Gujarat News/ ગુજરાતે મેળવી રીન્યૂએબલ એનર્જી ક્ષેત્રે 30 ગીગાવોટ (GW) ની વિક્રમ જનક ક્ષમતા સ્થાપિત કરી મહત્વપૂર્ણ સિદ્ધિ  

નવી યોજનાઓ અને નીતિઓના અમલીકરણ દ્વારા રિન્યૂએબલ એનર્જી ક્ષમતા વધારવા ગુજરાત સતત પ્રયત્નશીલ.

Top Stories Gujarat
Copy of પીએમ સુનક તેમની પત્ની અક્ષતા મૂર્તિ સાથે પહોંચ્યા હતા મંદિર 2024 11 05T191608.249 1 ગુજરાતે મેળવી રીન્યૂએબલ એનર્જી ક્ષેત્રે 30 ગીગાવોટ (GW) ની વિક્રમ જનક ક્ષમતા સ્થાપિત કરી મહત્વપૂર્ણ સિદ્ધિ  

Gujarat News:નવી યોજનાઓ અને નીતિઓના અમલીકરણ દ્વારા રિન્યૂએબલ એનર્જી ક્ષમતા વધારવા ગુજરાત સતત પ્રયત્નશીલ.ગુજરાત રાજ્યએ માહે ઓક્ટોબર- 2024 માં રીન્યૂએબલ એનર્જી ક્ષેત્રે 30 ગીગાવોટ (GW) ની વિક્રમ જનક ક્ષમતા સ્થાપિત કરી મહત્વપૂર્ણ સિદ્ધિ મેળવી છે અને એ સાથે દેશમાં રીન્યૂએબલ ક્ષેત્રમાં અગ્રગણ્ય સ્થાન મેળવ્યું છે. આવી અભૂતપૂર્વ સિદ્ધીઓ થકી ગુજરાત રાજ્ય રૂફટોપ સોલાર અને પવન ઊર્જા ઇન્સ્ટોલેશનમાં દેશમાં પ્રથમ સ્થાન ધરાવે છે આ ઉપલબ્ધિની સાથે ગુજરાતે ભવિષ્ય માટે રીન્યૂએબલ એનર્જી સંસાધનોના વ્યાપક વિકાસ દ્વારા પર્યાવરણની સુરક્ષા તરફ વધુ એક સોપાન સર કરેલ છે એમ ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લી. ની યાદીમાં જણાવાયુ છે.

રાજ્ય સરકાર રીન્યૂએબલ એનર્જી સંસાધનોના વિસ્તારણ માટે સતત પ્રયત્નશીલ છે અને આ ક્ષેત્રમાં નવા રોકાણોને પ્રોત્સાહન આપવા માટે પ્રતિબધ્ધ છે. મોટા ઉદ્યોગોથી લઈને નાના વિકાસકર્તાઓને આ ક્ષેત્રમાં સુવિધા આપવા માટે રાજ્ય સરકાર ઉતરોત્તર નીતિઓમાં સુધારાઓ દ્વારા પ્રોત્સાહનો પુરા પાડે છે.

Copy of પીએમ સુનક તેમની પત્ની અક્ષતા મૂર્તિ સાથે પહોંચ્યા હતા મંદિર 2024 11 05T191931.187 1 ગુજરાતે મેળવી રીન્યૂએબલ એનર્જી ક્ષેત્રે 30 ગીગાવોટ (GW) ની વિક્રમ જનક ક્ષમતા સ્થાપિત કરી મહત્વપૂર્ણ સિદ્ધિ  

GUVNL દ્વારા વર્ષ 2023-24 દરમિયાન 13 ગીગાવોટ ની સમગ્ર દેશમાં સર્વોત્તમ ક્ષમતાના રીન્યુએબલ એનર્જી કરારો હસ્તાક્ષર કર્યા છે.

આં ઉપરાંત પોતાની સિદ્ધીઓને દેશમાં જળહળતી રાખી રાષ્ટ્રના De- Carbonisation લક્ષ્યમાં પોતાનું અગ્રેસર યોગદાન આપવા માટે ગુજરાતે 2030 સુધીનો રીન્યૂએબલ ક્ષમતાનો મહત્વકાંક્ષી લક્ષ્યાંક પણ નક્કી કરેલ છે અને તે માટે લાંબા ગાળાની રણનીતિ પણ બનાવેલ છે.

