દરોડા/ અમદાવાદના રેડેક્સ એન્ટરપ્રાઈઝ પર GSTના દરોડા,1228 કરોડના વેચાણ દર્શાવી 221 કરોડની વેરાશાખ પાસ ઓન કરી,મહેમુદ રજાઇવાલાની ધરપકડ

ગુજરાતમાં સ્ટેંટ GST વિભાગે દરોડા પાડવાનો સિલસિલો યથાવત રાખ્યો છે, રાજ્યમાં સમયઅંતરાલે દરોડા પાડીને સાફ કરી દીધું છે કે GSTમાં ચોરી કરશો તો ખેર નથી

Top Stories Gujarat
4 25 અમદાવાદના રેડેક્સ એન્ટરપ્રાઈઝ પર GSTના દરોડા,1228 કરોડના વેચાણ દર્શાવી 221 કરોડની વેરાશાખ પાસ ઓન કરી,મહેમુદ રજાઇવાલાની ધરપકડ
  • સ્ટેટ GST વિભાગની કાર્યવાહી
  • મેન પાવર પૂરા પાડતા એકમો પર દરોડા
  • અમદાવાદના રેડેક્સ એન્ટરપ્રાઈઝના ત્યાં દરોડા
  • મહેમુદ રજાઇવાલાની કરવામાં આવી ધરપકડ
  • 221 કરોડની વેરા શાખ કરી હતી પાસ ઓન
  • અમદાવાદમાં 1,228 કરોડના દર્શાવ્યા હતા વેચાણ
  • મેન પાવર સપ્લાયના વ્યવહારો દર્શાવી કૌભાંડ આચર્યું

ગુજરાતમાં સ્ટેંટ GST વિભાગે દરોડા પાડવાનો સિલસિલો યથાવત રાખ્યો છે, રાજ્યમાં સમયઅંતરાલે દરોડા પાડીને સાફ કરી દીધું છે કે GSTમાં ચોરી કરશો તો ખેર નથી.અમદાવાદમાં મેન પાવર પૂરી પાડતી સંસ્થા પર દરોડા પાડ્યા હતા, શહેરના રેડેક્સ એન્ટરપ્રાઇઝના ત્યાં રાજ્ય જીએસટી વિભાગે દરોડા પાડ્યા હોવાના સમાચાર સામે આવ્યા છે. આ દરોડામાં મહેમુદ રજેવાલાની ધરપકડ કરવામાં આવી હતી, તેમણે 221 કરોડની વેરા શાખની પાસ ઓન કરી હતી. અમદાવાદમાં 1,228 કરોડના ખોટા વ્યવહારો દર્શાવ્યા હતા. આ મામલે આ સંસ્થાએ મસમોટું કૌભાંડ આચર્યું હતું. આ દરોડામાં અનેક બેનામી વ્યવહોરો મળી આવ્યા હતા જેના પગલે જીએસટી વિભાગે કડક કાર્યવાહી હાથ ધરી છે.