામાં 200 કરોડ રૂપિયાની કરચોરી પકડાઈ છે.

Gujarat Gandhinagar Breaking News
Beginners guide to 2024 12 15T195719.068 રાજ્યમાં જીએસટી વિભાગના મોટાપાયે દરોડા, 200 કરોડની કરચોરી પકડાઈ

Gandhinagar News: રાજ્યમાં સ્ટેટ જીએસટી (GSt) કમિશને એકસાથે નવ શહેરોમાં પાડેલા દરોડામાં 200 કરોડ રૂપિયાની કરચોરી પકડાઈ છે. સ્ટેટ જીએસટી કમિશને અમદાવાદ ઉપરાંત ફિરોઝાબાદ, જામનગર, રાજકોટ સહિતના નવ શહેરોમાં દરોડા પાડ્યા છે. સ્ટેટ જીએસટી વિભાગ દ્વારા એકસાથે 25 સ્થળોએ કાર્યવાહી કરવામાં આવી છે.

અમદાવાદમાં પણ જીએસટીએ સ્ક્રેપ ડીલર (Scrap Dealer) ને ત્યાં દરોડા પાડ્યા છેઅને તેને ત્યાંથી અનેક દસ્તાવેજ જપ્ત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત જામનગર અને રાજકોટમાં તેલના વેપારીઓને ત્યાં દરોડા પાડવામાં આવ્યા છે. કરચોરીની તપાસ હજી પણ ચાલુ છે અને આ આંકડો હજી પણ વધી શકે છે. અધિકારીઓએ બનાવટી ખરીદ બિલ અને વેચાણ દસ્તાવેજ જપ્ત કર્યા છે.

સ્ટેટ જીએસટી વિભાગે રાજ્યના નવ શહેરોમાં 43 વેપારીઓને ત્યાં દરોડા પાડ્યા છે. તેમા વેડિંગ ગારમેન્ટ ઇન્ડસ્ટ્રી પર પણ દરોડા પાડવામાં આવ્યા છે. જામનગર અને રાજકોટના તેલના વેપારીઓને ત્યાં દરોડાના પગલે કરચોરીની રકમનો વધી શકે છે. તેમજ નકલી ખરીદ બિલ અને વેચાણ દસ્તાવેજો જપ્ત કરવામાં આવ્યા છે. બેઝ ઓઈલની આયાતમાં મોટી કરચોરીની શક્યતા છે.

રાજ્યના 9 શહેરોમાં 43 જિલ્લાના રેસ્ટોરન્ટ વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. રાજ્યના વેપાર વિભાગ દ્વારા રાજ્યભરમાં દરોડા પાડવામાં આવ્યા છે. જેમાં રાજ્યના  વેડિંગ ફોટોગ્રાફી ઉદ્યોગ અંગે સઘન તપાસ હાથ ધરાઈ છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: સુરતમાં જીએસટીના દરોડા, સાત કરોડની કરચોરી પકડાઈ

આ પણ વાંચો: સુરતમાં ડ્રાયફ્રુટના વેપારીઓને ત્યાં જીએસટીના દરોડા

આ પણ વાંચો: બોગસ બિલિંગ કૌભાંડઃ નવસારીમાં જીએસટીના દરોડાથી ફફડાટ