Not Set/ ભાવનગર માર્કેટ યાર્ડમાંથી તસ્કરો 700 કિલો ડુંગળી ચોરી ગયા

રાજ્યમાં હાલ ડુંગળીના ભાવો 100 રૂપિયે કિલો સુધી આસમાને પહોંચ્યા છે.ગરીબોની કસ્તુરી ગણાતી ડુંગળી જાણે કિંમતી જણસ થઈ ગઈ છે ત્યારે ભાવનગર તરફથી એવા સમાચાર સામે આવી રહ્યાં છે કે તમને ચોંકાવી દેશે. ભાવનગરના માર્કેટિંગ યાર્ડમાં બુધવારે રાત્રે જે ઘટના બની તેને જાણીને તમે પણ કહેશો આ તો હવે હદ થઈ ગઈ. માની ના શકાય […]

Gujarat Others
Untitled 44 ભાવનગર માર્કેટ યાર્ડમાંથી તસ્કરો 700 કિલો ડુંગળી ચોરી ગયા

રાજ્યમાં હાલ ડુંગળીના ભાવો 100 રૂપિયે કિલો સુધી આસમાને પહોંચ્યા છે.ગરીબોની કસ્તુરી ગણાતી ડુંગળી જાણે કિંમતી જણસ થઈ ગઈ છે ત્યારે ભાવનગર તરફથી એવા સમાચાર સામે આવી રહ્યાં છે કે તમને ચોંકાવી દેશે. ભાવનગરના માર્કેટિંગ યાર્ડમાં બુધવારે રાત્રે જે ઘટના બની તેને જાણીને તમે પણ કહેશો આ તો હવે હદ થઈ ગઈ.

માની ના શકાય પણ ભાવનગર માર્કેટિંગ યાર્ડમાંથી ડુંગળીની 14 બોરીની ચોરી થઈ હોવાનું સામે આવ્યું છે. જો કે, વેપારીઓએ આ મામલે ફરિયાદ ન નોંધાવવાનું નક્કી કર્યું છે.એક બોરીમાં 50 કિલો ડુંગળી હતી આમ 700 કિલો ડુંગળીઓ ચોરાઈ હતી.

ભાવનગર માર્કેટ યાર્ડના વેપારી મંડળના પ્રમુખ નરેન્દ્રસિંહ ગોહિલે મીડિયા સાથે વાતચીત કરતાં જણાવ્યું કે, ‘અમારૂં માનવું છે કે ટ્રકમાં ડુંગળીની બોરી મૂકતી વખતે મજૂરો દ્વારા આડાઅવળી થઈ ગઈ હશે. આખો સ્ટોક માર્કેટયાર્ડમાં ખુલ્લામાં પડેલો છે અને મજૂરો જ ટ્રકમાં તેને મૂકે છે.

હોલસેલ માર્કેટમાં ડુંગળીનો ભાવ 130થી 140 રૂપિયા પ્રતિ 20 કિલોએ પહોંચ્યા છે. જેના કારણે ડુંગળી હવે સૌથી કિંમતી વસ્તુ બની ગઈ છે.

ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં આજે ડુંગળી 14 બોરીની  ચોરી થતા વેપારીઓમાં રોષ ફાટી નીકળ્યો હતો અને જેને લેઈને હરાજી મોડી શરૂ કરતા ખેડૂતોમાં પણ ભારે રોષ જોવા મળ્યો હતો.

બાદમાં વેપારીઓ દ્વારા એપીએમસીનાના સંચાલકો અને પદાધિકારી વચ્ચે બેઠક યોજાઈ હતી જેમાં વેપારીઓ દ્વારા યાર્ડમાં રાત્રી દરમિયાન સુરક્ષા વધારવામાં આવે તેમજ ઠેર ઠેર સીસીટીવી કેમેરા લગાવવામાં આવે તેવી માગ કરવામાં આવી હતી અને બન્ને વચ્ચે સમજુતી બાદ આખરે હરાજી શરુ કરવામાં આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.