રાજ્યમાં ભલે સરકાર દારૂબંધી હોવાની મોટી મોટી વાતો કરતી હોય પરંતુ હકીકત એ છે કે રોજે રોજ મોટી માત્રામાં દારૂ પકડાઈ રહ્યો છે.તાજેતરમાં જ અમદાવાદ અને હળવદમાંથી કુલ 460 જેટલી દારૂની બોટલ પકડાઈ છે.
અમદાવાદ જિલ્લામાંથી એક લકઝરી બસમાંથી વિદેશી દારૂની 270 પેટી પકડાઈ હતી જેની અંદાજિત કિંમત 16,20,000 રૂપિયા જેટલી થાય છે.બાવળા પોલીસ 25 લાખના મુદ્દામાલ સાથે એક આરોપીની ધરપકડ કરી છે.
તો બીજી તરફ મોરબીના હળવદમાં પણ 19.84 લાખનો વિદેશી દારૂ ઝડપાયો છે.મોરબીમાં બુટલેગરે દારૂની હેરાફેરી માટે નવો કિમીયો શોધ્યો છે.
સીમેન્ટના દાબડા પાછળ છુપાવીને લઇ જવાતો હતો આ દારૂ ત્યારે 190 પેટી દારૂ સાથે એક આરોપી પોલીસના હાથે પકડાઈ ગયો હતો.
પોલીસની પ્રાથમિક તપાસમાં એવું સામે આવ્યું છે કે દારૂ થી ભરેલ આ ટ્રક પંજાબથી હળવદ લવાતો હતો ત્યારે પકડાયો હતો.m
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.