રીન્યૂએબલ એનર્જી ઉદ્યોગના વિકાસની સફળતાને વધુ વેગ આપવા માટે, રાજ્ય સરકારે કેટલાક મહત્વપૂર્ણ પગલાં લીધાં છે, જેમાં ગુજરાત સરકાર દ્વારા રીન્યૂએબલ એનર્જી પ્રોજેક્ટના વિકાસકર્તાઓને અને ખાસ કરીને નાના રોકાણકર્તાઓને પ્રોત્સાહન આપવા માટે, રીન્યૂએબલ એનર્જી પોલીસી-2023અંતર્ગત નવી યોજના DREBP (Distributed Renewable Energy Bilateral Purchase) અમલમાં મુકવામાં આવી છે. આ યોજનાથી ખુબજ સરળ પ્રક્રિયા થકી વિકાસકર્તાઓ અને નાના રોકાણકર્તાઓ ૫ મેગાવોટ સુધીના ઓછી ક્ષમતાના સોલાર એનર્જી પ્રોજેક્ટ તથા ૧૦ મેગાવોટથી ઓછી ક્ષમતાના વિન્ડ એનર્જી પ્રોજેક્ટ ગુજરાત રાજ્યમાં સ્થાપી શકશે. તથા આ પ્રોજેક્ટ્સમાંથી ઉત્પાદિત વીજળી GUVNL / DISCOMs દ્વારા, ટેન્ડર પ્રક્રિયા વગર, 25 વર્ષના પાવર પરચેઝ અગ્રીમેન્ટથી સીધી ખરીદી કરવામાં આવશે. જેનો વીજદર માનનીય GERC દ્વારા નક્કી કરવામાં આવેલ છે જે સોલાર પ્રોજેક્ટ માટે રૂ. ૨.૭૬/ યુનિટ ( AD બેનિફિટ વગર) અને રૂ.2.48 / યુનિટ ( AD બેનેફીટ સાથે) તેમજ વિન્ડ પ્રોજેક્ટ માટે વીજદર રૂ. 3.17 / યુનિટ (AD બેનિફિટ વગર) અને રૂ 2.84 / યુનિટ (AD બેનિફિટ સાથે).

Copy of પીએમ સુનક તેમની પત્ની અક્ષતા મૂર્તિ સાથે પહોંચ્યા હતા મંદિર 2024 11 05T191755.187 ગુજરાતે મેળવી રીન્યૂએબલ એનર્જી ક્ષેત્રે 30 ગીગાવોટ (GW) ની વિક્રમ જનક ક્ષમતા સ્થાપિત કરી મહત્વપૂર્ણ સિદ્ધિ  

સદર DREBP યોજના થકી વીજ વિતરણ કંપનીઓને પાવર વહેચવા માટે કોઈપણ વ્યક્તિ કે સંસ્થા કોઈપણ સમયે અક્ષય ઊર્જા ઓન-લાઈન પોર્ટલમાં ખુબ જ ઓછા દસ્તાવેજો સાથે રજીસ્ટ્રેશન કરી શકે તેવી સરળ પ્રક્રિયા બનાવવામાં આવેલ છે. ઉપરાંત, આ યોજનામાં રજીસ્ટ્રેશન થયેલ પ્રોજેક્ટ્સને ગ્રીડ કનેક્ટિવિટી માં અગ્રતા આપવામાં આવશે. આ યોજનામાં કોમન Evacuation લાઈન, part commissioning અને early commissioning ની મંજુરી દ્વારા પ્રોજેક્ટ્સ સ્થાપનની પ્રક્રિયાને વઘુમાં વઘુ સુગમ અને સરળ બનાવવામાં આવેલ છે. Power Purchase Agreement (PPA) સાઇન કર્યા બાદ સોલાર પ્રોજેક્ટ સ્થાપવા માટે 12 મહિના અને વિન્ડ પ્રોજેક્ટ સ્થાપવા માટે 18 મહિના જેટલો સમયગાળો આપવામાં આવેલ છે. આ યોજના વિશે વઘુ માહિતી GUVNL અને તેની પેટા વીજ વિતરણ કંપનીઓની વેબસાઈટ ઉપરથી મેળવી શકાશે.ગુજરાત સરકારની આ નવી પહેલ રાજ્યને ગ્રીન અને ક્લીન ઊર્જા પૂરી પાડી આં ક્ષેત્રના વિકાસમાં સિમાચિહ્ન સાબિત થશે અને સમગ્ર દેશ માટે પથદર્શક બની રહેશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: રાજ્યના વિવિધ ઠેકાણે SGST વિભાગના દરોડા

આ પણ વાંચો: ભાવનગરમાં SGST એ 100થી વધુ પેઢી વિરૂદ્ધ રિકવરીની પ્રક્રિયા શરૂ કરી

આ પણ વાંચો: ગુજરાતમાં SGST વિભાગનો સપાટો, 67 પેઢીઓ પર ચકાસણીની કાર્યવાહી હાથ ધરી