Not Set/ અંબાજી બાદ સોમનાથ મંદિરના ૭૨ પિલરોને સોનાના પતરાથી મઢવામાં આવશે

સોમનાથ, રાજ્યના સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી મંદિરમાં સોનાનો મઢાયા બાદ હવે દેશના ૧૨ જ્યોતિલિંગ માના એક સોમનાથ મંદિરને પણ સોનાથી ચમકાવવાની તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. સોમનાથ મંદિરના તમામ ૭૨ પિલરોને સોનાની પતરી ચઢાવવામાં આવશે. સોમનાથ મંદિર ટ્રસ્ટના આગામી યોજના મુજબ, પ્રારંભિક તબક્કામાં પહેલા ૧૦ પિલરોને સોનાના પતરાથી મઢવામાં આવશે. આ માટે મંગળવારના રોજ દિલ્લીમાં પહેલેથી […]

Gujarat
dsgg અંબાજી બાદ સોમનાથ મંદિરના ૭૨ પિલરોને સોનાના પતરાથી મઢવામાં આવશે

સોમનાથ,

રાજ્યના સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી મંદિરમાં સોનાનો મઢાયા બાદ હવે દેશના ૧૨ જ્યોતિલિંગ માના એક સોમનાથ મંદિરને પણ સોનાથી ચમકાવવાની તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. સોમનાથ મંદિરના તમામ ૭૨ પિલરોને સોનાની પતરી ચઢાવવામાં આવશે.

સોમનાથ મંદિર ટ્રસ્ટના આગામી યોજના મુજબ, પ્રારંભિક તબક્કામાં પહેલા ૧૦ પિલરોને સોનાના પતરાથી મઢવામાં આવશે. આ માટે મંગળવારના રોજ દિલ્લીમાં પહેલેથી જ તૈયાર કરવામાં આવેલી સોનાની પ્લેટ સોમનાથ પહોચી ચુકી છે. આ પ્લેટોનું કુલ વજન ૩૦ કિલોગ્રામ કરતા પણ વધુ છે.

સોમનાથ મંદિરના ટ્રસ્ટી પી કે લાહિડીએ જણાવ્યું હતું કે, “પિલરોને સોનાની પતરીથી ચઢાવવાનું કામ દિલ્લીના કલાકારોને આપવામાં આવ્યું છે. પહેલા તેઓ દ્વારા કોપરથી એક ભાગ તૈયાર કરીને રેડી-ટુ-ઈંસ્ટોલ મટીરિયલ તૈયાર રાખવામાં આવ્યું છે અને પ્રથમ ચરણમાં ૧૦ પિલરોને સોનાના પતરાથી મઢવામાં આવશે”.

9bb251c3 c અંબાજી બાદ સોમનાથ મંદિરના ૭૨ પિલરોને સોનાના પતરાથી મઢવામાં આવશે

મહત્વનું છે કે, સોમનાથ મંદિરના ગર્ભગૃહ અને મુખ્ય દરવાજો પર પહેલેથી જ સોનાના પતરાથી મઢવામાં આવી ચુક્યા છે. આ ઉપરાંત ભગવાન શિવના ડમરું અને ત્રિશુલને પણ સોનાથી મઢવામાં આવી ચુક્યું છે.

મંદિરના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડાએ જણાવ્યું, ” અ કલાકારો પહેલા પ્લાસ્ટર ઓફ પેરિસ અને કોપરની મદદ દ્વારા મંદિરના પિલરોને તમામ રીતે કવર કરવાવાળા ભાગને તૈયાર કરવામાં આવશે અને ત્યારબાદ તે ભાગ પર સોનાનું પતરું ચઢાવવામાં આવશે. ત્યારબાદ આ પિલરના ભાગને સોનાના વરખથી મઢવામાં આવશે.

તેઓએ વધુમાં જણાવ્યું, “મંદિરના ટ્રસ્ટને મળેલા દાનમાંથી આ પિલર્સ ખરીદવામાં આવશે. જે પ્રમાણે સોનાનું પતરું ચઢાવવા માટે દાન મળતું રહેશે, તે જ રીતે બાકી પિલરોને પણ સોનાથી મઢવામાં આવશે”.