નવરાત્રીની શરૂઆત અને વરસાદનું એકવાર ફરી આગમન ગરબા ખેલૈયાઓને નિરાશ કરી રહ્યુ છે. રાજ્યનાં મોટાભાગનાં વિસ્તારોમાં પહેલા નોરતે વરસાદ પડવાથી ખેલૈયાઓ ગરબાથી દૂર રહ્યા હતા. ત્યારે હવે બીજા નોરતામાં પણ આ જ સ્થિતિ બની હતી. રાજ્યનાં મોટાભાગનાં વિસ્તારોમાં ગઇ કાલે રાત્રે પવન ફૂંકાવાની સાથે ભારે વરસાદ પડ્યો હોવાનુ સામે આવ્યુ છે.
રાજ્યમાં નવરાત્રીનાં બીજા નોરતે ભારે વરસાદ પડવાથી ખેલૈયાઓ ઘણા નિરાશ થયા હતા. ગાંધીનગર-અમદાવાદની વાત કરીએ તો અહી ખેલૈયાઓ ગરબાનાં તાલે ઝૂમવા અવનવા પોષાક પહેરીને તૈયાર થઇ ગયા હતા. પરંતુ ભારે પવન સાથે વરસાદ પડતા તેમના ગરબા રમવાની આશાઓ પર પાણી ફેરવાઇ ગયુ હતુ. હવામાન વિભાગની માનીએ તો આગામી બે દિવસ હજી ભારે વરસાદ પડી શકે છે, જે નવરાત્રીનાં તહેવારને ખાસ કરીને ખેલૈયાઓની મજાને બગાડી શકે છે.
આ નવરાત્રીમાં રાજ્યનાં મોટાભાગનાં ગરબા આયોજકો પણ વરસાદનાં કારણે હેરાન-પરેશાન થઇ ગયા છે. નવરાત્રીમાં જ્યા પહેલા પાર્ટી પ્લોટમાં ગરબા જોવા માટે કે રમવા માટે પાસની હોડ લાગેલી જોવા મળતી હતી ત્યા આજે વરસાદનાં કારણે પાસ મળે ન મળે તેનુ કોઇ મહત્વ જ રહ્યુ નથી. નવાઇની વાત તો એ છે કે જ્યા પહેલા એક પાસ લેવા માટે લોકો મિત્રોને ફોન કરતા હતા, ત્યા આજે સામેથી ફોન આવે છે કે પાસ પડ્યો છે તુ જઇશ.
રમો મંતવ્ય નવરાત્રી ક્વિઝ 2019. આપો સરળ સવાલોના જવાબ,લકી વિજેતાઓને મળશે બમ્પર ઇનામો. પ્રતિયોગિતામાં ભાગ લેવા માટે ડાઉનલોડ કરો
“Mantavya News” એપ્લિકેશન. Click
https://play.google.com/store/apps/details?id=amigoinn.example.mantavya&hl=en_IN
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.