Not Set/ આણંદ : પોણા ચાર કરોડની રદ્દ થયેલી નોટો સાથે ચારની ધરપકડ

આણંદથી એક સનસનીખેજ ઘટના સામે આવી રહી છે. હમણાં જ મળતી ખબરો મુજબ પોલીસ દ્વારા ચાર લોકોને ઝડપી પાડવામાં આવ્યા છે. આ ચાર શખ્સોને આણંદ પાસે આવેલ સામરખા ચોકડીથી ગામડી ગામમાં પ્રવેશ કરતા સમયે પકડી પાડવામાં આવ્યા છે. જણાવી દઈએ કે, આર આર સેલ દ્વારા આ ચાર શખ્સોની અટકાયત કરવામાં આવી છે. તેમની પાસેથી રદ્દ કરાયેલી જૂની […]

Top Stories Gujarat Others
Anand Note આણંદ : પોણા ચાર કરોડની રદ્દ થયેલી નોટો સાથે ચારની ધરપકડ

આણંદથી એક સનસનીખેજ ઘટના સામે આવી રહી છે. હમણાં જ મળતી ખબરો મુજબ પોલીસ દ્વારા ચાર લોકોને ઝડપી પાડવામાં આવ્યા છે. આ ચાર શખ્સોને આણંદ પાસે આવેલ સામરખા ચોકડીથી ગામડી ગામમાં પ્રવેશ કરતા સમયે પકડી પાડવામાં આવ્યા છે.

Anand Note 2 e1538554526999 આણંદ : પોણા ચાર કરોડની રદ્દ થયેલી નોટો સાથે ચારની ધરપકડ

જણાવી દઈએ કે, આર આર સેલ દ્વારા આ ચાર શખ્સોની અટકાયત કરવામાં આવી છે. તેમની પાસેથી રદ્દ કરાયેલી જૂની નોટોનો ખુબ મોટો જથ્થો ઝડપવામાં આવ્યો છે. મળતી વિગતો મુજબ આ ચાર શખ્સો પાસેથી 1000ની જૂની નોટના 256 બંડલ તેમજ 500ની જૂની નોટોના 210 બંડલ મળી આવ્યા છે.

આર આર સેલ આણંદ દ્વારા આ ચાર શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. આગળની તપાસ આણંદ ટાઉન પોલીસને સોંપવામાં આવી છે. કુલ 3 કરોડ 70 લાખ રૂપિયાની રદ્દ થયેલી નોટો સાથે આ શખ્સોની ધરપકડ કરવામાં આવી છે.