હાલ સમગ્ર વિશ્વ અને ખાસ કરીને ભારત ગ્લોબલ વોર્મિંગની અસરથી પીડાય રહ્યા છે. ભારત પણ હવાના પ્રદૂષણની સમસ્યાથી પરેશાન છે, અને મોટા શહેરોમાં પદૂષણનું પ્રમાણ ૩૦૦ થી ૪૦૦ ગણું વધી ચુક્યું છે. ત્યારે આવા ઝેરિલી હવાના પ્રદૂષણ સામે રક્ષણ મેળવવા ગ્રીન ટ્રિબ્યુનલ દ્વારા સમગ્ર દેશમા વધુમાં વધુ વૃક્ષો ઊગાડવાનો રાજ્યો સરકારોને સલાહ આપી છે. પરંતુ જેતપુરમાં કરાયેલા વૃક્ષોના નિકંદન બાદ લીલા જંગલ કરતા આજના પૈસા ભૂખ્યા કેટલાક લોકોને કોંક્રીટનું જંગલ વધુ પસંદ છે તેમ જોવા મળી રહ્યું છે.
હકીકતમાં જેતપુર શહેરના ધારેશ્વર રેન્જ ફોરેસ્ટ કચેરીથી માત્ર ૨૦૦ મીટરના અંતરે રસ્તાની બાજુમાં નેશનલ હાઇવે દ્વારા ઉગાડેલા ૨૦૦ જેટલા ઘટાદાર વૃક્ષોને કોઈ અજાણ્યા કોંક્રીટ જંગલ પ્રેમીએ કાપી નાખ્યા છે. ત્યારબાદ આ અજાણ્યા શખ્સો સામે આરએફઓ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં ન આવતા પર્યાવરણ પ્રેમીઓમાં રોષનો માહોલ જોવા મળી રહ્યો છે.
જો કે મહત્વનું વાત તો એ છે કે, આરએફઓ કચેરી નજીકના ૨૦૦ જેટલા વૃક્ષોને થડમાંથી ઇલેક્ટ્રીક કટરની મદદથી કાપી નાખ્યા જેની જાણ પત્રકારોને થઈ પણ સામે જ આવેલ રેન્જ ફોરેસ્ટ કચેરીને થઈ ન હતી જેથી પત્રકારો દ્વારા રેન્જ ફોરેસ્ટર જાણ કરતા તેઓ તરત જ સ્થળ પર અાવી તપાસ શરુ હતી. બીજી બાજુ વૃક્ષોના નિકંદન બાદ પર્યાવરણ પ્રેમીઓમા પણ ભારે રોષ ફેલાય ગયો છે અને વૃક્ષોના હત્યારાને તાત્કાલિક ઝડપી તેને સખતમાં સખત સજા કરવાની માંગ કરી છે.
ઉલ્લેખનીય છે કે, દેશની રાજધાની દિલ્લી શહેરના હવા પ્રદૂષણની જેમ જ ઔદ્યોગિક શહેર જેતપુરમાં પણ સાડીઓના કારખાનાઓની ચીમનીમાંથી નીકળતા ઝેરી ધુમાડાને કારણે ખૂબ મોટા પ્રમાણમા હવા પ્રદૂષણ જોવા મળે છે એટલે શહેરમા વૃક્ષોની ખૂબ મોટા પ્રમાણમા જરૂર છે. જેની સામે શહેરની અંદર મુખ્ય માર્ગો પર શહેરની ગીચતાને કારણે રસ્તા પર વૃક્ષ ઉગાડવું જ અશક્ય છે. જેથી શહેરના રસ્તા પર એક પણ વૃક્ષ જોવા મળતું નથી અને જયા શહેરની બહાર હાઇવે પર હાઇવે ઓથોરિટી દ્વારા વૃક્ષો ઉગાડવામા આવ્યા છે. તેને કોઈ દુષ્ટે થડમાંથી કાપી નાખતા પર્યાવરણ પ્રેમીઓમા ભારે રોષ ફેલાય ગયો છે અને વૃક્ષોના હત્યારાને તાત્કાલિક ઝડપી તેને સખતમાં સખત સજા કરવાની માંગ કરી છે.