ધંધુકા,
રાજ્યમાં રોડ અકસ્માતનો સિલસિલો હજુ પણ યથાવત છે. દિવસેને દિવસે અકસ્માતની ઘટનામાં વધારો થઈ રહ્યો છે અત્યારે વધુ એક અકસ્માતની ઘટના અમદાવાદ જિલ્લામાં આવેલ ધંધુકાની સામે આવી છે.અહી કાર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો છે. જેમાં ચાર લોકોના મોત નિપજ્યાં છે. જ્યારે એક વ્યક્તિને ગંભીર રીતે ઘાયલ થયો છે.
મળતી માહિતી અનુસાર અમદાવાદ જિલ્લામાં આવેલ ધંધુકાના બરવાળા રોડ પર આવેલ તગડી ગામ પાસે અકસ્માત કાર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં બે મહિલા સહિત ચાર વ્યક્તિઓના થયા ઘટના સ્થળે જ કમકમાટીભર્યાં મોત થયા છે. તેમજ એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થતા 108 દ્વારા હોસ્પિટલ ખસેડાયો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવો મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.