કચ્છ,
કચ્છમાં આવેલા વાતાવરણમાં પલટાને કારણે કેસર કેરીના પાકને વ્યાપક નુકશાન થયું છે.અંજારમાં ભારે પવન ફૂંકાતા કેસર કેરીનો ફાલ ખરી પડ્યો હતો.આંબાના ઝાડ પર લટકતી કાચી કેરીઓ ધૂળની ડમરીઓ સાથે ઉડતા પવનથી ખરી પડી હતી.આ વખતે વરસાદી પાણીના અભાવે કેરીનું વાવેતર ઓછું થયું હતું.તેવામાં કુદરતી માવઠું પડતાં ખેડૂતોને ચિંતામાં ગરકાવ થયા હતા.