Not Set/ પોલીસ રક્ષણ વચ્ચે નીકળ્યો 11 દલિત વરરાજાઓનો વરઘોડો

સ્વતંત્ર ભારતમાં ઘણી જગ્યાએ હજુ પણ દલિતોને અસ્પૃશ્ય ગણવામાં આવે છે.  ગુજરાતના અરવલ્લીના ખીમસર અને મોડાસાના ગામડામાં દલિતના લગ્ન પ્રસંગે કાઢવાં આવેલા વરઘોડામાં વિરોધ થયો હતો ત્યારે ધોરાજીમાં થયેલ દલિતોના 11 સમૂહ લગ્નએ એક ઉદાહરણીય દાખલો બન્યા છે અને એક કોમી એકતાની મિશાલ બન્યા છે. ધોરાજીમાં દલિત સમાજ દ્વારા 11 જેટલી દલિત દીકરીઓના સમાજ દ્વારા […]

Top Stories Gujarat Others
aw 10 પોલીસ રક્ષણ વચ્ચે નીકળ્યો 11 દલિત વરરાજાઓનો વરઘોડો

સ્વતંત્ર ભારતમાં ઘણી જગ્યાએ હજુ પણ દલિતોને અસ્પૃશ્ય ગણવામાં આવે છે.  ગુજરાતના અરવલ્લીના ખીમસર અને મોડાસાના ગામડામાં દલિતના લગ્ન પ્રસંગે કાઢવાં આવેલા વરઘોડામાં વિરોધ થયો હતો ત્યારે ધોરાજીમાં થયેલ દલિતોના 11 સમૂહ લગ્નએ એક ઉદાહરણીય દાખલો બન્યા છે અને એક કોમી એકતાની મિશાલ બન્યા છે.

ધોરાજીમાં દલિત સમાજ દ્વારા 11 જેટલી દલિત દીકરીઓના સમાજ દ્વારા લગ્ન યોજવામાં આવ્યા હતા, આ લગ્નમાં વિવિધ ગામો અને શહેરોમાંથી જાન આવી હતી, ધોરાજીમાં જાન લઇને આવેલ વરરાજાઓના વાજતે ગાજતે વરઘોડા કાઢવામાં આવ્યા હતા,

આ વરઘોડા શહેરભરમાં ફર્યા હતા, ત્યારે ધોરાજી શહેરના મોટાભાગના સમાજ દ્વારા આ વરઘોડાનું સ્વાગત કરવામાં આવ્યું હતું, જેમાં ધોરાજી મુસ્લિમ સમાજ અને ધોરાજી પટેલ સમાજ દ્વારા આ વરઘોડાનું શહેરના ચોકમાં સ્વાગત કરીને સત્કારવામાં આવ્યા હતા,

દલિતોના આ વરઘોડાનું સ્વાગત કરી તમામ સમાજ દ્વારા કોમી એકતાની મિશાલ પુરી પડેલ હતી અને દલિત સમાજ દ્વારા પણ અન્ય સમાજ દ્વારા કરવામાં આવેલ સ્વાગતને આવકર્યું હતું, સાથે સાથે અન્ય સમાજ દ્વારા દલિતોની દીકરીઓને આપવામાં આવેલ કરિયાવરને લઈને આનંદની લાગણી અનુભવી હતી

ધોરાજી માં યોજાયેલ આ દલિતના લગ્નએ કોમી એકતાની મિશાલ બન્યા  છે સાસરે જઈ રહેલ આ દલિતોની દીકરી ને અન્ય સમાજ દ્વારા પણ કરિયાવર માટે વસ્તુઓ આપીને પોતાની દીકરી સાસરે જતી હોય તેમ વળાવી હતી, જેમાં પટેલ સમાજ, રબારી સમાજ, મુસ્લિમ સમાજ સહિતના સમાજ દ્વારા આ દીકરીઓને કરિયાવરની વસ્તુ ઓ પુરી પાડવામાં આવી હતી સાથે સાથે પોતાના સમાજની જ દીકરી હોય તે રીતે અને દલિત સમાજ પોતાના ભાઈ હોય તે રીતે સ્વાગત કરીને આ સમૂહ લગ્નમાં જોડ્યા હતા

ગુજરાતના અરવલ્લી , મોડાસામાં દલિતના વરઘોડા દરમિયાન બનેલ ઘટનાના પગલે ધોરાજીમાં નીકળે વરઘોડાને પોલીસ દ્વારા પૂરતું રક્ષણ આપવામાં આવેલ હતું અને કોઈ અનિચ્છનીય બનાવના બને તે માટે તમામ સુરક્ષાના પણ પગલાં લેવામાં આવેલ હતા , સુરક્ષાના ભાગ રૂપે એક ડી,વાય એસ.પી. એક પી.આઈ. અને ત્રણ જેટલા પી.એસ.આઈ. અને મોટી સંખ્યામાં કોન્સ્ટેબલો હાજર રહ્યા હતા, જયારે પોલીસ પણ જાણે આજે આ એક દિવસના રાજાના પ્રોટોકોલમાં હજાર હોય તેવો ભાવ વ્યક્ત કરેલ હતો

ધોરાજીમાં થયેલ દલિતોના સમૂહ લગ્ન અને અન્ય સમાજ દ્વારા આપવા માં આવેલ સહકાર એ અહીં રહેલા તમામ સમાજ ની એકતા ની સાબિતી છે અને અસ્પૃશ્યતા ને અહીંથી જાકારો મળી ચુક્યો છે તેની સાબિતી છે.